For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ચેન્નઇ

ચેન્નઇ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમની સૂતેલી દિકરીને લઇને ચેન્નઇ એરપોર્ટ પરથી જઇ રહ્યા છે. આ પ્રસંગે ધોની પત્ની સાક્ષી ધોની પણ હાજર હતી. જો કે કેમેરાના અવાજે નાનકડી રાજકુમારી જીવાની મીઠી નીંદરમાં ખલેલ પાડી હોય તેવું લાગી રહ્યું છે.

ગુડંગાવ

ગુડંગાવ

ભૂતપૂર્વ આપ નેતા યોગન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે "સ્વરાજ સંવાદ" નામના નવા સંગઠનની શરૂઆત કરી. ત્યારે પોતાની પાર્ટીને મંગળવારે ગુડંગાવમાં યોગેન્દ્ર યાદવે સંબોધી હતી.નોંધનીય છે કે આપ જોડે થયેલા વિવાદ બાદ યોગેન્દ્ર યાદવે આ પગલું ભર્યું છે. મેધા પાટકર, અરુણા રાય, ધર્મવીર ગાંધી, કુલદીપ નાયર અને ક્રિસ્ટીના સામીએ આ બેઠકમાં હાજરી આપી.

પંજાબ

પંજાબ

પંજાબના તરનતારનમાં બીએસએફ જવાનોને મળી મોટી સફળતા. તરનતારનમાંથી બીએસએફ 20 ક્રિલોગ્રામ હેરોઇન, બે પિસ્તોલ, 17 લાઇવ રાઉન્ડ, બે મોબાઇલ ફોન, બે પાકના સિમકાર્ડ જપ્ત કર્યા છે. પાક. દાણચોરો પાસેથી પ્રાપ્ત થયેલ, આ હિરોઇનની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે.

ગુવાહાડી

ગુવાહાડી

વિધાયક રુમી નાથ ગુવાહાડી કોર્ટમાં રજૂ થયા બાદ બહાર આવી રહી છે. નોંધનીય છે કે આંતરાષ્ટ્રિય કાર ચોરી કૌભાંડના મુખિયા અનિલ ચૌહાણ સાથે તેમના કથિત સંબંધોના પગલે પોલિસે તેમની અટકાયત કરી હતી.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હી, બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ મંગળવારે નવી દિલ્હીના સંસદ માર્ગ પર ઝાડૂ લગાવીને "સ્વચ્છ ભારત" અભિયાનને પ્રમોટ કર્યું હતું.

નવી દિલ્હી

નવી દિલ્હી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મંગળવારે નવી દિલ્હીમાં બૈસાખી નિમિત્તે ભોજનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રપતિએ ઢોલ પર પણ પોતાનો હાથ અજમાયો હતો.

મુંબઇ

મુંબઇ

છત્રપતિ શિવાજી ટર્મિનલ પર એક હાઇ એલર્ટ બાદ મંગળવારે સુરક્ષા વ્યવસ્થાને સતર્ક કરવામાં આવી.

નોયડા

નોયડા

મંગળવારે નોયડાના દિલ્હી નોયડા ડાયરેક્ટ ફ્લાયઓવર પર જનહિત મહિલા મોર્ચાના સદસ્યોએ ફ્લેગ ફરકાવી અને સુત્રોચ્ચા કરીને ટોલ ટેક્સના વિરોધ કર્યો.

વિશાખાપટ્ટનમ

વિશાખાપટ્ટનમ

વિશાખાપટ્ટનમમાં સીપીઆઇ(એમ)ના 21માં રાષ્ટ્રિય બેઠક ની મંગળવારે થઇ શરૂઆત. જેમાં હાજરી આપી સીપીઆઇ(એમ)ના મહાસચિવ પ્રકાશ કરાત અને અન્ય દિગ્ગજ નેતાઓએ.

