For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં પાંચમી વાર એક દિવસમાં લગાવવામાં આવ્યા 1 કરોડથી વધુ વેક્સીન ડોઝ, વેક્સીનેશનનો આંકડો 86 કરોડને પાર

દેશમાં સોમવારે(27 સપ્ટેમ્બર) એક દિવસમાં 1 કરોડથી વધુ કોરોના વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશમાં સોમવારે(27 સપ્ટેમ્બર) એક દિવસમાં 1 કરોડથી વધુ કોરોના વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એ પણ કહ્યુ છે કે દેશમાં આ પાંચમી વાર છે જ્યારે એક દિવસમાં 1 કરોડ ડોઝ લગાવવામાં આવ્યો છે. આ સાથે ભારતમાં કોવિડ-19 વેક્સીનેશનનો આંકડો 86 કરોડને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યુ, 'દેશને અભિનંદન કારણકે આપણે એક દિવસમાં વધુ એક વાર એક કરોડ કોવિડ-19 વેક્સીન ડોઝ લગાવવાનો આંકડો પૂરો કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીજીના અભિયાન હેઠળ ભારતે કોરોનાને એક પંચ આપ્યો - 5મી વાર મેળવવામાં આવ્યા 1 કરોડ રસીનો રેકૉર્ડ.'

pm modi

દેશમાં પહેલી વાર 27 ઓગસ્ટના રોજ કોરોના વેક્સીનનો ડોઝ એક દિવસમાં 1 કરોડ લગાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે સોમવાર(27 સપ્ટેમ્બર) માટે દૈનિક રસીકરણ સંખ્યા દિવસ માટે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ મોડી રાત સુધી વધવાની આશા છે. તમને જણાવી દઈએ કે દેશમાં વેક્સીનેશનનો રેકૉર્ડ રોજ રાખવામાં આવે છે.

English summary
1 Crore Covid-19 vaccine doses again in a day For 5th time, total vaccinations 86 Crore in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X