આપ MLA: હાલ પેટાચૂંટણીની ઘોષણા ન કરવાનો દિલ્હી HCનો આદેશ
દિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે, સાથે જ કોર્ટે આગામી સુનવણી સુધી પેટા-ચૂંટણી અંગે સૂચના જાહેર કરવા પર પણ રોક લગાવી છે.
દિલ્હીમાં સત્તારૂઢ પક્ષશ આમ આદમી પાર્ટીના અયોગ્ય ઠરાવવામાં આવેલ 20 ધારાસભ્યોની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે, સાથે જ કોર્ટે આગામી સુનવણી સુધી પેટા-ચૂંટણી અંગે સૂચના જાહેર કરવા પર પણ રોક લગાવી છે. બુધવારે આ ધારાસભ્યોની અરજી પર સુનવણી કરતા કોર્ટે આ મામલે ચૂંટણી પંચ સહિત તમામ પક્ષો પાસે જવાબ માંગ્યો હતો. આ મામલે આગામી સુનવણી સોમવારે થશે.

આપના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની અરજી ચૂંટણી પંચે કરી હતી, જેની પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંજૂરીની મહોર મારી હતી. ત્યાર બાદ આ મામલે આપ પાર્ટી દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો, આપની અરજી પર બુધવારે હાઇકોર્ટમાં સુનવણી થઇ હતી. આ પહેલાં ઓફિસ ઓફ પ્રોફિટ મામલે આપ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી તેમના દ્વારા જ સોમવારે પરત ખેંચવામાં આવી હતી












Click it and Unblock the Notifications
