ઇસરોએ કર્યું ક્રાયોજેનિક એન્જીનનું સફળ પરીક્ષણ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઇસરોએ કર્યું ક્રાયોજેનિક એન્જીનનું સફળ પરીક્ષણ

ઇસરોએ કર્યું ક્રાયોજેનિક એન્જીનનું સફળ પરીક્ષણ

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠને સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત કરેલ ક્રાયોજેનિક એન્જીનનું આજે સફળ પરીક્ષણ કર્યું. ઇસરોએ આપેલી માહિતી મુજબ આ પરીક્ષણ 16 જુલાઇએ તમિલનાડુ સ્થિત મહેન્દ્રગિરી પ્રોપલ્સન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. વધુમાં આ એન્જિનની ડિઝાઇનથી લઇને તેના નિર્માણ કાર્યવાહી સંપૂર્ણપણે ભારતમાં જ થઇ છે.

રાજ્યસભા ચાર વાર સ્થગિત કરવામાં આવી, વિપક્ષનો હંગામો

રાજ્યસભા ચાર વાર સ્થગિત કરવામાં આવી, વિપક્ષનો હંગામો

દિલ્હીમાં આજે 11 વાગે લોકસભા અને રાજ્યસભામાં ચોમાસું સત્ર શરૂ થયું. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ લલિત મોદી વિવાદ મામલે વિપક્ષે જોરદાર હંગામો શરૂ કર્યો. જે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોના સહયોગની વાત કરી હતી અને આ કાર્યકાળમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાની વાત કરી હતી. જો કે વિપક્ષના હંગામાં બાદ રાજ્યસભાને 4 વાર સ્થગિત કરવી પડી.

કેજરીવાલ: સચવાતી ના હોય તો દિલ્હી પોલિસ અમને આપી દો

કેજરીવાલ: સચવાતી ના હોય તો દિલ્હી પોલિસ અમને આપી દો

મીનાક્ષી મર્ડર કેસ મામલે હવે દિલ્હી પોલિસ અને અરવિંદ કેજરીવાલ આમને સામને આવી ગયા છે. દિલ્હીમાં એક મીનાક્ષી નામની યુવતીએ જ્યારે તેના હેરાન કરતા યુવકો સામે લાલ આંખ કરી તો આ યુવકો તેની ચાકુના ઘા ઝંકી મારી નાંખી. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક બે મિનિટનો વિડિયો જાહેર કરી નરેન્દ્ર મોદીથી દિલ્હીની કાનૂન વ્યવસ્થા સુધારવાની વાત કરી છે. સાથે જ કહ્યું છે કે જો કેન્દ્રની પોલિસનું કામકાજ ના દેખાતું હોય તો અમને દિલ્હી પોલિસનો હવાલો આપી દો.

દિલ્હી પોલિસે આપ્યો કેજરીવાલને જવાબ

દિલ્હી પોલિસે આપ્યો કેજરીવાલને જવાબ

મીનાક્ષી મર્ડર કેસ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલિસ પાસે રિપોર્ટ માંગ્યો. જે બાદ સોમવારે દિલ્હી પોલિસ આયુક્ત ભીમસેન બસ્સી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા અને તેમને રિપોર્ટ સુપર કર્યો હતો. જો કે આ બેઠક બાદ બન્ને વચ્ચે વિવાદ વધ્યો હોય તેવું લાગી રહ્યું હતું. બહાર નીકળે પોલિસ આયુક્ત મીડિયાને કહ્યું હતું કે દિલ્હી પોલિસ કેન્દ્રને જવાબદાર છે દિલ્હી સરકારને નહીં.

કેજરીવાલે કહ્યું અન્યાયનો વિરોધ કરવો જોઇએ

કેજરીવાલે કહ્યું અન્યાયનો વિરોધ કરવો જોઇએ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયોના માધ્યમથી દિલ્હીમાં થયેલા મીનાક્ષી મર્ડર જેવી ધટનાઓને રોકવા અને લોકોને આ પ્રતિ જાગૃત કરવાની અપીલ કરી છે. આ વીડિયોમાં કહ્યું છે કે મહિલા પર થતા અન્યાયને જોઇને તમારે તેને પોતાની બહેન, પત્ની કે માં થઇ રહેલા અન્યાયના રૂપમાં તેને જોવા જોઇએ અને હિંમત બતાવીને આવી ધટનાઓને થતી રોકવી જોઇએ.

