સ્વાસ્થય મંત્રી મહિલા ડોક્ટરને કંઇ આ રીતે અડ્યા
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેમરામાં કેદ: સ્વાસ્થય મંત્રી મહિલા ડોક્ટરને કંઇ આ રીતે અડ્યા
મંગળવારે, જમ્મુ કાશ્મીરમાં બીજેપી-પીડીપીના સ્વાસ્થય પ્રધાન ચૌધરી લાલ સિંહ મહિલા ડોક્ટરનો કોલર ઠીક કરતા કેમેરા સામે કંઇ આ રીતે પકડાયા. આ ઘટના ત્યારે થઇ જ્યારે ચૌધરી અમરનાથ યાત્રાની તૈયારી જોવા લખનપુરની એક સરકારી હોસ્પિટલમાં ગયા. જો કે વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે અનેક લોકોની હાજરીમાં તેમણે મહિલાને પોતાનો કોલર ઠીક કરવાનું કહ્યું અને તેમાં કંઇ પણ અયોગ્ય નહતું.

આજથી બેકિંગ, મોબાઇલ, રેલ્વે સમતે અનેક સેવાઓ થશે મોંધી
આજથી બજેટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 14 ટકા સર્વિસ ટેક્સ લગાવામાં આવશે. જેના લીધી બેકિંગ સેવાઓ, મોબાઇલ બિલ, ડેબિટ અને કેડિટ કાર્ડનો ઉપયોગ અને રેલ ટિકિટો વધશે. નોંધનીય છે કે ગત બજેટમાં સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યો છે.

પેટ્રોલ ડિઝલના ભાવ પડ્યા
મોંધવારીની માર સહન કરી રહેલ જનતાને પેટ્રોલ અને ડિઝલના ભાવ થોડા ઓછા થતા કંઇક અંશે રાત મળી છે. જે મુજબ પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડિઝલની કિંમત 71 પૈસા ધટી છે.

લલિત મોદીએ સોનિયા અને વરુણ પર સાંધ્યો નિશાનો
ભૂતપૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ પોતાના ટ્વિટર બોમ્બથી ભાજપના સાંસદ વરુણ ગાંધી પર હવે નિશાનો સાંધ્યો છે. તેમણે કહ્યું કે વરુણ ગાંધી લંડનમાં તેમના નિવાસસ્થાને આવ્યા હતા જ્યાં તેમણે સોનિયા ગાંધી સાથે તેમના તમામ મુદ્દાનો અંત લાવવાનું આશ્વાસન લલિત મોદીને આપ્યું હતું. જો કે આ મામલે વરુણ ગાંધી અને ભાજપે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ તમામ
આરોપો ખોટા છે. જો કે તેમણે સ્વીકાર્યું કે તે લંડનમાં લલિત મોદીના ઘરે ગયા હતા.

ઘૌલપુર પેલેસ મામલે ભાજપે આપી સ્પષ્ટતા
મંગળવારે ક્રોંગ્રેસ નેતા જયરામ રમેશે ઘૌલપુરના મહેલ મામલે વસુંધરા રાજે અને તેમના પુત્ર દુષ્યંત પર લગાવેલા આરોપ બાદ ભાજપે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે ક્રોંગ્રેસના તમામ આરોપો પોકળ છે. વધુમાં ભાજપે ક્રોંગ્રેસ પર નીચલા સ્તરની રાજનિતિ કરવાનો આરોપ પણ લગાવ્યો

વ્યાપમં કૌભાંડમાં 42 નહીં 25 આરોપીની મોત-ભાજપ
વ્યાવસાયિક પરીક્ષા મંડળ (વ્યાપમ) કૌભાંડના એક બાદ એક આરોપીઓ મૃત્યુને ભેટતા ભાજપ સરકાર પર વિવાદોનું વંટોળ ફરી ઊભું થયું છે. ક્રોંગ્રેસનું કહેવું છે કે આ ઘટનામાં અત્યાર સુધી 42 આરોપીની મોત થઇ છે. જે મામલે સ્પષ્ટતા આપતા ભાજપે કહ્યું છે કે આ મામલે 42 નહીં પણ 25 લોકોની મોત થઇ છે. જેમાંથી FIR દાખલ થયા બાદ 14 લોકોની મોત થઇ છે. જેમાં 6 લોકો અકસ્માતથી, 6 બિમારીથી અને 2 લોકોએ આત્મહત્યા કરી હતી. અને બાકીના 11 લોકોની મૃત્યુ FIR દાખલ થયા પહેલા થઇ છે.

