ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પહેલી વાર, પટનામાં મોદી અને નિતીશ જોવા મળ્યા એક જ મંચ પર

પહેલી વાર, પટનામાં મોદી અને નિતીશ જોવા મળ્યા એક જ મંચ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પટનાની અધિકૃત મુલાકાતે છે. જ્યાં તેમણે વેટનરી કોલેજ મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી અને 76 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ કૃષિ વૈજ્ઞાનિકો જોડે મોદીએ મુલાકાત પણ કરી. જો કે આ મુલાકાતમાં સૌથી અચરજની વાત તે હતી કે પહેલીવાર બે વિરોધીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નિતીશ એકી સાથે એક જ મંચ પર આજુબાજુ બેઠા હતા.

નરેન્દ્ર મોદીએ પટનામાં કહ્યું વિકાસની ગતિ તેજ કરવી પડશે

નરેન્દ્ર મોદીએ પટનામાં કહ્યું વિકાસની ગતિ તેજ કરવી પડશે

બિહારના પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશની બાજુમાં બેસીને બિહાર અને પટનાના લોકોને રિઝવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે સમય આવે બિહારને હું 50 હજાર કરોડથી પણ વધુનું પેકેજ આપીશ. વધુમાં તેમણે કહ્યું કે રાજકારણે બિહારનું નુક્શાન કર્યું છે. અને વિકાસ જ આ નુક્શાનનો એક માત્ર ઇલાજ છે. બિહારને બેરોજગારી, ગરીબી અને નિરક્ષરતાથી લડવું પડશે. હવે દિલ્હીમાં બેસીને યોજના બનાવવા દિવસો પૂર્ણ થયા.

નીતીશ કહ્યું મોદી જૂની યોજનાઓનું રિપેકેજીંગ કરે છે.

નીતીશ કહ્યું મોદી જૂની યોજનાઓનું રિપેકેજીંગ કરે છે.

જો કે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર કહ્યું કે મોદી ખાલી મોટી મોટી વાતો કરે છે. તે ખાલી જૂની યોજનાઓને રિપેકેજિંગ કરીને લોકો સામે મૂકી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે પીએમને ચૂંટણી પછી 14 મહિને બિહારની યાદ આવી છે.

અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પાસે વાદળ ફાટ્યૂ, બેના મોત

અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પાસે વાદળ ફાટ્યૂ, બેના મોત

પવિત્ર અમરનાથ ગુફાની યાત્રાના બેઝકેમ્પ ગણાતા બાલ્ટાલની પાસે જોજિલા ટાપ પર ગત રાતે વાદળ ફાટતા ભારે વરસાદ અને ભૂસ્ખલન થતા બે સગીરોની મોત થઇ છે અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વળી સાત જેવા લોકો ગુમ પણ થયા છે. જે બાદ સેના અને પોલિસે મળીને આ પૂરા વિસ્તારમાં અભિયાન ચલાવ્યું છે. વધુમાં લગભગ 1500 શ્રદ્ઘાળુઓ આ ધટનાના કારણે ત્યાં ફસાઇ ગયા છે.

ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા આપ નેતાઓ જશે બિહાર

ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા આપ નેતાઓ જશે બિહાર

બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાગ તો નથી લેવાની પણ પાર્ટીની ઉપસ્થિતિ નોંધાવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓનું એક જૂન બિહાર જશે. જેમાં દિલીપ પાંડેય નેતૃત્વ હેઠળ બિહાર જશે. અને તે લોકો ગામ ગામ ફરીને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરશે.

કારગિલ વિજય દિવસ પર જનરલ સુહાલે આપી શહિદોને શ્રદ્ધાજંલિ

કારગિલ વિજય દિવસ પર જનરલ સુહાલે આપી શહિદોને શ્રદ્ધાજંલિ

16માં કારગીલ વિજય દિવસ નિમિત્તે ભૂમિસેનાના જનરલ દલવીર સિંહ સુહાગે આજે જમ્મુ કાશ્મીરના દ્રાસ વિસ્તાર સ્થિત યુદ્ધ સ્મારકની મુલાકાત લઇને શહિદોને શ્રદ્ધાજંલિ અર્પી.

