For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19 વર્ષીય છાત્રાની રેપ બાદ હત્યા, ઘરમાં ઘૂસીને આરોપીએ ઘટનાને આપ્યો અંજામ

બીએસસીની 19 વર્ષીય છાત્રાનુ શબ તેના ઘરમાં પડેલી મળી આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મેનપુરીઃ બીએસસીની 19 વર્ષીય છાત્રાનુ શબ તેના ઘરમાં પડેલી મળી આવ્યુ છે. પરિવારજનોનો આરોપ છે કે ગામના યુવકે ઘરના ઘૂસીને છાત્રા સાથે રેપ કર્યો અને પછી તેની હત્યા કરી દીધી. ઘટનાને એ વખતે અંજામ આપવામાં આવ્યો જ્યારે પીડતા ઘરમાં એકલી હતી. આ ઘટનાને અંજામ આપીને આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો. વળી, ઘટનાની સૂચના પર પહોંચેલી પોલીસે શબના કબ્જામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધુ છે.

rape

આ ઘટના મેનપુરી જિલ્લાના ભોગાંવ પોલિસ સ્ટેશનની છે. મીડિયા રિપોર્ટસ મુજબ જે વખતે બીએસસીની બીજા વર્ષની છાત્રા સાથે ઘટનાને અંજામ આપવામાં આવ્યો એ વખતે તે ઘરમાં એકલી હતી. પીડિતાના પિતા બટાકા ખરીદવા માટે મેનપુરી ગયા હતા અને મા દવા લેવા માટે આગ્રા ગઈ હતી. પીડિતાની નાની બહેન કોચિંગમાં ભણવા માટે ભોગાંવ ગઈ હતી. નાની બહેને જણાવ્યુ કે જ્યારે તે કોચિંગમાંથી પાછી આવી ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો ત્યારે 20 વર્ષના આરોપી પુષ્પેન્દ્રએ દરવાજો ખોલ્યો અને તે ભાગી ગયો.

ત્યારબાદ હું ઘરની અંદર ગઈ તો દીદીનુ શબ પડ્યુ હતુ. બહેનનુ શબ જોઈને તેની ચીસ નીકળી ગઈ. ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસને સૂચના આપી. સૂચના બાદ ઘટના સ્થળે ભારે પોલીસ દળ સાથે એસપી કમલેશ દીક્ષિત પણ પહોંચી ગયા. ડૉગ સ્કવૉડ અને ફૉરેન્સિક એક્સપર્ટની ટીમ પણ બોલાવી લેવામાં આવી. આ દરમિયાન ફૉરેન્સિક ટીમે ઘટના સ્થળે પુરાવા એકઠા કરીને શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધુ.

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ગામમાંથી ભાગી ગયો. એસપી કમલેશ દીક્ષિતે જણાવ્યુ, 'પીડિતાના પિતાએ પોતાની દીકરી સાથે રેપ અને હત્યાનો આરોપ લગાવીને આરોપી પુષ્પેન્દ્ર સામે એફઆઈઆર નોંધાવી છે. આરોપીની ધરપકડ માટે પોલીસ ટીમે તેમના ઘર અને સંભવિત જગ્યાઓ રેડ કરી પરંતુ હજુ તે ફરાર છે.' એસપીએ આશ્વાસન આપીને કહ્યુ કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. હાલમાં શબને કબ્જામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે.

English summary
19 year old BSC student raped and murdered in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X