ભારે વરસાદથી બંગાળ, મણિપુર, ઓડિશા બેહાલ, 60ના મોત

[સમાચાર] "ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભારે વરસાદથી બંગાળ, મણિપુર, ઓડિશા બેહાલ, 60ના મોત

ભારે વરસાદથી બંગાળ, મણિપુર, ઓડિશા બેહાલ, 60ના મોત

કોમેન તૂફાન બાદ પૂર તથા ભેખડ ધસવાના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મણિપુરમાં ખૂબ જ તબાહી મચી છે. આ ત્રણેય રાજ્યોમાં અત્યાર સુધી 60થી પણ વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.

બાલ હૃદય યોજનામાં 266 બાળકોના મોત

બાલ હૃદય યોજનામાં 266 બાળકોના મોત

છત્તીસગઢની રમણ સિંહ સરકાર પોતાની મહત્વાકાંક્ષી બાલ હૃદય યોજનાના માધ્યમથી પોતાના ઉદ્દેશ્યોમં સફળ તો રહી છે, પરંતુ હોસ્પિટલોની બેદરકારીના કારણે આ યોજનાની પ્રતિષ્ઠા ખરાબ કરવામાં કોઇ કસર બાકી નથી રાખી. આ યોજનામાં જોકે 5441 બાળકોની સફળ સારવાર થઇ જ્યારે 266 બાળકોના મોત થયા છે.

વ્યાપમ: સીબીઆઇમાં 587 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

વ્યાપમ: સીબીઆઇમાં 587 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

મધ્ય પ્રદેશના વ્યાવસાયિક પરીક્ષા મંડળ કૌભાંડની તપાસ કરી રહેલ કેન્દ્રીય તપાસ બ્યૂરોએ વર્ષ 2012માં થયેલી પીએમટીમાં ધાંધલીના મામલે 587 લોકો સામે પ્રાથમિકી દાખલ કરી લીધી છે.

કોંગ્રેસ હોબાળાની રાજનીતિ કરી રહ્યું છે: નાયડૂ

કોંગ્રેસ હોબાળાની રાજનીતિ કરી રહ્યું છે: નાયડૂ

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ શુક્રવારે જણાવ્યું કે સરકાર સંસદમાં જારી ગતિરોધને દૂર કરવા ઇચ્છે છે પરંતુ વિપક્ષને તો માત્ર હોબાળાની રાજનીતિમાં જ રસ છે.

ભારત-બાંગ્લાદેશ લેંડ ડીલ

ભારત-બાંગ્લાદેશ લેંડ ડીલ

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે આજે એક નવા અધ્યાયની શરૂઆત થઇ છે, શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 162 એક્લેવની અદલા-બદલીની સમજૂતી લાગુ થઇ ગઇ છે, જેને ભારતના ઐતિહાસિક પળ કહેવામાં આવ્યો છે.

કલામ એક પ્રેરણા હતા: બાન કી મૂન

કલામ એક પ્રેરણા હતા: બાન કી મૂન

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપી છે અને દુનિયાને આપેલી તેમની પ્રેરણાને સલામ કરી.

વરૂણ ગાંધી ફાંસીના વિરોધમાં

વરૂણ ગાંધી ફાંસીના વિરોધમાં

ભાજપા સાંસદ વરૂણ ગાંધી ફાંસીની સજાના વિરોધમાં ઉતરી આવ્યા છે. તેમણે ફાંસીની સજાને ખતમ કરવાની માંગ કરી છે. એક અંગ્રેજી લેખમાં તેમણે જણાવ્યું કે 75 ટકા ગરીબ અને નબળા લોકોને ફાંસીની સજા મળે છે.

યાકૂબની પત્નીને સાંસદ બનાવનાની માંગ કરનાર સપા નેતા સસ્પેન્ડ

યાકૂબની પત્નીને સાંસદ બનાવનાની માંગ કરનાર સપા નેતા સસ્પેન્ડ

આતંકી યાકૂબ મેમણની પત્ની રાહીનને સાંસદ બનાવવાની માંગ કરનાર નેતાને સમાજવાદી પાર્ટીએ પદ પરથી હટાવી દીધા છે. મુંબઇમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મોહમ્મદ ફારૂક ઘોસીએ તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

49 જીવતા બોમ્બ મળવાના કેસમાં ત્રણ સામે ચાર્જશીટ

49 જીવતા બોમ્બ મળવાના કેસમાં ત્રણ સામે ચાર્જશીટ

અમદાવાદમાં રથયાત્રા પહેલા 49 જીવતા બોમ્બ મળી આવ્યા હતા. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચે 150 પાનાથી પણ વધારેની ચાર્જશીટ મહંમદ ઇરફાન, એહઝાદ અહેમદ અને પ્યાર અલી વઢવાણીયાને આરોપી બનાવ્યા છે.

અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો રેલમાર્ગ શરૂ

અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો રેલમાર્ગ શરૂ

પૂરના પાણી ઓસરતા અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો રેલમાર્ગ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ધાંગધ્રા-ગાંધીધામ, વિજાપુર-આંબલિયાસણ, સામખિયાલી-ભચાઉ, અને ખેડબ્રહ્મા-હિંમતનગર વચ્ચેનો રેલવે વ્યવહાર શરૂ થઇ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X