ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

ભારતીય સીમ પર પાકિસ્તાન સતત તેની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું. ફરી એકવાર પંજાબના ફિરોઝપુરમાં ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય સીમ પર પાકિસ્તાન સતત તેની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું. ફરી એકવાર પંજાબના ફિરોઝપુરમાં ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પાકિસ્તાની નાગરિકો છે અને તેમની પાસેથી તેમનું આઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેમની પાસે પાકિસ્તાની પૈસા, બે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યું છે.

Pakistani nationals

બંને પાકિસ્તાની ભારતીય સીમમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. ખરેખર રવિવારે જયારે તેલુ માલ સીમા ચોકીના જવાન સામાન્ય પહેરો ભરી રહ્યા હતા તે દરમિયાન સાંજે લગભગ 5 વાગ્યે તેમની નજર આ બંને લોકો પર પડી. ત્યારપછી જવાનોએ તેમને ઘેરી લીધા. બંને પાકિસ્તાની નાગરિકોએ ભાગવાની કોશિશ કરી પરંતુ જવાનોએ તેમને પકડી લીધા. આ બંને લોકોની ધરપકડ કર્યા પછી જવાનોએ તેમની તલાશી લીધી ત્યારે ખબર પડી કે બંને પાકિસ્તાની નાગરિકો છે.

આ પણ વાંચો: ભારતની બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલ પાકિસ્તાની જાસૂસની ધરપકડ

આ બંને પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે તેઓ ક્યાં ઉદેશ સાથે ભારતીય સીમમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. ભારતીય સીમમાં દાખલ થવાના તેમના ઉદેશ વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી પરંતુ જે રીતે પાકિસ્તાની નાગરિકોની ભારતીય સીમા પર ધરપકડ કરવામાં આવી છે ત્યારપછી સેના એલર્ટ થઇ ચુકી છે અને તેમને ભારતીય સીમાઓ પર પહેરો વધારી દીધો છે. આ બંને પાકિસ્તાની નાગરિકો પાસેથી પાકિસ્તાની પૈસા, બે મોબાઈલ ફોન અને 1 પાકિસ્તાની સિમ કાર્ડ સહીત ચાર ફોટા પણ મળી આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X