For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2002 ગુજરાત કોમી રમખાણઃ બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત કોમી રમખાણ કેસમાં ગુજરાત સરકારને ગેંગરેપ પીડિતા બિલકિસ બાનુને 50 લાખ રૂપિયાનું વળતર આપવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત કોમી રમખાણ કેસમાં ગુજરાત સરકારને ગેંગરેપ પીડિતા બિલકિસ બાનુને 50 લાખ રૂપિયાનું વળતર આપવા માટે કહ્યુ છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી સાથે સાથે સરકારી આવાસ પણ આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે બાનુ સાથે 2002ના કોમી રમખાણો દરમિયાન સામૂહિક દુષ્કર્મ થયુ હતુ. તે સમયે તે ગર્ભવતી હતી.

supreme court

અદાલતે ગુજરાત સરકારને કહ્યુ કે પોતાને નસીબદાર સમજો કે અમે તમારી વિરુદ્ધમાં કોઈ ટિપ્પણી નથી કરી રહ્યા. પહેલા ગુજરાત સરકારે બિલકિસ બાનુને વળતર રૂપે 5 લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો જેને ફગાવી દેવામાં આવ્યો હતો. આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે વળતરની રકમ વધારીને દસ ગણી કરી દીધી છે.

આ પહેલા આ કેસમાં શુક્રવાર (29 માર્ચ) એ ગુજરાત સરકારે નિર્દેશ આપ્યા કે 2002ના બિલકિસ બાનુ કેસમાં દોષી જણાયેલા પોલિસ અધિકારીઓ સામે બે અઠવાડિયાની અંદર અનુશાસનાત્મક કાર્યવાહી કરો. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે ચાર મે 2017ના રોજ આઈપીસીની કલમ 218 (પોતાની ફરજનું પાલન ન કરવા) અને કલમ 201 (પુરાવા સાથે છેડછાડ) હેઠળ પાંચ પોલિસકર્મીઓ અને બે ડૉક્ટરોને દોષી ગણાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા કોમી રમખાણો દરમિયાન ત્રણ માર્ચ, 2002ને દાહોદ પાસે દેવગઢ બારિયા ગામમાં લોકોએ બિલકિસ બાનુ અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો. પરિવારના આઠ લોકોની હત્યા કરી દીધી હતી જેમાં ચાર મહિલાઓ અને ચાર બાળકો શામેલ હતા. જ્યારે છ સભ્યો ગાયબ થઈ ગયા હતા. એટલુ જ નહિ બિલકિસ બાનુનો રેપ પણ કરવામાં આવ્યો હતો જ્યારે તે ગર્ભવતી હતી. ત્યારે બિલકિસ બાનુની ઉંમર માત્ર 19 વર્ષની હતી. આ ઘટનામાં તેની 2 વર્ષની બાળકીની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 'ચોકીદાર ચોર છે' કેસમાં રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, મોકલી નોટિસઆ પણ વાંચોઃ 'ચોકીદાર ચોર છે' કેસમાં રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નથી સુપ્રીમ કોર્ટ, મોકલી નોટિસ

English summary
2002 Gujarat riots: Supreme Court orders Rs 50 lakh compensation to gangrape survivor Bilkis Bano
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X