મહેન્દ્ર ધોનીના રાંચીના નિવાસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

સલમાન ખાન પહોંચ્યો સેશન કોર્ટ

સલમાન ખાન પહોંચ્યો સેશન કોર્ટ

સલમાન ખાન હીટ એન્ડ રન કેસ પ્રકરણે સલમાને પોતાના સ્ટેટમેન્ટ દરમિયાન મિડિયાને બેન કરવાની અપીલ કોર્ટ સમક્ષ કરી હતી. પણ કોર્ટે આ અપીલને ફગાવી દીધી છે. જો કે કોર્ટે મિડિયાને સલમાન ખાનનું આખું સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ જાય ત્યારબાદ જ આ મામલે રિપોર્ટ જાહેર કરવાનું કહ્યું છે.

મીસ ઇન્ડિયા 2015

મીસ ઇન્ડિયા 2015

મુંબઇમાં થઇ રહેલ ફેમિના મીસ ઇન્ડિયા 2015ની સબ કન્ટેસ્ટન્ટ હરિફાઇની વિજેતા મેધિકા અને પ્રનિતિ પોતાની જીતની ખુશી મનાવી રહી છે.

મહોમ્મદ સલીમ

મહોમ્મદ સલીમ

બહુચર્ચિત નન ગેંગ રેપના આરોપી મહોમ્મદ સલીમને સીઆઇડી ઓફિસરે કોલકત્તા કોર્ટમાં રજૂ કર્.યો જ્યારબાદ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યો છે. નોંધનીય છે કે આ કેસમાં સીઆઇડીએ અત્યારસુધીમાં કુલ 2 આરોપીઓની ધરપકડ કરી છે.

New Delhi

New Delhi

થોડા સમય પહેલા ગોવાના કોસ્ટલ એરિયામાં નેવીના એરકાર્ફ્ટ દુર્ધટનાગ્રસ્ત થતા, ગુરુવારે આ ધટનામાં લાપતા થયેલા લેફ્ટનન્ટ કિરણ શેખાવતનું મૃતશરીર મળી આવ્યું છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "નેશનલ ગંગા રિવર બેસિન ઓથોરિટી"ની મીટીંગ બોલાવી હતી. જેમાં જળ સંપત્તિ મંત્રી ઉમા ભારતી સહિત નાણાં પ્રધાન અરુણ જેટલી, નિતિન ગડકરી, વૈકંયા નાયડુ હાજર રહ્યા હતા.

શીખ વિરોધી રમખાણો

શીખ વિરોધી રમખાણો

1984માં દિલ્હીમાં થયેલા શીખ વિરોધી રમખાણો મામલે સીબીઆઇ દ્વારા ક્રોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરને ક્લીન ચીટ અપાતા, મોટી સંખ્યા શીખ લોકો સીબીઆઇ હેડક્વાટર પર પહોંચી નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોળાને કાબુમાં લેવા છેલ્લે પોલિસ પાણીનો મારો ચલાવ્યો હતો.

વર્લ્ડ કપ

વર્લ્ડ કપ

વર્લ્ડ કપ સેમીફાઇનમાં ભારતની કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર ધોનીના રાંચીના નિવાસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ના થાય તે માટે આર્મીના જવાનોને પણ તેનાત કરવામાં આવ્યા.

વર્લ્ડ કપ

વર્લ્ડ કપ

તો બીજી તરફ ગત રાતે અલિપુરદુઆરમાં વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારતની કારમી હાર બાદ ક્રિકેટપ્રેમીઓએ વિરોટ કોહલીનું પૂતળૂં બાળીને વિરોધ કર્યો હતો.

સૌરભ ગાંગુલી

સૌરભ ગાંગુલી

વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતની કારમી હાર બાદ ક્રિકેટપ્રેમીઓએ દોષની પોટલું વિરાટ કહોલીની ગર્લફેન્ડ અભિનેત્રી અનુષ્કા શર્મા પર નાંખતા, ભૂતપૂર્વ કપ્તાન સૌરભ ગાંગુલી અનુષ્કાના બચાવમાં આવ્યા હતા. અને તેમણે કહ્યું હતું કે આ ધટનામાં અનુષ્કાનો કોઇ વાંક નથી.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન)ના ચેરમેન અરુપ રોય ચૌધરી દ્વારા બોનસ ડિબેન્ચર પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલી અને ઉર્જા પ્રધાન પિયૂષ ગોયલ હાજર રહ્યા હતા.

શારદા ચીટ ફંડ

શારદા ચીટ ફંડ

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે રોઝ વેલી ગ્રુપના ચેરમેન ગૌતમ કુન્ડુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરતા ગૌતમ કુન્ડુના સમર્થકોએ આ ધરપકડને ખોટી ઠેરવી જોરશોરથી આ મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

અટલ બિહારી વાજપાઇ

અટલ બિહારી વાજપાઇ

આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને ભારત રત્ન થી નવાજવામાં આવશે. તેમની કથળતી તબિયતના કારણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમના ઘરે જઇને તેમને આ સન્માનથી નવાજશે. વધુમાં આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

યોગેન્દ્ર યાદવ

યોગેન્દ્ર યાદવ

આપના કાર્યકર્તા પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફર્ન્સ કરીને કેજરીવાલ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો. તેમણે કહ્યું કે અમારી માંગોને કેજરીવાલ સ્વીકાર કરશેતો જ અમે પાર્ટી છોડશું . તેમણે પાર્ટીમાં લોકપાલ લાવાની માંગ કરતા સીધો કેજરીવાલ પર આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલ તેમની પર જૂની ખુન્નસ નીકાળી રહ્યા છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જા સંગમ 2015 સમારોહની શરૂઆત કરી. આ કાર્યક્રમ દરમિયાન મોદી લોકોને અપીલ કરી જો તમને ગેસની સબસીડીની જરૂર ના હોય તો તમે આ સબસીડી ના લો. કારણે આ સબસીડીથી સરકારને 40 હજાર કરોડનો બોઝો વધે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X