For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશની ડાસના જેલમાં 140 કેદીઓને એઈડ્સ, સમાચારે તંત્રની ઉંઘ ઉડાડી.

ઉત્તર પ્રદેશની ડાસના જેલમાંથી આવેલી એક ખબરે પ્રશાસનની ઉંઘ ઉડાડી દીધી છે. મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશની ડાસના જેલમાં 140 કેદીઓમાં એઈડ્સની પુષ્ટિ થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની ડાસના જેલમાંથી આવેલી એક ખબરે પ્રશાસનની ઉંઘ ઉડાડી દીધી છે. મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશની ડાસના જેલમાં 140 કેદીઓમાં એઈડ્સની પુષ્ટિ થઈ છે. તપાસમાં આ તમામ કેદીઓ એચઆઈવી પોઝીટીવ મળ્યા છે.

aids

અહેવાલો અનુસાર, જેલ પ્રશાસન આ તમામ HIV પોઝીટીવ કેદીઓને લઈને નવી રણનીતિ બનાવી રહ્યું છે. તેમની સારવાર માટે એઇડ્સ નિયંત્રણ સમિતિનો સંપર્ક કરાયો છે. ડોક્ટર અને હેલ્થ ટીમને બોલાવવાની તૈયારી ચાલી રહી છે. સાથે જ જિલ્લા પ્રશાસને પણ આ મામલે કડક પગલાં લેવાની તૈયારી કરી લીધી છે. વધુમાં આ જેલના તમામ કેદીઓની તપાસ કરાશે.

ડાસના જેલ સુપ્રિટેન્ડેન્ટ આલોક કુમારે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, તમામ એઇડ્સ પીડિત કેદીઓ અંગે વધારાની તકેદારી રાખવામાં આવશે. આ એક રૂટિન ટેસ્ટ છે અને ગભરાવાની જરૂર નથી. હવે જ્યારે દર્દીઓની ઓળખ થઈ ગઈ છે ત્યારે તે તમામની સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ કેદીઓ નશાના આદી છે. આ રોગ સંક્રમિત સોય અને સંક્રમિત લોહીના કારણે ફેલાય છે, આમાંથી ઘણા લોકોને એક જ સિરીંજ અથવા સોયના નશાને કારણે આ રોગ થયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, જેલમાં પહેલેથી જ ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. જેલ પ્રશાસને જણાવ્યું કે તમામ 5500 કેદીઓની તપાસ કરવામાં આવી છે. આમાંથી કેટલાકમાં ટીબી સહિત અન્ય રોગોના લક્ષણો જોવા મળ્યા છે. તપાસ બાદ સંબંધિત કેદીની સારવાર કરવામાં આવી રહી છે. ડાસના જેલમાં 1704 અને જિલ્લા જેલમાં 5500 કેદીઓ છે.

English summary
140 inmates in Uttar Pradesh's Dasna jail with AIDS, the news shook the system.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X