15મી સંસદે હંગામો ઉભો કરવામાં નવો ઇતિહાસ રચ્યો

કોઇને કોઇ મુદ્દે સંસદમાં થતાં હંગામાની અસર સરકારના કામકાજ ઉપર પડવા લાગી છે. સંસદની કાર્યવાહી ખોરવાતા પેન્ડીંગ ખરડાઓની યાદી પણ સતત લાંબી થઇ રહી છે. હંગામાને કારણે સરકાર પેન્ડિંગ ખરડાઓને કાયદાનું રૂપ આપવામાં નિષ્ફળ નીવડે છે. વર્તમાન લોકસભાની સ્થિતિ જોતાં યુપીએ-2 સરકાર સૌથી ઓછા ખરડા પસાર કરનાર સરકાર તરીકે નામ નોંધાવી શકી છે.
યુપીએ-2 સરકારે વર્ષ-2012 સુધીમાં માત્ર 125 ખરડાઓને કાયદાકીય રૂપ આપ્યું છે. યુપીએ-1 સરકારે 248 ખરડાઓ પસાર કર્યા હતા. ગત સરકારની બરોબરી કરવા માટે વર્તમાન સરકારે આગામી સત્રમાં 123 ખરડા પસાર કરવા પડે. જે વર્તમાન સ્થિતિ જોતાં અસંભવ લાગે છે. હાલ સંસદમાં 86 ખરડા પેન્ડિંગ છે. 12 ખરડાને સંસદના એક ગૃહની મંજૂરી મળી ચૂકી છે. કેન્દ્ર સરકારના ખરડા પસાર કરવાના કાર્યમાં કોઇ સૌથી મોટો અવરોધ હોય તો તે સંસદ ઠપ્પ થવી છે.
છેલ્લા 25 વર્ષના ઇતિહાસને ધ્યાનમાં લઇએ તો 15મી લોકસભામાં સૌથી વધુ સમય બરબાદ થયો છે. છેલ્લા 4 વર્ષોમાં સંસદ 70% કરતાં પણ ઓછા સમયનો ઉપયોગ કરી શકી છે. 2જી સ્પેકટ્રમ મામલે હંગામાને કારણે સંસદના શિયાળુ સત્રમાં 124 કલાક બરબાદ થયા હતા. યુપીએ-2 સરકારમાં આ એક રેકોર્ડ છે. સંસદના વર્તમાન સત્રમાં પણ ઘણાં મહત્વના ખરડા પેન્ડિંગ છે. તેમાં ખાદ્ય સુરક્ષા અને જમીન અધિગ્રહણ અંગેનો ખરડો સામેલ છે.
ખાદ્ય સુરક્ષાને કોંગ્રેસ યુપીએ-1 સરકારની જેમ ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજના મુજબ 2014માં ચૂંટણીનો મુદ્દો બનાવવા ઇચ્છે છે પરંતુ વર્તમાન સત્રમાં અડચણો જોતાં તે પસાર થાય તેવી શકયતા ઓછી છે.
સંસદમાં કામકાજનાં લેખા જોખા ધ્યાને લઇએ તો 12 માર્ચથી 22 મે, 2012ના 10માં સત્રમાં 187 કલાક 36 મિનિટ કામ થયું જેની સામે 48 કલાક 42 મિનિટ હંગામામાં બરબાદ થયા હતા. જ્યારે 8 ઓગષ્ટથી 7 સપ્ટેમ્બ, 2012ના 11માં સત્રમાં 24 કલાક 22 મિનિટ કામકાજ થયું. જ્યારે 77 કલાક 51 મિનિટ બરબાદ થયા. 22 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2012નાં 12માં સત્રમાં 61 કલાક 45 મિનિટ કામકાજ થયું જેની સામે 59 કલાક 07 મિનિટ બરબાદ થઇ. 15મી લોકસભાનાં છઠ્ઠા સત્રમાં માત્ર 7 કલાક 35 મિનિટ સંસદની કાર્યવાહી ચાલી સત્રના 124 કલાક 40 મિનિટ હંગામાની ભેટ ચઢી ગયા. કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં 94 ખરડા પસાર કરવા ઇચ્છતી હતી પરંતુ માત્ર 22 ખરડા જ પસાર થઇ શકયા.
વધુમાં 13મી લોકસભા (1999-2004)માં 297 ખરડા પસાર થયા હતા. 14મી લોકસભા (2004-2009)માં 248 ખરડા પસાર થયા હતા જેની સામે 15મી લોકસભામાં માત્ર 125 ખરડા પસાર થઇ શકયા છે. વર્તમાન 15મી લોકસભા (2009થી 2012 સુધી) સરકાર માટે સૌથી વધુ મુશ્કેલ સાબિત થઇ છે. ચર્ચાની સંખ્યામાં પણ 15મી લોકસભા (ડિસેમ્બર 2012 સુધી) માત્ર 34 થઇ છે તેમાં પણ બે અધુરી છે. 13મી લોકસભામાં તે સંખ્યા 59 અને 14મી લોકસભામાં 55 હતી.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે?







Click it and Unblock the Notifications
