યાકૂબ મેમણને 30 જુલાઇએ મળશે ફાંસી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

યાકૂબ મેમણને 30 જુલાઇએ મળશે ફાંસી

યાકૂબ મેમણને 30 જુલાઇએ મળશે ફાંસી

1993માં મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી એવા યાકૂબ મેમણને 30 જુલાઇના રોઝ ફાંસી આપવામાં આવશે. નોંધનીય છે કે યાકૂબની દયા યાચિકાને સુપ્રિમ કોર્ટ અને રાષ્ટ્રપતિ બન્નેએ નકારતા તેને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે યાકુબને તેના અપરાધની સજા સુધી પહોંચતા 22 વર્ષ લાગ્યા. તથા મુંબઇ બોમ્બ વિસ્ફોટ બાદ આ મામલે આ પહેલી ફાંસી છે.

આ શહિદની વિધવાએ આજે દિવાળી મનાવી

આ શહિદની વિધવાએ આજે દિવાળી મનાવી

8 જાન્યુઆરીએ ભારતીય જવાનો હેમરાઝ અને સુધાકર સિંહના માથા કાપનાર આંતકી અનવર ખાનને ભારતીય સેનાએ મંગળવારે ગોળીઓથી વિધી નાંખ્યો. ત્યારે પોતાની પતિની શહાદતને ન્યાય મળ્યાની ખુશીમાં હેમરાઝની પત્નીએ તેના પુત્રની સાથે તેના મથુરા નિવાસ ખાતે આ વાતની ખુશી કંઇક આ રીતે મનાવી.

દિલ્હી મહિલા આયોગના પદ પરથી બરખા સિંહની છૂટ્ટી

દિલ્હી મહિલા આયોગના પદ પરથી બરખા સિંહની છૂટ્ટી

દિલ્હી સરકાર સાથે વારંવાર વિવાદોમાં રહેનાર દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ બરખા સિંહની આ પદેથી હાકલપટ્ટી કરવામાં આવી છે. નોંધનીય છે કે 18 જુલાઇ બરખાની અધ્યક્ષ તરીકેની સમયસીમા પૂરી થતા. આમ આદમી પાર્ટીના સલાહકાર અને રોહતક લોકસભા ક્ષેત્રના નેતા નવીન જયહિંદની પત્ની સ્વાતિ માલીવાલ હવે આ પદને સંભાળશે.

નાયડૂની હાજરીમાં પુષ્કરમમાં 27 લોકો મર્યા

નાયડૂની હાજરીમાં પુષ્કરમમાં 27 લોકો મર્યા

ગોદાવરી નદીના તટ પર આયોજીત પુષ્કરમ મહોત્સવમાં ભાગદોડ થતા અત્યાર સુધી કુલ 27 લોકોની મોત થઇ છે અને 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે આ ધટના થઇ ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ પણ ત્યાં હાજર હતા. જો કે નાયડૂએ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતળ આપવાની જાહેરાત કરી છે.

છત્તીસગઢમાં નક્સલિયાઓએ ચાર પોલિસ અધિકારોની હત્યા કરી

છત્તીસગઢમાં નક્સલિયાઓએ ચાર પોલિસ અધિકારોની હત્યા કરી

છત્તીસગઢમાં સ્પેશ્યલ પોલિસ ફોર્સના ચાર પોલિસ અધિકારીઓનું 13 જુલાઇએ અપહરણ કરી. તેમની ક્રૂર રીતે હત્યા કરીને તેમની લાશ રસ્તા પર ફેંકી દીધી. જે પર છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહ શોક વ્યક્ત કરીને કહ્યું કે આ એક અમાનવીય કૃત્ય છે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક

વડાપ્રધાનની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ગર્વનિંગ કાઉનસિલની મહત્વપૂર્ણ બેઠક મળી. જેમાં ભૂમિ અધિગ્રહણ બિલ પર સુધાર-વિચાર કરવામાં આવશે. નોંધનીય છે કે આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને નીતી આયોગના અધ્યક્ષ હાજર રહ્યા હતા.

તીસ હજાર કરોડના રક્ષા પ્રસ્તાવને મંજૂરી

તીસ હજાર કરોડના રક્ષા પ્રસ્તાવને મંજૂરી

મંગળવારે, દિલ્હીમાં રક્ષા મંત્રાલયે 30,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી. જેમાં અનેક એર ડિફેન્સ ગન બદલવા, ચાર પી81 વિમાનની ખરીદી, નવી તોપોની ખરીદી જેવી સેનાની મોટી પ્રાથમિકતાને રક્ષા પ્રધાન મનોહર પરિકરે લીલી ઝંડી આપી છે.