કૃષિ મંત્રી: પ્રેમપ્રસંગના કારણે આત્મહત્યા કરે છે ખેડૂતો

કૃષિ મંત્રી: પ્રેમપ્રસંગના કારણે આત્મહત્યા કરે છે ખેડૂતો

કુષિ મંત્રી રાધા મોહન સિંહે વિવાદિત બયાન આપતા કહ્યું છે કે પ્રેમ પ્રસંગ અને નપુંસકતાના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. નોંધનીય છે કે કૃષિ મંત્રીએ રાજ્યસભામાં પૂછલા એક સવાલના ઉત્તરમાં આ જવાબ આપ્યો છે.

ઝારખંડમાં નક્સલિયાઓએ 35 ટ્રક ફૂંક્યા

ઝારખંડમાં નક્સલિયાઓએ 35 ટ્રક ફૂંક્યા

ઝારખંડના બેરમો વિસ્તારમાં ખાસમહલ પરિયોજનાનું કામ સ્થગિત કરવા માટે નકસલિઓએ શુક્રવાર રાતે 30 થી 35 ડંપર અને ટ્રકોને આગ લવાગી લીધી.

ટ્રેવેલ દસ્તાવેજો માટે લલિત મોદીની ભલામણ નહતી કરી

ટ્રેવેલ દસ્તાવેજો માટે લલિત મોદીની ભલામણ નહતી કરી

લલિત મોદીની મદદ મામલે કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને સફાઇ આપતા કહ્યું છે કે તેણે લલિત મોદીના ટ્રાવેલ દસ્તાવેજો માટે ભલામણ નહતી કરી. વધુમાં તેણે કહ્યું કે તેણે બ્રિટનને ત્યાંના કાનૂન મુજબ નિર્ણય લેવાનું કહ્યું હતું. વધુમાં તેણે વિપક્ષ પર સંસદ ના ચલાવાનો પણ આરોપ લગાવ્યો હતો.

નાગપુર જેલમાં યાકુબની ફાંસીની તૈયારીઓ

નાગપુર જેલમાં યાકુબની ફાંસીની તૈયારીઓ

30 જુલાઇએ નાગપુર સેન્ટલ જેલ ખાતે બોમ્બે બોમ્બ બ્લાસ્ટના આરોપી એવા યાકુબ મેમણને ફાંસીની સજા આપવામાં આવશે. ત્યારે શુક્રવારે, જેલની સામે મીડિયાને રોકવા માટે કેદીઓ દ્વારા ખાસ અવરોધો બનાવવામાં આવી રહ્યા છે.

દ્રાસમાં કારગિલ વિજય દિવસની ઉજવણી

દ્રાસમાં કારગિલ વિજય દિવસની ઉજવણી

શુક્રવારે, ઓપરેશન વિજયની 16મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે જમ્મુ કાશ્મીરના દ્રાસ વિસ્તારમાં આર્મીના ડેરડેવિલ્સે મોટરસાયકલ સ્ટંટ કરીને લોકોને છક કરી દીધા.

દ્રાસમાં કારગિલ દિવસ નિમિત્તે પોલો મેચ રમાઇ

દ્રાસમાં કારગિલ દિવસ નિમિત્તે પોલો મેચ રમાઇ

શુક્રવારે, જમ્મુ કાશ્મીરના દ્રાસમાં ઓપરેશન વિજયની 16મી વર્ષગાંઠ નિમિત્તે સેનાના અધિકારીઓએ પોલોની મેચ રમી.

દિલ્હીમાં સ્વાતી માલવાની મળી એસિડ હુમલાની શિકાર મહિલાઓને

દિલ્હીમાં સ્વાતી માલવાની મળી એસિડ હુમલાની શિકાર મહિલાઓને

શુક્રવારે દિલ્હીમાં સ્વાતી માલવાની દિલ્હીમાં એસિડ હુમલાની ભોગ બનેલી મહિલાઓને મળી. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીની નેતા સ્વાતીને આપ દ્વારા દિલ્હી મહિલા આયોગની સચિવ બનાવવામાં આવી હતી. પણ દિલ્હીના ઉપરાજ્યપાલ નવાઝ જંગ તેના આ પદને નામંજૂર કર્યું છે.

બેંગ્લુરુમાં લિઝા રે કર્યું રેમ્પ વોક

બેંગ્લુરુમાં લિઝા રે કર્યું રેમ્પ વોક

શુક્રવારે, બેંગ્લુરુમાં જાણીતી મોડેલ અને અભિનેત્રી લિઝા રેએ બેંગ્લોર ફેશન વિક 2015ના કાર્યક્રમ હેઠળ રેમ્પ વોક કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X