નવી દિલ્હી

નવી દિલ્હી

મંગળવારે નવી દિલ્હીમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી એ કરી વિવિધ ભારતી પર એફએમ (100.1MHz) સેવાની શરૂઆત.

કોયમ્બતૂર

કોયમ્બતૂર

એડીમેકેના મ્યુનિસિપલ અને ગ્રામીણ વિકાસ પ્રધાન એસ.પી. વેલુમણી અને અન્ય એડીમેકે મહિલા કાર્યકર્તાઓએ શક્તિ મરીયામ્મન મંદિરની શોભાયાત્રામાં ભાગ લીધો. અહીં તેમણે એડીએમકે પ્રમુખ જયલલિતા પર આવેલી મુશ્કેલી દૂર થવા માટે પ્રાર્થના કરી હતી.

મુંબઇ

મુંબઇ

મંગળવારે, મુંબઇમાં જાણીતી ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા, બોલિવુડ સેલેબ્રિટી સોહા અલી ખાન અને કુનાલ ખેમુએ મુંબઇમાં એક ડિટરજન્ટના પ્રમોસનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરના વિશ્વ વિખ્યાત, એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનનો એરિયલ લૂક.

ઉંટી

ઉંટી

મરીમ્મા ઉત્સવની ઉજવણી દરમિયાન ઉંટીમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં વરસતા વરસાદમાં પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહી મરીયમ્માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તામાં શીતળા પૂજાના ઉત્સવ દરમિયાન શ્રદ્ઘાળુઓ
દંડવત નમન કરીને શીતળા માતાના મંદિર તરફ જઇ રહ્યા છે. નોંધનીય છે કે ગરમીથી બચવા રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે.

પુરી

પુરી

પ્રખ્યાત સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયક દ્વારા ઓડિસ્સાના પુરી ખાતે જગન્નાથ ભગવાનની પ્રતિમાની એક ઝલક.

અમૃતસર

અમૃતસર

બૈશાખી પર્વ નિમિત્તે મંગળવારે અમૃતસરમાં આવેલ ગોલ્ડન ટેમ્પલને લાઇટથી શણગારવામાં આવ્યું હતું. વધુમાં ફટાકડા ફોડીને આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પેટા ચૂંટણી

પેટા ચૂંટણી

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સાત સીટો પર થયેલી પેટાચૂંટણીમાં આજે મતગણતરી. બ્રાંદ્રા પૂર્વ સીટ પર શિવસેનાની તૃપ્તિ સાવંત આગળ છે જ્યારે તાસગાંવ ક્રોંગ્રેસની સુમન પાટિલની જીતની નજીક છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

સુપ્રિમ કોર્ટ દ્વારા ટ્રાન્સજેન્ડરોને, ત્રીજી જાતિની માન્યતા આપ્યાને આજે એક વર્ષ થયું. આ ચૂકાદાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા એક કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર કાર્યકર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અન્ય કાર્યકરોએ કોર્ટને થેક્યૂ કહ્યું.

અલ્હાબાદ

અલ્હાબાદ

અલ્હાબાદમાં ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (પૂર્વ) પરીક્ષા પ્રશ્નપત્રના લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પોલિસ કર્મચારીઓ લાઢીથી માર મારીને ભગાડી રહ્યા છે.

જમ્મુ

જમ્મુ

પાકિસ્તાન હસ્તગત કાશ્મીરના શરણાર્થીઓએ આજે જમ્મુમાં 370 અનુચ્છેદ હટાવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન.

જનતા પરિવાર થયો એક

જનતા પરિવાર થયો એક

બિહારમાં આવનારી ચૂંટણીમાં ભાજપની સામે બાંયો ચઢાવા જનતા પરિવાર થયો એક. મુલાયમ સિંહ આ સંગઠનના નવા પ્રમુખ. તો બીજી તરફ ભાજપે કહ્યું કે ભાજપથી કરારી હારના ડરે, જનતા પરિવારને થવું પડ્યું એક

English summary
15 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X