બસ અને ટ્રક વચ્ચે ટક્કર: 20ના મોત, 30 ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના નૌગાંવ પોલીસ મથકના વિસ્તારમાં મંગળવાર સવારે હરપાલ થી છત્તરપુર તરફ જઇ રહેલી બસ સામેથી સિમેન્ટ ભરીને આવેલા ટ્રક સાથે ટકરાઇ હતી. પૂરઝડપે આવી રહેલા ટ્રક સાથે બસની ટક્કર થતાં બસ ખીણમાં પડી ગઇ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 20 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં 13 પુરૂષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 30 લોકોની હાલત ગંભીર છે. બસમાં મુસાફરી કરેલા લોકોમાં મોટાભાગના મજૂરો હતા. મૃતકોના પરિવારજનોને 10-10 હજાર અને ઇજાગ્રસ્તોને પાંચ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
