For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા 14 પક્ષ, CBI-EDના કામ પર ઉઠાવ્યા સવાલ, 5 એપ્રિલે સુનાવણી

|
Google Oneindia Gujarati News
SC

Supreme Court: દેશની સર્વોચ્ચ અદાલતમાં 14 વિપક્ષી દળોએ આજે સીબીઆઈ અને ઈડીન દુરુપયોગને લઈને અરજી દાખલ કરી છે. આ અરજીમાં બધા પક્ષોએ બંને એજન્સીના કામ કરવાના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. પક્ષોની માંગ છે કે આ બંને એજન્સીઓના કામકાજની ગાઈડલાઈન્સ નક્કી થવી જોઈએ. કોર્ટ આ મામલે 5 એપ્રિલે સુનાવણી કરશે.

આ 14 પક્ષોમાં કોંગ્રેસ પણ શામેલ છે. ખાસ વાત એ છે કે આ તમામ પાર્ટીઓને એક મંચ પર લાવવાનુ કામ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કર્યુ છે. અરજીમાં કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો અને જાણીજોઈને લોકોને નિશાન બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટWeather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

જે 14 પાર્ટીઓ કોર્ટમાં પહોંચી છે તેમાં આપ અને કોંગ્રેસ ઉપરાંત ડીએમકે, ટીએમસી, બીઆરએસ વગેરેનો સમાવેશ થાય છે. અરજીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડને પૂછવામાં આવ્યું છે કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ રાજકારણીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં તેજી આવી છે, જેના પર કોર્ટે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવી જોઈએ.

રાહુલ ગાંધીના સમર્થનમાં વિજય ચોક સુધી માર્ચ કાઢશે કોંગ્રેસ, સજાને લઈને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તૈયારીરાહુલ ગાંધીના સમર્થનમાં વિજય ચોક સુધી માર્ચ કાઢશે કોંગ્રેસ, સજાને લઈને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તૈયારી

તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ નાણાકીય તપાસ એજન્સી છે જે ભારત સરકારના નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ આવે છે. તેની દેશભરમાં પાંચ મુખ્ય કચેરીઓ છે જે મુંબઈ, ચેન્નાઈ, ચંદીગઢ, કોલકાતા અને દિલ્લીમાં છે. તેની પ્રાદેશિક કચેરીઓ અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, કોચી, દિલ્લી, પણજી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જલંધર, કોલકાતા, લખનઉ, મુંબઈ, પટના અને શ્રીનગર છે. જેના પ્રમુખ સંયુક્ત નિર્દેશક છે.

B'day: બૉલિવુડના સીરિયલ કિસર ઈમરાન હાશમી પાસે છે કરોડોની સંપત્તિ, જાણો તેની વાર્ષિક આવકB'day: બૉલિવુડના સીરિયલ કિસર ઈમરાન હાશમી પાસે છે કરોડોની સંપત્તિ, જાણો તેની વાર્ષિક આવક

ડિરેક્ટોરેટની પેટા પ્રાદેશિક કચેરીઓ છે એટલે કે ભુવનેશ્વર, કોઝિકોડ, ઈન્દોર, મદુરાઈ, નાગપુર, અલ્હાબાદ, રાયપુર, દેહરાદૂન, રાંચી, સુરત, શિમલા છે. મુખ્ય કચેરીઓનુ નેતૃત્વ અમલીકરણ નિયામક દ્વારા કરવામાં આવે છે અને પ્રાદેશિક કચેરીઓનુ નેતૃત્વ નાયબ નિયામક દ્વારા કરવામાં આવે છે. જ્યારે સીબીઆઈ ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી છે. જે અપરાધ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓની તપાસ કરે છે.

English summary
14 political parties file case in SC alleging misuse of agencies, Read Details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X