For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી ક્યાં છે સારા દિવસો?

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધી ક્યાં છે સારા દિવસો?

રાહુલ ગાંધી ક્યાં છે સારા દિવસો?

છત્તીસગઢની યાત્રા દરમિયાન મોદી સરકાર પર નિશાનો સાંધતા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી કહે છે વિકાસની વાતો કરે છે પણ વિકાસ ક્યાંય દેખાતો નથી. સારા દિવસોની વાતો કરે છે પણ શું સારા દિવસો આવ્યા?. તેમણે કહ્યું કે આદિવાસીઓએ તેમની જમીન, જંગલી આપી દીધા પણ વિકાસ ખાલી ઉદ્યોગપતિઓનો થયો.

NSUIના કાર્યકર્તાઓએ સુષ્માના ઘર સામે કર્યું વિરોધ પ્રદર્શન

NSUIના કાર્યકર્તાઓએ સુષ્માના ઘર સામે કર્યું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના ઘરની સામે NSUIના કાર્યકર્તાઓએ તેમના રાજીનામાની માંગ સાથે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. પોલિસે પાણીના સેલ છોડી ભીડને ભાંગી. નોંધનીય છે કે લલિત મોદીના વિવાદ માટે આ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ

આજથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ

આજથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાના પહેલા જૂથને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આજે લીલી ઝંડી આપી. વધુમાં તેમણે ચીનનો આભાર માનતા કહ્યું કે ચીને જે નાથુલા દ્વાર ખુલ્લો કર્યો છે તેનાથી ભારતીય યાત્રીઓને ધણી રાહત રહી છે. જો કે સુષ્માએ આ પ્રસંગે લલિત મોદીના વિવાદ પર કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.

અલ્હાબાદમાં રહેણાંક વિસ્તારમાં પડ્યું જૈગુઆર વિમાન

અલ્હાબાદમાં રહેણાંક વિસ્તારમાં પડ્યું જૈગુઆર વિમાન

આજે સવારે 7 વાગ્યાની આસપાસ અલ્હાબાદમાં ભારતીય વાયુ સેનાનું જૈગુઆર વિમાન રહેણાંક વિસ્તારમાં અકસ્માતગ્રસ્ત થયું. જો કે આ દુર્ધટનામાં બન્ને પાયલટો સહી સલામત છે.

સુષ્મા મામલે લલિત મોદીએ તોડી ચુપ્પી

સુષ્મા મામલે લલિત મોદીએ તોડી ચુપ્પી

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ મામલે પહેલી વાર પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ પોતાની ચુપ્પી તોડી. લલિત મોદીએ કહ્યું કે દેશના લોકોને મારા અને સુષ્મા સ્વરાજના મામલે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મને કોઇ પણ કોર્ટે ભગોડો જાહેર નથી કર્યું. વધુમાં તેમણે કહ્યું કે એક સમયે સુષ્માએ પોતે મારી ઉપર કાર્યવાહી કરવાનું કહ્યું હતું.

લલિત મોદીના વકીલે આપ્યું નિવેદન

લલિત મોદીના વકીલે આપ્યું નિવેદન

તો બીજી તરફ ભારતમાં પણ લલિત મોદીના વકીલે સોમવારે પ્રેસકોન્ફર્ન્સ યોજીને આ મામલે સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું લલિત મોદી પર લગાવેલા તમામ આરોપ ખોટા છે. વધુમાં તેમણે કહ્યું કે ઇન્ટરપોલે લલિત મોદીને કોઇ બ્લુ નોટિસ નથી આપી.

રાહુલે કહ્યું મોદીને, મોદીનો ટેકોનો છે

રાહુલે કહ્યું મોદીને, મોદીનો ટેકોનો છે

છત્તીસગઠની બે દિવસની યાત્રા હેઠળ બિલાસપુર પહોંચેલા ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ એવા રાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે સુષ્મા તો એક જૂનિયર મંત્રી છે. મૂળ મુદ્દે લલિત મોદીને, નરેન્દ્ર મોદીનો સપોર્ટ છે. વધુમાં તેમણે લલિત મોદીના કાળા ધનનું પ્રતીક ગણાવ્યું.

ભાજપે કહ્યું ક્રોંગ્રેસ તસવીરોની રાજનીતિ રમે છે.

ભાજપે કહ્યું ક્રોંગ્રેસ તસવીરોની રાજનીતિ રમે છે.

સોમવારે કેન્દ્રિય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફર્ન્સ યોજી સુષ્મા મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે ક્રોંગ્રેસ તસવીરોની રાજનીતિ રમવા માંગે છે. નોંધનીય છે કે ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ સુષ્મા અને લલિત મોદીની એક તસવીર પર ટિપ્પણી કરી હતી. જે ખરેખરમાં વર્ષ 2010માં લેવામાં આવી હતી.

