For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપની રેલીમાં ખેડૂતે કરી આત્મહત્યાની કોશિશ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આપની રેલીમાં ખેડૂતે કરી આત્મહત્યાની કોશિશ

આપની રેલીમાં ખેડૂતે કરી આત્મહત્યાની કોશિશ

દિલ્હીમાં આજે આપે વિશાળ કિસાન રેલી નીકાળીને જમીન સંપાદન બિલનો વિરોધ કર્યો. ત્યારે આ રેલીમાં એક ખેડૂતે ઝાડ પર લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે લોકોએ આ જોતા તેને ઝાડ પરથી નીચે ઉતારી હોસ્પિટલ લઇ ગયા. ત્યારે હાલ આ ખેડૂતની સ્થિતિ ગંભીર છે.

નેટ ન્યૂટ્રેલીટ પર બોલ્યા રાહુલ ગાંધી

નેટ ન્યૂટ્રેલીટ પર બોલ્યા રાહુલ ગાંધી

આજે સંસદના બજેટ સત્ર પર નેટ ન્યૂટ્રેલિટી પર ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ બીજેપી સરકારને આડે હાથે લેતા કહ્યું કે સરકાર ઉદ્યોગપતિઓના હાથે વેચાઇ ચૂકી છે. જો કે આ મામલે બીજેપીના રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલના તમામ આરોપો પોકળ છે.

બિહારમાં ચક્રવાતથી 32 લોકોની મોત

બિહારમાં ચક્રવાતથી 32 લોકોની મોત

બિહારાના ભાગલપુરના કોસી વિસ્તારમાં મોડી રાતે આવેલા તોફાન અને ચક્રવાતે 32 લોકોના જીવ લીધા. વધુમાં 80થી વધુ લોકો આ કુદરતી આફતમાં ગંભીર રીતે ધાયલ થયા છે. જાન માલને પણ નુક્શાન થતા સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

બીજેપીએ કહ્યું ક્રોંગ્રેસ છે

બીજેપીએ કહ્યું ક્રોંગ્રેસ છે "લૂટ-શૂટકેસની સરકાર"

ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી દ્વારા બીજેપીને "શૂટ બૂટની સરકાર" કહ્યા બાદ બીજેપીએ ક્રોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું છે કે ક્રોંગ્રેસ છે "લૂટ- શૂટ કેસની સરકાર". વધુમાં બીજેપી પ્રવક્તા સામબીત પાત્રએ કહ્યું કે ક્રોંગ્રેસે તેના શાસન દરમિયાન લોકોને લૂંટ્યા છે અને શૂટકેસો ભરી ભરી પોતાનો ફાયદો કર્યો છે. વધુમાં રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડતા સમબીત કહ્યું કે "અમે ક્રોંગ્રેસની ખુશી સમજી શકીએ છીએ આખરે 11 મહિના બાદ તેમના નેતા 15 મિનિટ તો કંઇક બોલ્યા."

શાંતિ ભૂષણ કહ્યું

શાંતિ ભૂષણ કહ્યું "કેજરીવાલ હીટલર છે"

આપનો આંતરીક કલહ બંધ થવાનું નામ નથી લેતો. પાર્ટીમાંથી નીકાળ્યા બાદ પ્રશાંત ભૂષણે જ્યાં અરવિંદ કેજરીવાલને "ખાપ" પંચાયત કહી તો બીજી તરફ પાર્ટીના સંસ્થાપક સદસ્ય શાંતિ ભૂષણે કેજરીવાલને "હીટલર" કહીને લોકોની માફી માંગી કે તે આ હીટલરને ઓળખી ના શક્યા.

ખ્વાજાજીને ચઢાવા મોદીએ મોકલી ચાદર

ખ્વાજાજીને ચઢાવા મોદીએ મોકલી ચાદર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લધુમતી અને સંસદીય બાબતોના રાજ્યપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીના હસ્તે ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીની દરગાહ પર ચઢાવા માટે એક ચાદર મોકલી. વધુમાં પોતાની ટ્વિટમાં મોદીએ કહ્યું કે ખ્વાજાજીએ હંમેશા તમામ કોમ માટે સદ્દભાવના અને ભાઇચારાની વાત કરતા હતા. નોંધનીય છે કે આ ચાદર આજે ખ્વાજાજીની દરગાહ પર ચઢશે.

