બિહારઃ 10 વર્ષના બાળકની પથ્થરો મારીને કરાઇ હત્યા

murder
ઓરંગાબાદ, 9 મેઃ બિહારના ઓરંગાબાદ જિલ્લાના નગર થાના ક્ષેત્રના એક ખંડેર જેવા દેખાતા ઘરેથી ગુરુવારે પોલીસને 10 વર્ષિય છાત્રનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળ્યા બાદ ક્ષેત્રમાં તણાવનો માહોલ સર્જાયો છે. પોલીસે જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકોની સૂચના પર પોલીસે ગંજ મુહલ્લેના એક ઘરમાંથી એક 10 વર્ષિય બાળકનો મૃતદેહ મેળવ્યો હતો.

મૃતદેહની ઓળખ આ જ ક્ષેત્રના દરજી વિસ્તારમા રહેતા મોહમ્મદ મુમતાજના પુત્ર સદ્દામ હુસૈનના રૂપમાં કરવામાં આવી છે. પરિજનોએ જણાવ્યા પ્રમાણે 10 વર્ષિય સદ્દામ છેલ્લા બે દિવસથી ગાયબ હતો.

નગર થાનાના સહાયક નિરીક્ષક બીડી ઝાએ જણાવ્યું છે કે, મૃતદેહને જોઇને એવું લાગી રહ્યું છે કે હત્યારાએ ઇંટો અને પથ્થરોથી કુચલીને તેની હત્યા કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે
મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, હત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે પોલીસ ટૂકડીને તેનાત કરી દેવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X