મુંબઇ ફરી થયું જળબંબાકાર

મુંબઇ ફરી થયું જળબંબાકાર

મુંબઇમાં ફરી એકવાર વરસાદે દસ્તક આપ્યા છે. પાછલા ત્રણ દિવસોથી અહીં ભારે વરસાદ પડવાના કારણે અનેક રહેણાક વિસ્તારમાં પાણી ભરાયા છે. અને ટ્રેક પર પાણી ભરાતા અનેક સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઇનોની ટ્રેનો આનાથી પ્રભાવિત થઇ છે. સાથે જ પાલઘર, બોઇસર, કલ્યાણ, અલાવા, અંધેરીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

સારાની મોત મામલે સીબીઆઇ તપાસ થશે

સારાની મોત મામલે સીબીઆઇ તપાસ થશે

સારા મર્ડર કેસ મામલે સીબીઆઇ તપાસની માંગ મુદ્દે યુપી સરકારે હામી ભરે છે. સમાજવાદી પાર્ટીના નેતા અમનમણિ ત્રિપાઠીની પત્ની સારાની મોતની તપાસ હવે રાજ્ય સરકાર સીબીઆઇને સોંપશે. નોંધનીય છે કે સારાની માં અને તેના પરિવારના અનુરોધ પર ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારે સહમતિ આપી છે.

યાકૂબ મેમનની ફાંસીની સજા મંજૂર

યાકૂબ મેમનની ફાંસીની સજા મંજૂર

સુપ્રિમ કોર્ટે આજે મુંબઇમાં થયેલા 1993ના બોમ્બ વિસ્ફોટના આરોપી એવા યાકૂબ મેમનની ક્યૂરેટિવ પેટિશન પર આજે સુપ્રિમ કોર્ટે સુનવણી કરી. કોર્ટે તેની ફાંસીની સજા જાળવી રાખી છે. નોંધનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ પણ તેની મૃત્યુ યાચિકા ઠુકરાવી ચૂક્યા છે. ત્યારે યાકૂબ મેમન પાસે બચવાનો આ છેલ્લો મોકો છે. જે પણ અસફળ જતા તેની ફાંસી હવે નક્કી છે.

યાકૂબ મેમનના પરિવારજનો તેને જેલમાં મળ્યા

યાકૂબ મેમનના પરિવારજનો તેને જેલમાં મળ્યા

મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટના આરોપી અને ફાંસીની સજાની રાહ જોઇ રહેલા યાકુબ મેમનનો દૂરનો ભાઇ ઉસ્માન મેમન સોમવારે નાગપુર જેલમાં તેને મળવા પહોંચ્યો.

તીસ્તાએ સીબીઆઇ સામે નિવેદન નોંધાવ્યું

તીસ્તાએ સીબીઆઇ સામે નિવેદન નોંધાવ્યું

સોમવારે, સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડે સીબીઆઇના તપાસ અધિકારીઓ સમક્ષ તેનું નિવેદન નોંધાવ્યું. તેની પર વિદેશી ફાળાની રકમની પોતાના ખાનગી ઉપયોગમાં ઉપયોગ કરવાનો આરોપ છે.

લેટર બોમ્બ પર શાંતા કુમારે આપી સફાઇ

લેટર બોમ્બ પર શાંતા કુમારે આપી સફાઇ

વ્યાપંમ અને લલિત મોદી મામલે હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે ભાજપના પ્રમુખ અમિત શાહને પત્ર લખીને જણાવ્યું કે વ્યાપંમ કૌભાંડ જેવા મામલાઓથી સરકારની ઇમેજ બગડી છે. જો કે આ લેટર સોશ્યલ મીડિયા પર વાયરલ થતા શાંતા કુમારે સ્પષ્ટતા આપી છે કે આ પત્ર ભૂલથી સાવર્જનિક થઇ ગયો છે જો કે તેમણે કહ્યું હતું કે પત્રમાં લખેલી તમામ વાતોનું તે સમર્થન કરે છે.

