For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UK જેવી સ્થિતિ થઈ તો ભારતમાં રોજના આવી શકે છે કોરોનાના 14 લાખ નવા કેસઃ નીતિ આયોગે ચેતવ્યા

નીતિ આયોગે બ્રિટન અને આફ્રિકાનુ ઉદાહરણ આપીને કહ્યુ કે ભારતમાં પણ રોજના 14 લાખથી વધુ કેસ સામે આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે હવે તેના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને આખી દુનિયામાં ડર ફેલાઈ ગયો છે. આ દરમિયાન યુરોપીય દેશોમાં એક વાર ફરીથી કોરોના વાયરસની ખતરનાક લહેર જોવા મળી રહી છે. બ્રિટન(યુકે)માં રોજ સામે આવી રહેલા દર્દીઓનો આંકડો છેલ્લા બધા રેકૉર્ડ તોડી રહ્યો છે. બ્રિટનની સ્થિતિ અને ઓમિક્રૉનના જોખમને જોતા શુક્રવારે કેન્દ્ર સરકારે લોકોને સાવચેત કરીને ચિંતાજનક સંભાવનાઓ બતાવી. તમને જણાવી દઈએ કે યુકે હાલમાં કોરોના વાયરસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે.

vk paul

તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે બ્રિટનમાં કોરોના વાયરસના નવા કેસોએ છેલ્લા બધા રેકૉર્ડ તોડી દીધા. ત્યાં પહેલી વાર 24 કલાકની અંદર 883756 નવા કોરોના કેસ સામે આવ્યા, જે બ્રિટન કોવિડના આવ્યા બાદથી સૌથી મોટી સંખ્યા છે. આ ઉપરાંત ઘણા અન્ય યુરોપીય દેશ છે જ્યાં કોરોનાના નવા કેસોમાં સતત તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન ભારતમાં પણ ઓમિક્રૉનની દસ્તક બાદ જોખમની ઘંટડી વાગી ગઈ છે. નીતિ આયોગે બ્રિટન અને આફ્રિકાનુ ઉદાહરણ આપીને કહ્યુ કે ભારતમાં પણ રોજના 14 લાખથી વધુ કેસ સામે આવી શકે છે.

શુક્રવારે થયેલી આરોગ્ય મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં નીતિ આયોગના આરોગ્ય સભ્ય અને કોરોના રસીકરણ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પૉલે મોટી માહિતી આપી. તેમણે કહ્યુ, 'આફ્રિકા અને ઘણા યુરોપીય દેશોમાં ડેલ્ટા કે ઓમિક્રૉનના કારણે કોરોના વાયરસની લહેર જોવા મળી રહી છે. ત્યાંના દેશ છેલ્લા અમુક સપ્તાહથી કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં 75-80 ટકા રસીકરણ થઈ ગયુ હોવા છતાં આ સ્થિતિ છે. આ આંકડાઓને સમજીએ તો જેટલા કેસ રોજના બ્રિટનમાં સામે આવી રહ્યા છે, જો આપણે તેની તુલના ભારતમાં વસ્તીના હિસાબે કરીએ તો અહીં રોજના 14 લાખ કેસ સામે આવી શકે છે.'

ડૉ. વીકે પ઼લે આગળ કહ્યુ કે આપણે ગઈ લહેરમાં કોરોના વાયરસના રોજના 4 લાખ નવા કેસોનો સામનો કરી ચૂક્યા છે. વર્તમાનમાં દુનિયાના અન્ય દેશોમાં જે પણ થઈ રહ્યુ છે, ભલે તે ડેલ્ટાના કારણે હોય કે ઘણા વેરિઅંટના પરસ્પર મળવાથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે વર્તમાનની સ્થિતિ પર કરવામાં આવેલ રિસર્ચ મુજબ એવી સંભાવના છે કે ભારતમાં કોરોના વાયરસના 14થી 15 લાખ નવા કેસ રોજના સામે આવી શકે છે.

English summary
14 lakh new cases of coronavirus can come to India daily if there is a situation like UK.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X