લઠ્ઠો પીધા બાદ 13 લોકોના મોત, ત્રણ લોકો બન્યા અંધ

બિહારના ગોપાલગંજ જિલ્લામાં ઝેરીલા દારૂના સેવનથી મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે, ત્રણ લોકોની આંખોની રોશની ગઈ છે અને 7 લોકોની હાલત ગંભીર છે, જેમને ગોપાલગંજ, મોતિહારીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બિહારના ગોપાલગંજ જિલ્લામાં ઝેરીલા દારૂના સેવનથી મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે, ત્રણ લોકોની આંખોની રોશની ગઈ છે અને 7 લોકોની હાલત ગંભીર છે, જેમને ગોપાલગંજ, મોતિહારીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે, જિલ્લાના એસડીએમ ઉપેન્દ્ર પાલે પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.

બુધવારની રાત સુધી જિલ્લા વહીવટી તંત્રે પાંચ મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જ્યારે ત્રણ મૃતદેહોને તેમના સંબંધીઓ પોલીસના આગમન પહેલા ડુમરિયા ઘાટ પર લઈ ગયા હતા અને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ત્રણેય મૃતદેહોને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

bihar police

મૃતકના સંબંધીઓનું કહેવું છે કે, આ લોકોએ મંગળવારની સાંજે દારૂ પીધો હતો. મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડી અને બાદમાં બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ 5 લોકોના મોત થયા હતા, જ્યારે ગુરુવારના રોજ મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે.

આવા સમયે આ ઘટનામાં ડીએમ ડો. નવલ કિશોર ચૌધરી, એસપી આનંદ કુમાર તેમની ટીમ સાથે મેહમદપુર અને કુશાર ગામ પહોંચ્યા હતા, જ્યાં તેઓ મૃતકોના સંબંધીઓને મળ્યા હતા. તેમણે ઘટના અંગે પૂછપરછ કરી હતી. ડીએમએ ઉચ્ચ સ્તરીય તપાસની વાત કરી છે. ખાણ અને ભૂસ્તર મંત્રી જનક રામે આઠ મૃતકોના ઘરની મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી અને કાર્યવાહીની ખાતરી આપી હતી.

DMની સૂચના પર સદર SDO ઉપેન્દ્ર પાલ, SDPO સંજીવ કુમાર સિંહ અને મહમદપુર, બૈકુંથપુર અને સિધવાલિયા પોલીસ સ્ટેશનની પોલીસ અને આબકારી વિભાગની ટીમે સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચાર દારૂના વેપારી છોટે લાલ સાહ, અશોક શર્મા, રામપ્રવેશ સાહ અને જીતેન્દ્ર પ્રસાદની તુર્હા ટોલામાંથી ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત સુધી રેડની કાર્યવાહી ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X