18 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 મેથી લાગશે વેક્સીન, આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો
18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સીન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે બુધવારથી શરૂ થઈ રહી છે. જાણો આખી પ્રક્રિયા.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના બધા નાગરિકોને વેક્સીન લગાવવાનુ એલાન કર્યુ છે. વેક્સીન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે બુધવારથી શરૂ થઈ રહી છે. આજે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે.

ક્યાં કરશો રજિસ્ટ્રેશન
18 વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ નાગરિક જેણે હજુ સુધી વેક્સીન નથી લગાવી તે http://cowin.gov.in આરોગ્ય સેતુ એપ અને ઉમંગ એપ પર જઈને પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ધ્યાન રાખો કે રજિસ્ટ્રેશન થયા બાદ જ તમને કોરોના વેક્સીન લાગશે. જો કે વેક્સીનને સાચા સમયે અને ઝડપથી લગાવવી તે રાજ્ય સરકારની તૈયારીઓ પર નિર્ભર કરશે કારણકે આટલી મોટી વસ્તીને વેક્સીન લગાવવા માટે રાજ્ય સરકારોએ સરકારી કોવિડ કેન્દ્રો અને પ્રાઈવેટ કેન્દ્રો તૈયાર કરવા પડશે. અત્યાર સુધી માત્ર 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી રહી હતી પરંતુ દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા હવે 18 વર્ષથી વધુ ઉંમરના બધા નાગરિકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવશે.
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
- સૌથી પહેલા http://cowin.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરો.
- જ્યારે તમે પર રજિસ્ટ્રેશન કરશો તો તમારે સૌથી પહેલા પોતાના મોબાઈલ નંબરથી લૉગ ઈન કરવાનુ રહેશે.
- ત્યારબાદ પર 'GET OTP' પર ક્લિક કરવાનુ રહેશે.
- ઓટીપી નાખ્યા બાદ તમારી સામે વેક્સીન માટે રજિસ્ટ્રેશન પેજ ખુલી જશે જેમાં તમારે જરૂરી બધી માહિતી ભરવાની રહેશે.
- માહિતી ભર્યા બાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનુ રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ તમને મોબાઈલ પર રજિસ્ટ્રેશનની પુષ્ટિનો મેસેજ આવશે.
- રજિસ્ટ્રેશન થયા બાદ તમે શિડ્યુલ અપોઈન્ટમેન્ટ પર ક્લિક કરીને વેક્સન માટે અપોઈન્ટમેન્ટ લઈ શકો છો.
- આ ઉપરાંત આરોગ્ય સેતુ એપ પર પણ તમે વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.તમે પ્લે સ્ટોર એપથી પોતાના મોબાઈલમાં આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરીને વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.












Click it and Unblock the Notifications