કોલસા કૌભાંડ માટે મનમોહન છે જવાબદાર
કોલસા કૌભાંડના આરોપી અને ભૂતપૂર્વ કોલસા રાજ્યમંત્રી દસારી નારાયણ રાવે દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ પોતાને પાક સાફ કહેતા કહ્યું છે કે કોલસા ફાળવણીના તમામ નિર્ણયો વડાપ્રધાન મનમોહન સિંહના હસ્તે જ થઇ છે. વધુમાં તેમણે કહ્યું કે તે વખતે કોલસા વિભાગ વડાપ્રધાન જ સંભાળતા હતા. અને જે પણ થયું છે તેમની જાણકારીથી જ થયું છે.

ગુગુલ મેપથી જોડાયા દેશના અનેક શહેર
દેશના અનેક મેટ્રોપોલિટન શહેરો હવે ગુગુલ મેપ સાથે જોડાઇ ગયા છે. જેનાથી તમે તમારા શહેરના ટ્રાફિકની જાણકારી ગુગુલ મેપ દ્વારા જાણી શકશો.
આ શહેરોમાં કોલકત્તા, લખનઉ, લુધિયાણા, ભોપાલ, કોચ્ચી, સુરત જેવા શહેરાને પણ જોડવામાં આવ્યા છે.

નેહરુને મુસ્લિમ કહેનાર મોદી દેશથી માફી માંગે
ક્રોંગ્રેસે દાવો કર્યો છે કે વિકીપિડિયામાં જવાહરલાલ નહેરુ અને તેમના દાદાને મુસ્લિમ કહેવામાં આવ્યા છે. વધુમાં આ જાણકારી સરકારી આઇપી એડ્રેસ એટલે કે નેશનલ ઇનફોર્મેટિક સેન્ટરથી કરવામાં આવી છે. જે પર ક્રોંગ્રેસે આજે પ્રેસ કોન્ફર્ન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે દેશથી માફી માંગવાનું કહ્યું.

અમરનાથ યાત્રા શરૂ, અઢી લાખ ભક્તો કરાવી નોંધણી
બે જુલાઇથી શરૂ થનારી બાબા અમરનાથની યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ ભક્તોએ નોંધણી કરાવી છે. બાલટાવ અને પહેલગામના રસ્તાથી લગભગ બે લાખ યાત્રીઓએ હેલિકોપ્ટરની ટિકિટો લીધી છે. વધુમાં અમરનાથ બોર્ડે મેડિકલ કેમ્પ, ખાણી પીણીના સ્ટોલ અને ટાયલેટ જેવી સુવિધાઓ પણ યાત્રીઓને આપવા માટે પ્રતિબદ્ધતા બતાવી છે.

રેપ પીડિતા અને અપરાધકર્તા વચ્ચે મધ્યસ્થતા ગેરકાનૂની છે.
બળાત્કારના એક મામલામાં સુપ્રિમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે રેપ પીડિતા અને અપરાધી વચ્ચે કોઇ પણ પ્રકારની મધ્યસ્થતા કરાવી અવૈધ છે. વધુમાં કોર્ટે મધ્યસ્થતાની વાત કરનારી સંબંધી કોર્ટેના નિર્ણયને ભયંકર ભૂલ કહેતા કહ્યું કે નારીનું શરીર તેનું મંદિર છે અને તેનું ખંડન કોઇ પણ સ્વરૂપે ના થવું જોઇએ.

કોલકત્તામાં ત્રણ યુદ્ધ જહાજોનું જલાવરણ થયું
મંગળવારે, નૌસેનાના ઉપપ્રમુખ વાઇઝ એડમિરલ પી મુરુગેસને કોલકત્તામાં ભારતીય નૌકાદળ માટે બનેલા ત્રણ ફ્લો-ઓન વોટર જેટ ફાસ્ટ અટેક ક્રાફ્ટ જહાજોનું જલાવરણ કરાવ્યું. જો કે આ મામલે હાલમાં જ પાકિસ્તાનના કરાંચી પાસે ચીનની સબમરીનની હાજરી વિષે બોલતા એડમિરલે જણાવ્યું કે કે મામલે ચિંતાની કોઇ વાત નથી.

