ભીડે રેપ આરોપીઓને ચોકીમાંથી બહાર કાઢી રસ્તા વચ્ચે જીવતા સળગાવ્યા

Posted By:
Subscribe to Oneindia News

અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લાના તેજુમાં રેપ અને હત્યાના આરોપી બે વ્યક્તિને લોકોની ભીડે પોલીસ સ્ટેશનની બહાર કાઢીને મારી નાખ્યા. બંને યુવક પર 12 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો આરોપ હતો. આરોપીઓની ઓળખ સંજય સબર (30) અને જગદીશ લોહાર (25) બતાવવામાં આવી રહી છે. બંને પાડોશી રાજ્ય આસામથી અરુણાચલ પ્રદેશમાં ચાના બગીચામાં કામ કરવા માટે આવ્યા હતા.

નોર્થ ઈસ્ટમાં છેલ્લા 3 વર્ષમાં આ બીજો કેસ છે જેમાં લોકોની ભીડે આરોપીને મારી નાખ્યા હોય. વર્ષ 2015 દરમિયાન નાગાલેન્ડ ના દીમાપુર શહેરમાં ભીડ ઘ્વારા બળાત્કારના આરોપમાં કેન્દ્ર જેલમાં બંધ વ્યક્તિને બહાર લાવીને તેને મારી નાખવામાં આવ્યો હતો. ત્યારપછી ભીડ ઘ્વારા તેની લાશને શહેરના ચોક પર લટકાવવામાં આવી હતી.

ભીડ ઘ્વારા પોલીસ ચોકી પર હુમલો કરી આરોપીઓને બહાર કાઢ્યા

ભીડ ઘ્વારા પોલીસ ચોકી પર હુમલો કરી આરોપીઓને બહાર કાઢ્યા

પોલીસ ડીઆઈજી અપૂર બિટિન ઘ્વારા જણાવ્યા અનુસાર લગભગ 12 વાગ્યાની આસપાસ ઘણા લોકોની ભીડ ઘ્વારા પોલીસ ચોકી પર હુમલો કર્યો અને બંને આરોપીઓને પોતાની સાથે લઇ ગયી. ત્યારપછી તેમની મારી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ત્યારપછી બંને આરોપીઓની લાશ માર્કેટ વિસ્તારમાં જ ફેંકી દેવામાં આવી હતી.

નાની બાળકીની લાશ નગ્ન હાલતમાં ચાના બગીચામાં મળી

નાની બાળકીની લાશ નગ્ન હાલતમાં ચાના બગીચામાં મળી

નાની બાળકીની લાશ નગ્ન હાલતમાં તે ચાના બગીચામાં મળી જ્યાં આ બંને આરોપીઓ કામ કરતા હતા. બાળકીની લાશ મળ્યા પછી બંને આરોપી નાસી છૂટ્યા હતા. પોલીસ ઘ્વારા સર્ચ ઓપેરેશન ચલાવી બંને આરોપીઓને આસામથી પકડી લેવામાં આવ્યા હતા. પોલીસ સામે બંને આરોપી ઘ્વારા તેમનો ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો.

કોર્ટે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા

કોર્ટે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા

પોલીસે બંને આરોપીઓની પુછપરછ માટે તેમને તેજુ ચોકીમાં રાખ્યા હતા જેની માહિતી ત્યાંના લોકોને મળી ગયી. જોતજોતા માં ચોકીની સામે ઘણા લોકોની ભીડ ભેગી થઇ ગયી. ભીડે પોલીસ ચોકીમાં તોડફોડ કરીને બંને આરોપીઓને બહાર કાઢ્યા. ભીડ બંને આરોપીઓને મારતા મારતા રસ્તા વચ્ચે લાવી અને તેમને જીવતા સળગાવી દીધા.

જાંચ કરવા માટે આદેશ

જાંચ કરવા માટે આદેશ

મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ ઘ્વારા નાની બાળકી પર બળાત્કાર અને હત્યાને બર્બર અને અમાનવીય કૃત્ય ગણાવ્યું. ત્યાં જ ભીડ ઘ્વારા આરોપીઓને જીવતા સળગાવી દેવાની ઘટનાને પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી જાંચ કરવા માટે આદેશ આપ્યા. પોલીસ ઘટનાની જાંચ કરી રહી છે અને કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી આપતી.

English summary
An alleged rapist and murderer of a 5-year-old girl and his accomplice were beaten to death by a mob in Tezu town of Arunachal Pradesh on Monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.