ઇફ્તાર પાર્ટીમાં મુલાયમ અને અમર સિંહ ગળે મળ્યા

ઇફ્તાર પાર્ટીમાં મુલાયમ અને અમર સિંહ ગળે મળ્યા

મંગળવારે, ઉત્તર પ્રદેશના લખનૌમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમર સિંહે પણ હાજરી આપી હતી.

જવાનોએ ફરી નિર્માણ કર્યું રાજૌરી પુલનું

જવાનોએ ફરી નિર્માણ કર્યું રાજૌરી પુલનું

મંગળવારે, રાજૌરી વિસ્તારના એક પુલનું ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે પડી જતા તે વિસ્તારની અવર જવર અટવાઇ ગઇ હતી. ત્યારે આર્મીના જવાનો આ પુલને ફરી ઠીક કરવા મહેનત કરી રહ્યા છે.

શોલાપુરમાં ચક્કીનો જવાબ ચક્કીથી અપાયો

શોલાપુરમાં ચક્કીનો જવાબ ચક્કીથી અપાયો

મંગળવારે, સોલાપુરમાં મહારાષ્ટ્ર કોર્પોરેશનની બેઠકમાં ચીકી સ્કેમનો વિરોધ કરી રહેલ ક્રોંગ્રેસના સભ્યોએ બેઠકમાં ચીકીઓ ફેંકી.

મુંબઇમાં ક્રોંગ્રેસ અને એનસીપીનો ચિક્કી વિરોધ

મુંબઇમાં ક્રોંગ્રેસ અને એનસીપીનો ચિક્કી વિરોધ

મંગળવારે, ક્રોંગ્રેસ અને એનસીપીના સાંસદોએ મહારાષ્ટ્ર સદન બહાર પંકજા મૂડેના ચિક્કી સ્કેમ, ખેડૂતોની આત્મહત્યા જેવા વિવિધ મુદ્દાઓને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.

મેંગ્લોરમાં જમીન ધસતા મજૂરો દટાયા

મેંગ્લોરમાં જમીન ધસતા મજૂરો દટાયા

મંગળવારે, મેંગ્લોરમાં ફિરંગીપેટ પાસે એક બાંધકામ સાઇટ પર અચાનક જ જમીન ધસતા માટી નીચે મજૂરો ફસાયા હતા. જે બાદ તેમને ત્વરિત બચાવ કાર્ય કરી બહાર નીકાળવામાં આવ્યા.

 નાસિકના કુંભ મેળાની ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત લીધી

નાસિકના કુંભ મેળાની ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત લીધી

નાસિકના ત્રમ્બકેશ્વર નજીક ગોદાવરી નદી ખાતે યોજવામાં આવેલ કુંભ મેળાની શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત લીધી.

 દિલ્હીમાં ક્રોંગ્રેસીઓએ વ્યાપંમની અર્થી નીકાળી

દિલ્હીમાં ક્રોંગ્રેસીઓએ વ્યાપંમની અર્થી નીકાળી

મંગળવારે, બહુચર્ચિત વ્યાપંમ કૌભાંડના વિરોધ પ્રદર્શન માટે યુવા ક્રોંગ્રેસના કાર્યકરોએ અંતિમવિધિ નીકાળી સરકારને ત્વરિત પગલા લેવાની માંગ કરી.

મુંબઇમાં જ્યારે તેલનું ખાબોચિયું ભરાયું ત્યારે

મુંબઇમાં જ્યારે તેલનું ખાબોચિયું ભરાયું ત્યારે

મંગળવારે, મુંબઇમાં સેવરી અકસ્માત બાદ ટેન્કરમાંથી બહાર પડેલા તેલને એક છોકરા પાછું પીપમાં ભરી રહ્યો છે. ત્યારે રસ્તાને ચારે બાજુ બસ ખાલી તેલ જ તેલ છે.

ગુડગાંવ પહોંચી બજરંગી ભાઇજાનની ટીમ

ગુડગાંવ પહોંચી બજરંગી ભાઇજાનની ટીમ

મંગળવારે, ગુડગાંવમાં પોતાની આવનારી ફિલ્મ બજરંગી ભાઇજાનના પ્રમોશન માટે સલમાન ખાન સમેત કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દિકી, કબીર ખાન અને મિકા સિંગ સાથે અદનાન સામીએ લોકોનું મનોરંજન કર્યું.

અમિતાભ બચ્ચને બોલીવૂડ મર્ડર પુસ્તકનું પ્રમોચન કર્યું

અમિતાભ બચ્ચને બોલીવૂડ મર્ડર પુસ્તકનું પ્રમોચન કર્યું

મંગળવારે, મુંબઇમાં બોલીવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને બોલીવૂડ મર્ડર નામના એક પુસ્તકને લોન્ચ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X