For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,553 નવા કેસ નોંધાયા, 284 દર્દીના મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે, જ્યારે 9,249 લોકો સાજા પણ થયા છે. નવા કેસ આવ્યા બાદ ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસ વધીને 12,2801 થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે, જ્યારે 9,249 લોકો સાજા પણ થયા છે.

નવા કેસ આવ્યા બાદ ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસ વધીને 1,22,801 થઈ ગયા છે અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,81,770 થઈ ગયો છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 1,45,44,13,005 લોકો કોરોનાની રસી આપવામાં આવી હતી.

ઘણા રાજ્યોમાં ઘણી વસ્તુઓ પર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા

ઘણા રાજ્યોમાં ઘણી વસ્તુઓ પર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા

ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા અને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણેશનિવારના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે, અસ્થાયી હોસ્પિટલ્સ બનાવો અને દરેક જિલ્લામાંકંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરો. તો તે જ સમયે, દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ઘણી વસ્તુઓ પર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસનો અંત આવ્યો નથી

કોરોના વાયરસનો અંત આવ્યો નથી

તો બીજી તરફ WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ખૂબજ સાવચેતી અને સતર્ક રહેવાની જરૂર છે. નવા પ્રકારો સામે રસીકરણ એ એકમાત્ર અસરકારક શસ્ત્ર છે, તેથી શક્ય તેટલી વહેલી તકે રસી લો.

દરેકના મનમાં આ વાતસ્પષ્ટપણે હોવી જોઈએ કે, કોરોના વાયરસનો અંત આવ્યો નથી અને દરેકે સતર્ક રહેવાની જરૂર છે. જો લોકો બેદરકાર રહેશે તો ફરી એકવાર સ્થિતિ વિકટ બની શકે છે.

ચિંતા કરવાની જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર છે

ચિંતા કરવાની જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું છે કે, ઓમિક્રોન વિશે ચિંતા કરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર છે. તેમણે જાહેરાત કરી કે, 3 જાન્યુઆરી, 2022થી 15 થી 18વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથીપીડિત વૃદ્ધોને ડોકટર્સની સલાહ પર કોરોના રસીના સાવચેતી ડોઝ આપવામાં આવશે.

યોગ્ય છે સરકારનો નિર્ણય

યોગ્ય છે સરકારનો નિર્ણય

વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ આરોગ્ય વિભાગના લોકો અને ડોક્ટર્સે જણાવ્યું છે કે, આ દિશામાં એક પગલું ભરવામાં આવ્યું છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલનાબાળરોગ નિષ્ણાત ડૉ. ધીરેન ગુપ્તાએ જણાવ્યું કે, સરકારે સાચી વાત કહી છે, તે ખૂબ જ સારું પગલું છે.

English summary
27,553 new cases of corona were reported in the country, 284 patients died In the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X