2019 ની લોકસભા ચૂંટણી જવાનોના લાશો પર લડવામાં આવી-સત્યપાલ મલિક
પુલવામા હુમલામાં 40 થી વધુ જવાનોના મોતને લઈને છેલ્લા કેટલાક સમયથી સત્યપાલ મલિક કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. હવે જમ્મુ કાશ્મીરના પુર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એક વખત મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
સત્યપાલ મલિક પુલવામાં હુમલા માટે પહેલા પણ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે ત્યારે હવે તેમણે ફરીથી મોટુ નિવેદન આપ્યુ છે. સત્યપાલ મલિકે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી આપણા જવાનોની લાશો પર લડવામાં આવી હતી.

સત્યપાલ મલિક સતત પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે ત્યારે હવે તેમને ફરીથી આકરા પ્રહારો કર્યા હતા. સત્યપાલ મલિકે કહ્યું કે, જો પુલવામા હુમલાની તપાસ થઈ હોત તો તત્કાલીન ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડતુ. તે સમયે રાજનાથ સિંહ દેશના ગૃહમંત્રી હતા.
સત્યપાલ મલિકે અહી ફરી એ દાવો દોહરાવ્યો કે, તેમણે હુમલા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરી હતી, પરંતુ તેમણે મને ચૂપ રહેવા કહ્યું. રાજસ્થાનના અલવર જિલ્લાના બાંસૂરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે પીએમ મોદી અને સરકાર પર આ આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે આગળ મોટો આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી (લોકસભા ચૂંટણી 2019) આપણા જવાનોની લાશો પર લડવામાં આવી હતી અને કોઈ તપાસ ન કરાઈ. જો તપાસ થઈ હોત તો તત્કાલિન ગૃહમંત્રીને રાજીનામું આપવું પડતુ. ઘણા અધિકારીઓને જેલમાં જવું પડ્યું હોત અને મોટો વિવાદ ઊભો થયો હોત.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, સત્યપાલ મલિકે આ પહેલી વખત પુલવામા હુમલાને લઈને કેન્દ્ર અને મોદી સરકાર પર પ્રહારો નથી કર્યા, આ પહેલા તેમણે મોટા હુમલા કર્યા હતા. તેમના નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે.
સત્યપાલ મલિકે અદાણી મુદ્દે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમના દાવા મુજબ, અદાણીએ માત્ર ત્રણ વર્ષમાં ઘણી કમાણી કરી છે અને લોકોને પૂછ્યું છે કે શું તે અમીર બન્યા છે?
તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે અદાણીને 20000 કરોડ રૂપિયા મળ્યા અને સરકારને પૂછ્યું હતું કે તે ક્યાંથી આવ્યા? મલિકે ગંભીર આરોપ લગાવ્યો કે વડાપ્રધાન જવાબ આપી શક્યા નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
