ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદી ક્રોધની વિચારધારામાં માને છે: રાહુલ ગાંધી

મોદી ક્રોધની વિચારધારામાં માને છે: રાહુલ ગાંધી

ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર છે. જ્યાં ગુજરાતમાં ભડકેલી હિંસા પર મોદી પર સકંજો કસતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી ક્રોધની વિચારધારા રાખે છે. ક્રોધથી ખેડૂતો અને ગરીબોનો ફાયદો નહીં થાય ખાલી મોદીનો જ ફાયદો થશે. વધુમાં કાશ્મીર અંગે બોલતા કહ્યું છે દેશની સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં પડી ગયા છે.

શ્રીનગરમાં સુરક્ષાબળોએ એક આતંકીને જીવતો પકડી પાડ્યો

શ્રીનગરમાં સુરક્ષાબળોએ એક આતંકીને જીવતો પકડી પાડ્યો

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને એક મોટી સફળતા મળી છે. નાવેદ બાદ શ્રીનગરમાંથી સુરક્ષાબળોએ એક અન્ય આતંકીને જીવતો પકડી પાડ્યો છે. નોંધનીય છે કે રાફિયાબાદ એન્કાઉન્ટર વખતે આ આતંકીને પકડવામાં લશ્કરને સફળતા મળી છે. નોંધનીય છે કે આજ સવારથી અહીંની એક ગુફામાં 4-5 આતંકીઓ છુપાયેલા છે તેવી બાતમીના આધારે લશ્કર અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું હતું. જેમાં બે આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે. જ્યારે એકને જીવતો પકડવામાં લશ્કરને સફળતા મળી છે.

184 જિલ્લામાં સ્વાસ્થની સુવિધાઓ સુધારવામાં આવશે: નરેન્દ્ર મોદી

184 જિલ્લામાં સ્વાસ્થની સુવિધાઓ સુધારવામાં આવશે: નરેન્દ્ર મોદી

આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "ગ્લોબલ કોલ ટૂ એક્શન સમિટ 2015" નું ઉદ્ધાટન કર્યું. જેમાં ગર્ભવતી માતાના સ્વાસ્થય માટે તથા નવજાત શિશુના મૃત્યુ આંકને ધટાડવા માટે મોદીએ 184 જિલ્લામાં સ્વાસ્થય સુવિધાઓ સુધારવાની જાહેરાત કરી છે.

સ્માર્ટ સિટી માટે દેશના 98 શહેરાના નામોની થઇ જાહેરાત

સ્માર્ટ સિટી માટે દેશના 98 શહેરાના નામોની થઇ જાહેરાત

કેન્દ્ર સરકારે આજે સ્માર્ટ સિટીમાં જોડાનારા 98 શહેરોની જાહેરાત કરી. કેન્દ્રિય શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડૂએ આ જાહેરાત કરી હતી. આ યોજનામાં ઉત્તર પ્રદેશના 13, તમિલનાડુના 12 અને મહારાષ્ટ્રના 10 શહેરા તથા ગુજરાત અને કર્ણાટકના 6-6 શહેરાને જોડવામાં આવ્યા છે.

અમીર બાબાઓની પર SIT કરશે તપાસ

અમીર બાબાઓની પર SIT કરશે તપાસ

સુપ્રિમ કોર્ટ દ્વારા બનેલ એસઆઇટી દ્વારા હવે અમીર બાબાઓ અને સાધ્વીઓની સંપત્તિની તપાસ થશે. સાથે જ તે કેવી રીતે આ કમાણી કરે છે તેની પણ તપાસ કરવામાં આવશે.

ડીએનએના અપમાનનો બિહારની જનતા આપશે જવાબ: કેજરીવાલ

ડીએનએના અપમાનનો બિહારની જનતા આપશે જવાબ: કેજરીવાલ

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પટના બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને મળવા પહોંચ્યા. નોંધનીય છે કે આપ બિહારમાં નીતિશ સરકારને બહારથી સપોર્ટ કરી રહ્યું છે. ત્યારે ડીએનએ મામલે બોલતા કેજરીવાલે કહ્યું કે બિહારના ડીએનએને ખરાબ કહેવું બિહારનું અપમાન છે. જેનો જવાબ લોકો આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X