બેંગ્લૂરુંમાં જમીનમાંથી ભેદી ગેસ નીકળતા મચ્યો હડકંપ

બેંગ્લૂરુંમાં જમીનમાંથી ભેદી ગેસ નીકળતા મચ્યો હડકંપ

બેંગ્લૂરુ પાસે આવેલ અનેકલ તાલુકાના લક્ષ્મીપુરા લેન્ડફિલમાં જમીનમાંથી ગેસ નીકળતા ત્યાંના લોકોમાં હડકંપ મચી ગયો. BBMPના ડમ્પયાર્ડવાળા આ વિસ્તારમાં જમીન અને પાણીની અંદરથી આવો ગેસ નીકળી રહ્યો છે. અને પાણીની અંદરથી અજીબ રીતના પરપોટા નીકળી રહ્યા છે. ત્યારે આસપાસના ગામવાળા માટે આ એક આશ્ચર્યની વાત છે.

નરેન્દ્ર મોદીએ કર્યું એક ગુજરાતી પુસ્તકનું વિમોચન

નરેન્દ્ર મોદીએ કર્યું એક ગુજરાતી પુસ્તકનું વિમોચન

સોમવારે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરણ માઇરાના પુસ્તક "ગુજરાતના પ્રારંભિક હિંદુ મંદિરો"નું વિમોચન કર્યું. આ પ્રસંગે ગુજરાતના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન મહેશ શર્મા પણ હાજર રહ્યા હતા.

હૈદરાબાદમાં CPIMનું વિરોધ પ્રદર્શન

હૈદરાબાદમાં CPIMનું વિરોધ પ્રદર્શન

સોમવારે, હૈદરાબાદમાં ભાજપના ચાર મંત્રીઓ સ્મૃતિ ઇરાની, સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે અને પંકજા પર લાગેલા ભષ્ટ્રાચારના આરોપોનો વિરોધ કરવા માટે ડાબેરી પક્ષોએ કંઇક આ રીતે કર્યું વિરોધ પ્રદર્શન

મુંબઇમાં રેત મજૂરોએ કર્યું વિરોધ પ્રદર્શન

મુંબઇમાં રેત મજૂરોએ કર્યું વિરોધ પ્રદર્શન

સોમવારે, મુંબઇમાં રેત મજૂરોએ પોતાની વિવિધ માંગણીઓ સાથે થાણેની કલેક્ટર ઓફિસ આગળ કર્યું વિરોધ પ્રદર્શન.

ગુડગાંવમાં પેટ્રોલપંપ કર્મીઓ ઉતર્યા હડતાલ પર

ગુડગાંવમાં પેટ્રોલપંપ કર્મીઓ ઉતર્યા હડતાલ પર

સોમવારે, ગુડગાંવમાં ખાનગી પેટ્રોલ પંપ ઓપરેટરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા પેટ્રોલપંપ પર લોકોની મોટી કતાર જામી.

ઉજ્જૈનમાં મંદિરો ડૂબ્યા પાણીમાં

ઉજ્જૈનમાં મંદિરો ડૂબ્યા પાણીમાં

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા અનેક પ્રસિદ્ધ મંદિરો પાણીમાં ગરકાવ થયા છે. એટલું જ નહીં પ્રસિદ્ઘ મહાકાલેશ્વરના મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ભરાયા છે. જો કે તેમ છતાં પંડિતોએ મહાકાલની ભસ્મ આરતીને પાણીમાં ઊભા રહીને પૂર્ણ કરી.

જુનિયર બચ્ચને કહ્યું

જુનિયર બચ્ચને કહ્યું "ઓલ ઇઝ વેલ"

સોમવારે, મુંબઇમાં બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને આરિને રેડિયો મિર્ચના સ્ટૂડિયોની મુલાકાત લઇને તેમની આવનારી ફિલ્મ ઓલ ઇઝ વેલને પ્રમોટ કરી.

ધર્મશાળામાં દલાઇ લામાએ કરી લાંબા જીવન માટે પ્રાર્થના

ધર્મશાળામાં દલાઇ લામાએ કરી લાંબા જીવન માટે પ્રાર્થના

સોમવારે, ધર્મશાળામાં તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ લાંબા જીવનના એક પ્રાર્થના સત્રમાં ભાગ લીધો હતો.

દિલ્હીમાં ફ્રેશર વિદ્યાર્થીઓને અપાયા ગુલાબ

દિલ્હીમાં ફ્રેશર વિદ્યાર્થીઓને અપાયા ગુલાબ

સોમવારે, દિલ્હીમાં હંસરાજ કોલેજમાં ફ્રેશર વિદ્યાર્થીઓને આ કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ કંઇક આ રીતે ગુલાબ આપીને આવકાર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X