For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં થયેલી અથડામણમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા

|
Google Oneindia Gujarati News

મલ્કાનગિરી, 14 સપ્ટેમ્બર : ઓરિસ્સાના મલ્કાનગિરી જિલ્લામાં શનિવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ અને ગોળીબારમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત અનેક નક્સલવાદીઓ ઘાયલ થયા છે. આ નક્સલવાદીઓ છત્તીસગઢના સુકમા જિલ્લાને પાર કરીને આવ્યા હતા.

પોલીસે જ્યારે તેમને ઘેરી લીધા ત્યારે તેઓ પશ્ચિમી મલ્કાનગિરીના પોડિયામાં કેંપ લગાવીને બેઠા હતા. જંગલમાં થયેલી અથડામણમાં અનેક મીનિટો સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક અખિલેશ્વર સિંહના નેતૃત્વમાં પોલીસની ટીમના જિલ્લા સ્વયંસેવી દળની સાથે જંગલમાં છાપો માર્યો હતો.

naxal-attack

નક્સલવાદીઓ દ્વારા પોલીસ દળ પર હુમલો કરવામાં આવ્યો તે પછી પોલીસે પણ જવાબમાં ગોળીબારી કરી હતી. આ અંગે પોલીસ મહાનિર્દેશક સૌમેંદ્ર પ્રિયદર્શીએ જણાવ્યું કે "ગોળીબારમાં 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે." ભુવનેશ્વરથી 600 કિલોમીટર દૂર સ્થિત મલ્કાનગિરી વિસ્તારને નક્સલવાદીઓનો ગઢ માનવામાં આવે છે.

English summary
14 Maoists killed in Odisha gun battle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X