Video: દિકરીએ કહ્યું પપ્પા મને બચાવી લો! પણ બાપે તેને તરછોડી
એક છોકરી બોન મેરો કેન્સરથી પીડિત હતી. તે છેવટે તડપી તડપીને મરી ગઇ પણ તેના પિતાએ તેની દવા ના કરાઇ, કેમ જાણો અહીં...
કહેવાય છે કે દિકરીઓ બાપની લાડકી હોય છે. પણ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક તેવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઇને તમને થશે કે સંબંધોમાંથી પ્રેમ શું માનવતા પણ મરી પરવારી છે. 13 વર્ષની એક બાળકી તેના પિતાને તેની જિંદગીની ભીખ માંગી રહી છે પણ બાપનું મન પીગળતું નથી. પિતાથી મદદ આશ ન મળતા દિકરી છેવટે ગંભીર બિમારીથી પીડાતી હોવાના કારણે મૃત્યુ પામે છે. આ છોકરીનો મદદ માંગતો વીડિયો હાલ ભારે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સાઇ શ્રી નામની આ ફૂલ જેવી માસૂમ બાળકી તેના પિતાની મદદ માંગી રહી છે.

આ બાળકી બોન મેરો કેન્સરથી પીડિત છે. અને તે તડપી તડપીને મરી રહી છે. પણ તેના પિતા તેના ઇલાજ માટે પૈસા નથી નીકાળી રહ્યા. જો તે ઇચ્છત તો તે તેને બચાવી શક્યા હોત. મીડિયા રિપોર્ટ મુજબ છોકરીએ વોટ્સઅપ દ્વારા આ વીડિયો મેસેજ તેના પિતાને મોકલ્યો હતો. પણ દિકરીને મદદ કરવાના બદલે પિતાને ગુંડા મોકલી માં અને દીકરી બન્નેને ધમકાવી. આ બાળકીના પિતા બેંગલુરુમાં રહે છે. એએનઆઇમાં છપાઇ ખબર મુજબ હાલ પિતા વિરુદ્ધ માનવ અધિકાર આયોગમાં અરજી દાખલ કરવામાં આવી છે. વધુમાં આ ક્ષેત્રના કમિશ્નરે પણ પિતા વિરુદ્ધ એક્શન પ્લાન લેવાનો આદેશ આપ્યો છે. ત્યારે મરતા પહેલા આ બાળકીએ પિતા સાથે શું માંગણી કરી જાણો આ વીડિયોમાં.....
{promotion-urls}












Click it and Unblock the Notifications
