For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાગઠબંધનને આંકડાની માયાજાળમાં ફસાવી રાખવા માંગે છે ભાજપ?

શું ખરેખર ભાજપ એકસાથે ચૂંટણી અંગે ગંભીર છે કે પછી તે કોઈ ચૂંટણી રણનીતિ હેઠળ અત્યારે આ અંગે વાતાવરણ બનાવી રાખવા માંગે છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં આમ તો 2019ની લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019 માં થવી જોઈએ પરંતુ આ અંગે વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે બની શકે કે ચૂંટણી જલ્દી કરાવી લેવામાં આવે કે પછી ઘણા રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરબદલ કરીને તેને એકસાથે કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાની વકીલાત કરી ચૂક્યા છે. જો કે ચૂંટણી કમિશને આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે હાલમાં તે સંભવ નથી અને આના માટે કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડશે. આ બધા છતાં ભાજપ આ અંગે સ્પષ્ટ છે કે તે દેશમાં એકસાથે ચૂંટણી ઈચ્છે છે.

હવે સવાલ એ છે કે શું ખરેખર ભાજપ આ અંગે ગંભીર છે કે પછી તે કોઈ ચૂંટણી રણનીતિ હેઠળ અત્યારે આ અંગે વાતાવરણ બનાવી રાખવા માંગે છે. શું ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિપક્ષી દળોને 2019 ની લોકસભા ચૂંટણીના સમય અંગે અસમંજસમાં રાખવા ઈચ્છે છે?

શું આ છે ચૂંટણી રણનીતિ?

શું આ છે ચૂંટણી રણનીતિ?

ભાજપ આ પણ સંદેશ આપી રહી છે કે તે ઓછામાં ઓછુ ભાજપ શાસિત રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2019ની સામાન્ય ચૂંટણી સાથે કરાવી શકે છે. પરંતુ હજુ બે દિવસ પહેલા જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએ શાસિત રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકમાં એ સંદેશ આપવામાં આવ્યો છે કે પક્ષે હવે ચૂંટણી મોડમાં આવી જવુ જોઈએ.

આ પણ વાંચોઃભીમા કોરેગાંવઃ શું છે નજરકેદ, ટ્રાંઝિટ રિમાન્ડ.. જેવા શબ્દોનો અર્થઆ પણ વાંચોઃભીમા કોરેગાંવઃ શું છે નજરકેદ, ટ્રાંઝિટ રિમાન્ડ.. જેવા શબ્દોનો અર્થ

આંકડાનો હશે ખેલ

આંકડાનો હશે ખેલ

સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં ભાજપના મોટા નેતૃત્વએ પોતાના બધા મુખ્યમંત્રીઓએ પોત પોતાના રાજ્યોમાં કેન્દ્રીય યોજનાઓને ક્રિયાન્વય વિશે બધા પ્રાસંગિક આંકડા ભેગા કરવાના નિર્દેશ આપી દીધા છે. તેમને એક ફોર્મ ભરવાનું છે જેમાં આનુ સમગ્ર વિવરણ આપવાનું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં સંપૂર્ણ સ્થિતિનું આંકલન કર્યુ છે.

કામ પૂરુ કરવાની ડેડલાઈન

કામ પૂરુ કરવાની ડેડલાઈન

સમાચાર એ પણ છે કે ભાજપના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સોંપાયેલા કામોને બને તેટલુ જલ્દી પૂરુ કરવાના નિર્દેશ આપ્યા છે. આના માટે ફેબ્રુઆરી 2019 ની ડેડલાઈન આપવામાં આવી છે. ત્યાં સુધી જણાવવામાં આવ્યુ છે કે કઈ યોજના કઈ તારીખે પૂરી થવી જોઈએ.

અમે ચૂંટણી માટે તૈયાર

અમે ચૂંટણી માટે તૈયાર

ભાજપે આ બેઠક બાદ એ પણ સંદેશ આપ્યો છે કે ભાજપ એપ્રિલ 2019 માં લોકસભા ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાર્ટી 2004 ની લોકસભા ચૂંટણીમાંથી પાઠ લઈને 2019 ની ચૂંટણીમાં ઝંપલાવવા માંગે છે. તે વખતે મોટાપાયે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન છતાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપ તેની ભૂલો રીપિટ કર્યા વિના નવી રણનીતિ હેઠળ ચૂંટણીમાં ઉતરવા માંગે છે. પાર્ટી કદાચ સમય પહેલા લોકસભા ચૂંટણી ના કરાવે પરંતુ તેમછતાં રાજકીય ગલીઓમાં આ અંગે અટકળોનું બજાર ગરમ છે. આ દરમિયાન, ‘વન નેશન, વન પોલ' પર ચર્ચા ચાલુ છે. પરંતુ વિપક્ષ આ અંગે એક ગૂંચવણની સ્થિતિમાં લાગી રહ્યુ છે અને કદાચ ભાજપ આ જ ઈચ્છે છે.

આ પણ વાંચોઃ એક પછી એક માનવાધિકાર કાર્યકર્તાઓને નજરબંધ કરવાનો સિલસિલો ચાલુઆ પણ વાંચોઃ એક પછી એક માનવાધિકાર કાર્યકર્તાઓને નજરબંધ કરવાનો સિલસિલો ચાલુ

English summary
2019 Lok Sabha polls: BJP wants to keep the grand opposition alliance against Modi in a whirlwind?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X