મોદીએ કહ્યું

મોદીએ કહ્યું "લોકશાહીમાં રાજકીય હસ્તક્ષેપ જરૂરી છે"

મંગળવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિઝ ડે પર વિવિધ ક્ષેત્રમાં કામ કરતા સિવિલ સર્વન્ટને સંબોધ્યા. તેમણે કહ્યું કે અધિકારીઓએ એક ફાઇલ બની કે રોબેટ બનીને ના જીવવું જોઇએ તેમણે તેમના પરિવારને પણ ક્વોલિટી ટાઇમ આપવો જોઇએ.

રાંચી પાસે બસ દુર્ધટનામાં પાંચની મોત

રાંચી પાસે બસ દુર્ધટનામાં પાંચની મોત

રાંચી પાસે આવેલા ઇટકીમાં મંગળવારે બે બસો સામ સામે ટક્કરાતા ચાર મહિલાઓ અને એક બાળકની મોત થઇ ગઇ. અને 20 થી 25 લોકો ગંભીર રીતે ધાયલ થયા. સ્થાનિક લોકોએ આ દુર્ધટનામાં લોકોનો બચાવ કર્યો.

યમુનોત્રીના ફાટા ખોલાયા

યમુનોત્રીના ફાટા ખોલાયા

મંગળવારે, ઉત્તરકાશીમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે યમુનોત્રી ફાટક ખોલવાના એક સરધસમાં ભાગ લીઘો. અને માતાજીની પાલખી ઉંચકી ધન્યતા મેળવી.

ખેડૂતોની કફોડી સ્થિતિ

ખેડૂતોની કફોડી સ્થિતિ

જમ્મુના રણબીર સિંહ પુરામાં કમોસમી વરસાદ અને કારાના કારણે એક ખેડૂત પોતાના ખેતરમાં ધઉંનો ઉભો પાક કેવી રીતે બગડી ગયો છે તે બતાવી રહ્યો છે. નોંધનીય છે કે સમગ્ર ઉત્તર ભારતમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકનો ભરડો લીધો છે.

શિમલામાં વરસાદ

શિમલામાં વરસાદ

ઉત્તરભારમાં છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદ જ્યાં ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે ત્યાંજ શિમલામાં મંગળવારે વરસાદ પડતા શાળાના વિદ્યાર્થીઓ વરસાદની મઝા માણી રહ્યા છે.

જેબી પટ્ટનાયકને ભીની રેતની શ્રદ્ઘાજંલિ

જેબી પટ્ટનાયકને ભીની રેતની શ્રદ્ઘાજંલિ

પુરીમાં પ્રસિદ્ધ રેત કલાકાર સુદર્શન પટ્ટનાયક ઓરિસ્સાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જે બી પટ્ટનાયકનું શિલ્પ બનાવીને તેમને શ્રદ્ધાજંલિ આપી હતી.

ધોડે ચઢીને નહીં ઊંટે ચઢીને આવ્યા વરરાજા

ધોડે ચઢીને નહીં ઊંટે ચઢીને આવ્યા વરરાજા

ભોપાલમાં મંગળવારે અક્ષય તૃતીયાના ઉત્સવ પર યોજવામાં આવેલ એક સામુહિક લગ્ન સમારોહમાં પાલ જાતિના વરરાજાઓ ધોડે ચઢીને નહીં ઊંટે ચઢીને કન્યાઓને પરણવા આવ્યા.

સેવ અર્થ

સેવ અર્થ

મંગળવારે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં શાળાના બાળકોએ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે લોકોને કંઇક આ રીતે પૃથ્વીને બચાવાની અપીલ કરી.

અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી

અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી

મંગળવારે ચેન્નઇમાં અક્ષય તૃતીયાના શુભ અવસર પર એક મમ્મી તેની દિકરી માટે સોનું ખરીદી રહી છે. નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં આ દિવસે સોનું ખરીદવું શુભ મનાય છે.

"પેટા"નું અનોખુ અભિયાન

મંગળવારે મુંબઇના બાંદ્રામાં લોકોને શાકાહારી બનવાની અપીલ સાથે "પેટા"ના સમર્થકોએ કંઇક આ રીતે પ્રમોસન કર્યું.

English summary
22 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X