Covid-19 Vaccine: 26000 સ્વયંસેવકો પર થશે ભારત બાયોટેકની રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ
Covid-19 Vaccine: 26000 સ્વયંસેવકો પર થશે ભારત બાયોટેકની રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ
હૈદરાબાદઃ કોરોના મહામારીની વચ્ચે એક આશાની કિરણ જોવા મળી રહી છે. કેટલીય કંપનીઓ કોરોના વેક્સીનના પરીક્ષણમાં લાગી છે પરંતુ તેમાની એક ભારત બાયોટેકને કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી ચૂકી છે. ભારત બાયોટેકના પહેલા તબક્કાના અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટના એનાલિસિસ બાદ ત્રીજા તબક્કાનું ટ્રાયલ આરંભવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં 26000 સ્વંયસેવકો ભાગ લેશે, એટલે કે 26000 કોરોના સંક્રમિતો પર આ રસીનું પરીક્ષણ કરવામાં આવશે.

પહેલા અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની વચગાળાની પૂર્ણતા બાદ ભારત બાયોટેકને DCBI તરફથી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ યોજવાની મંજૂરી મળી ગઈ છે. ભારતભરના 25 કેન્દ્ર પર કુલ 26000 સ્વયંસેવકો પર આ વેક્સીનનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે. ભારત બાયોટેક તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) સાથેના કોલોબ્રેશનમાં ભારત બાયોટેક દ્વારા Covaxin કોરોના વેક્સીન બનાવવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ કંપનીએ 2 ઓક્ટોબરના રોજ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા પાસેથી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી માગી હતી.
જણાવી દઈએ કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ભારત બાયોટેકને જુલાઈ મહિનામાં પહેલા તબક્કાનું અને બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ યોજવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
