ગૃહમંત્રી શિંદેના ઘરમાં ઘુસ્યા જાટ પ્રદર્શનકારી, 13 પોલીસ જવાન સસ્પેન્ડ

પોલીસે 142 પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને તેમની પર અશાંતિ ફેલાવવા અને ગેરકાનૂની રીતે કોઇના ઘરમાં પ્રવેશ કરવાની ફરિયાદ નોંધી છે. જોકે આ ઘટના સમયે શિંદે ઘરમાં હાજર ન્હોતા. તેઓ હાલમાં રશિયા પ્રવાસે ગયેલા છે.
અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિના તત્વાધાનમાં પ્રદર્શનકારી પ્રદર્શન માટે જંતરમંતર પર એકત્રિત થયા હતા અને સાંજે ત્રણ બસોમાં ભરીને બે કૃષ્ણા મેનન માર્ગ પર આવેલા શિંદેના ઘરે પહુંચી ગયા હતા. પોલીસને આ પ્રદર્શનકારીઓ અંગેની કોઇ માહિતી ન્હોતી. જ્યારે પ્રદર્શનકારીઓ શિંદેના ઘરની સામે આવી ચડ્યા ત્યારે ઉપસ્થિત પોસીસ જવાનો આશ્ચર્યમાં પડી ગયા.
આ પ્રદર્શનકારીઓ દરવાજો તોડીને ઘરના પરિસરમાં ઘુસવામાં સફળ રહ્યા અને ત્યા બેસીને ધરણા પ્રદર્શન કરવા લાગ્યા. 13 પોલીસ જવાનોને લાપરવાહ ઘણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને તેમની સામે આઇપીસીની ધારા 147, 149, 186, 353 અને 451 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