લલિત મોદી: હિંમત હોય તો જેટલી અને શુક્લાને નોટિસ મોકલો
લલિત મોદીએ ફરી એક વાર ટ્વિટર બોમ્બ ફોડીને ઇડીને લલકારતા કહ્યું છે કે ઇડીમાં હિંમત હોય તો તેણે અરુણ જેટલી અને રાજીવ શુક્લાને પણ નોટિસ મોકલવી જોઇએ. તેણે કહ્યું કે બીસીસીઆઇ કરાર મામલે આ બન્નેને તમામ વાતો ખબર હતી. તેણે કહ્યું કે સાઉથ આફ્રિકા સાથેના કોન્ટ્રાક્ટ પર 2 સપ્ટેમ્બર 2009ના રોજ જેટલી અને શુક્લા સમેત 11 લોકોએ મોહર લગાવી હતી. તો તેમની વિરુદ્ઘ નોટિસ કેમ જાહેર નથી કરવામાં આવી.

મેરઠની દિકરીઓએ કહ્યું બેટી પઢાવો બેટી બચાવો
મંગળવારે, મેરઠની શાળાની છોકરીઓએ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વિષે એક જાગૃતિ અભિયાન ચલાવ્યું. અને લોકોને આનાથી માહિતીગાર કર્યા.

નવી દિલ્હીમાં શિક્ષકોએ કર્યું વિરોધ પ્રદર્શન
મંગળવારે, દિલ્હીમાં ભાવિ શિક્ષક એસોસિયેશનના સભ્યોએ દિલ્હી સરકાર સામે એક વિરોધ કૂચ કરી.

જ્યારે કોઇની લડાઇમાં પોતિકાનો જીવ જાય ત્યારે...
મુઝફ્ફરનગરમાં બે જૂથો વચ્ચે કોમી અથડામણ થયા બાદ એક વ્યક્તિને ગોળી વાગતા તેનું ધટના સ્થળે મોત થયું હતું. ત્યારે આ મૃતકના પરિવારજનો શોકનો આક્રંદ કરી રહ્યા છે.

આતા માજી સટકલી....
મંગળવારે, સોલાપુરમાં ખેડૂતો શેરડીના ભાવ વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા. પોલિસે આ ખેડૂતોને ખદેડ્યા. ત્યારે એક મહિલા પોલિસે કંઇક આ રીતે એક ખેડૂતોનો કોલર પકડી તેને જવાનું કહ્યું.

સીપીઆઇએ કરી રાજકીય કેદીઓને આઝાદ કરવાની માંગ
મંગળવારે, કોલકત્તામાં હુલ ઉત્સવ નિમિત્તે સીપીઆઇ- એમએલ (લિબરેશન) અને AIPFના કાર્યકર્તાઓએ એક રેલી નીકાળી. જેમાં તેને રાજ્ય સરકારને આ ઉત્સવ નિમિત્તે તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરી.

કારણ કે હવે આવ્યો અમ્માનો વારો...
મંગળવારે, ચેન્નઇમાં તમિલનાડુના મુખ્ય પ્રધાન જે. જયલલિતાની વિજયની ઉજવણી કંઇક આ રીતે ઉજવાઇ. જેમાં એક બાળક વિપક્ષી નેતા કુરુણાનિધિના કપડા પહેરીને ઊભો છે અને તેના હાથમાં જયલલિતાના ફોટો વાળું ફૂલ છે.

શાહરૂખ ખાને રજૂ કરી ટેગની નવી ઘડિયાલ
મંગળવારે, મુંબઇમાં શાહરૂખ ખાને જાણીતી વોચ બ્રાન્ડ ટેગની નવી શ્રેણીને લોન્ચ કરી.

રમઝાનનો નજારો શ્રીનગરની જામિયા મસ્જિદમાં
હાલ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ત્યારે શ્રીનગરની જામિયા મસ્જિદ ખાતે બપોરની નમાઝ બાદ વાતો કરતા કેટલાક વુદ્ધ મુસ્લિમો.












Click it and Unblock the Notifications