પત્રકાર હત્યાકાંડ: શિવપાલે કહ્યું તપાસ બાદ જ કોઇ કાર્યવાહી થશે

પત્રકાર હત્યાકાંડ: શિવપાલે કહ્યું તપાસ બાદ જ કોઇ કાર્યવાહી થશે

ઉત્તરપ્રદેશમાં એક પત્રકારને જીવતો સળાગી દીધા બાદ તેની મૃત્યુ થતા સમાજવાદી પાર્ટીની મુશ્કેલી વધી ગઇ છે. આ પર મીડિયા જ્યાં દોષી નેતાઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે ત્યાંજ કેન્દ્રિય રાજ્ય પ્રધાન શિવપાલ યાદવે સ્પષ્ટતા આપી છે કે આ મામલાની યોગ્ય તપાસ કર્યા બાદ જ કોઇ મંત્રી કે નેતાને હટાવામાં આવશે.

નેસ્લેએ 320 કરોડની મેગીને નષ્ટ કરી

નેસ્લેએ 320 કરોડની મેગીને નષ્ટ કરી

ભારતમાં દેશવ્યાપી પ્રતિબંધ લાગ્યા બાદ નેસ્લેએ 320 કરોડ રૂપિયાનો સ્ટોક નષ્ટ કર્યો. નેસ્લે દેશભરમાંથી પોતાનો સ્ટોક પાછો ખેંચી તેને નષ્ટ કર્યો છે.

નકલી ડિગ્રી મામલે તોમરની રિમાન્ડ વધી

નકલી ડિગ્રી મામલે તોમરની રિમાન્ડ વધી

નકલી ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાનૂન મંત્રી જિતેન્દ્ર સિંહ તોમરની મુશ્કેલીઓ વધી છે. કોર્ટે 19 જૂન સુધી તોમરની પોલિસ રિમાન્ડ વધારી દીધી છે.

મોદીના નામ પર જ ભાજપ, બિહારમાં ચૂંટણી લડશે

મોદીના નામ પર જ ભાજપ, બિહારમાં ચૂંટણી લડશે

કેન્દ્રિય પ્રધાન અને બિહારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેવા અનંત કુમારે આજે જાહેરાત કરી કે ભાજપ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસના મુદ્દે ચૂંટણી લડશે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ બિહારમાં નિતિશ અને લાલુના જંગલરાજનો અંત લાવશે.

ઉત્તરાખંડ હોનારતને બે વર્ષ થયા

ઉત્તરાખંડ હોનારતને બે વર્ષ થયા

સોમવારે, ઉત્તરાખંડ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો કૈદારનાથમાં મળ્યા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિધવા અને અનાથ બાળકોએ આ હોનારતના બીજા વર્ષે, સાથે મળીને તેમના સ્વજનોની આત્મા માટે પ્રાર્થના કરી.

આંતરાષ્ટ્રિય યોગ દિવસની તૈયારીઓ

આંતરાષ્ટ્રિય યોગ દિવસની તૈયારીઓ

21મી જૂને થનારા આંતરાષ્ટ્રિય યોગ દિવસની તડામાર તૈયારીઓ હાલ દિલ્હીમાં ચાલી રહી છે. ત્યારે દિલ્હીના રેઇસેના હિલ ખાતે વર્કરો તેના પોસ્ટર લગાવી રહ્યા છે.

વરસાદમાં ક્રિકેટની મઝા

વરસાદમાં ક્રિકેટની મઝા

સોમવારે, મુંબઇના આઝાદ મેદાનમાં કેટલાક લોકો વરસતા વરસાદમાં ક્રિક્રેટ રમવાની મઝા માણી રહ્યા હતા. ત્યારે કેચ પકડવા જતી વખતે આ લાક્ષણિક ફોટો ખેંચવામાં આવ્યો હતો.

NCP નેતા છગન ભુજબળના ઘર-ઓફિસ પર ACBનો છાપો

NCP નેતા છગન ભુજબળના ઘર-ઓફિસ પર ACBનો છાપો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા છગન ભુજબળના ઘર અને ઓફિસ પર આજે ભષ્ટ્રાચાર નિરોધક શાખા એટલે કે ACBએ છાપો માર્યો.

સુષ્મા પર ભાજપે એકઅવાજમાં કહ્યું આરોપો ખોટા છે

સુષ્મા પર ભાજપે એકઅવાજમાં કહ્યું આરોપો ખોટા છે

કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી આજે સુષ્મા સ્વરાજના પક્ષમાં ઊતર્યા. તેમણે કહ્યું કે સુષ્મા સ્વરાજ પર લગાવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. વધુમાં તેમણે કહ્યું કે સુષ્માએ આ કામ ભલાઇના ઇરાદે કર્યું છે. અને અમને તેમને લઇને કોઇ સંદેહ નથી.

English summary
16 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X