દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ દોડ્યા પંજાબ

જમીન સંપાદન બિલના વિરોધમાં જ્યાં એક તરફ જલંધરના ખેડૂતો રેલ્વે ટ્રેક પર બેસી જતા રાજ્યનું રેલ નેટવર્ક ઠપ્પ થઇ ગયું છે. ત્યાં જ ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ ટ્રેન પકડી આ ખેડૂતોના વિરોધને સપોર્ટ કરવા પહોંચી રહ્યા છે.

દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે

દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે

દિલ્હી પોલિસની હાલત ત્યારે ગંભીર થઇ ગઇ જ્યારે યુથ ક્રોંગ્રેસની એક વિરોધ રેલીમાં એક વ્યક્તિ ગજેન્દ્ર જેવા કપડા પહેરી ઝાડ પર ચઢી ગયો. પછી તો પોલિસના 4-5 જવાનો તેને બચાવા ઝાડ પર ચઢી ગયા અને કંઇક આ નજરો જોવા મળ્યો. જો કે દિલ્હી પોલિસે આ વખતે તો સભાનતા બતાવી તે માટે તેના વખાણ કરવા જ રહ્યા.

ગજેન્દ્ર સિંહની મૌત, આત્મહત્યા નહીં અકસ્માત

ગજેન્દ્ર સિંહની મૌત, આત્મહત્યા નહીં અકસ્માત

દિલ્હીમાં, આપ રેલીમાં ખેડૂત ગજેન્દ્ર સિંહની આત્મહત્યા મામલે દિલ્હી પોલિસે આજે રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં દિલ્હી પોલિસે કહ્યું છે કે તેણે આત્મહત્યા નહતી કરી, પણ તેનું ઝાડ પરથી બેલેન્સ બગડતા તેનો દમ ધૂંટતા તે મરી ગયો. જે એક દુર્ધટના હતી. વધુમાં પોલિસે કહ્યું કે તેને ઉશ્કેરવામાં આવ્યો હોય.જે જોતા આપની મુશ્કેલી આવનારા સમયમાં વધી જશે તેવું લાગે છે.

ભારત પરત ફર્યા ભારતીયો

ભારત પરત ફર્યા ભારતીયો

નેપાળમાં ફસાયેલા ભારતીયોને ભારતીય વાયુ સેનાનું પ્લેન ભારત પરત લાવ્યું ત્યારે ભારત પરત ફરેલા ભારતીયોએ તાળી પાડીને ભારતીય સેનાનું અભિવાદન કર્યું. નોંધનીય છે કે ભારતીય સેના અવિરત પણે પ્રયાસ કરી રહી છે વધુને વધુ ભારતીયોને નેપાળની પાછા લાવવા માટે અને હજી પણ ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે.

દિલ્હીમાં આજે મળી ભાજપની સંસદીય બેઠક

આજે દિલ્હીમાં ભાજપની સંસદીય બેઠક બોલાવામાં આવી. જેમાં ભાજપના તમામ સાંસદોએ હાજરી આપી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી, વૈંકયા નાયડૂ સમેતે બીજેપીના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી પણ હાજર રહ્યા. ત્યારે આ બેઠક દ્વારા ભાજપ આપવાનારા સંસદ સત્રમાં પોતાની રણનિતી નક્કી કરશે કે કંઇ રીતે તે જમીન સંપદા બિલ અને અન્ય મહત્વપૂર્ણ બિલ સંસદમાં પસાર કરાવશે.

કોલકત્તામાં બીજેપીની વિશાળ રેલી

કોલકત્તામાં બીજેપીની વિશાળ રેલી

સોમવારે, કોલકત્તામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિંહા, ટેલિવૂડ અભિનેત્રી અને બીજેપી નેતા રુપા ગાંગુલી અને અન્ય કાર્યકર્તાઓએ કોલકત્તામાં ચાલી રહેલ આતંકી ગતિવિધિયોના વિરોધમાં વિશાળ રેલી કાઢી હતી.

જમીન સંપદા બિલ મામલે BSPએ ધરાણા પર

જમીન સંપદા બિલ મામલે BSPએ ધરાણા પર

સોમવારે, લખનઉમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓએ જમીન સંપદા બિલ પર રાજ્ય વ્યાપી આંદોલની જાહેરાત કરીને ધરણા પર બેસી આ મુદ્દાનો વિરોધ કર્યો.

ત્રિપુરામાં અમિત શાહ ફૂંક્યો બીજેપીનો શંખનાદ

ત્રિપુરામાં અમિત શાહ ફૂંક્યો બીજેપીનો શંખનાદ

સોમવારે, ત્રિપુરાના અગરતલામાં ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા બીજેપી પ્રમુખ અમિત શાહ.

અશરફ

અશરફ રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા

અફધાનિસ્તાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે

અફધાનિસ્તાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે

સોમવારે મોડી રાતે અફધાનિસ્તાનના વડાપ્રધાન અશરફ ગની દિલ્હી પહોંચ્યા. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત નાણાં રાજ્ય પ્રધાન જયંત સિંહાએ કર્યું.
નોંધનીય છે કે તાલિબાન દ્વારા અફધાનિસ્તાનના કુંદુજ વિસ્તારમાં મોટો લશ્કરી હુમલો થતા અફધાનિસ્તાનના વડાપ્રધાનની આ પ્રથમ ભારતીય મુલાકાતનમાં શરૂઆતી વિલંબ થયો હતો.

આદિવાસીઓના ભૂમિ અધિકારો માટે ભૂખહડતાલ

આદિવાસીઓના ભૂમિ અધિકારો માટે ભૂખહડતાલ

સોમવારે, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરીફ મોહમ્મદ ખાન અને આરએસએસના પૂર્વ વિચારક કે.એન.ગોવિદાચાર્ય, ભોપાલમાં આદિવાસીઓના ભૂમિ અધિકારો મામલે ભૂખ હડતાલ પર બેઠા.

સરકારે શરૂ કરી મોબાઇલ સાયન્સ લેબ

સરકારે શરૂ કરી મોબાઇલ સાયન્સ લેબ

સોમવારે, દિલ્હીમાં કૌલસા અને ઉર્જાના રાજ્ય મંત્રી પીયૂષ ગોયલે ત્રણ મોબાઇલ સાયન્સ લેબને લીલી ઝંડી આપી. આ સાયન્સ લેબ ગ્રામીણ બાળકોને મફતમાં સાયન્સના નીતનવા પ્રયોગો વિજ્ઞાનની દુનિયાથી માહિતગાર કરાવશે.

વરસતા વરસાદમાં પણ જુસ્સો અડીખમ

વરસતા વરસાદમાં પણ જુસ્સો અડીખમ

બારામુલ્લામાં હાલ આર્મી ભર્તી કેમ્પ ચાલી રહ્યો છે જે દરમિયાન શારિરીક ટેસ્ટ દરમિયાન વરસાદ પડતા વરસાદમાં યુવાનો દોડીને તેમનો અડીખમ જુસ્સાને બતાવ્યો.

રેન રેન ગો અવે

રેન રેન ગો અવે

શ્રીનગરમાં સોમવારે ભારે વરસાદ પડતા પ્રવાસીઓ ડાલ લેકમાં "શિકારા"ની મઝા ના માણી શક્યા. ત્યારે લાઇન બંધ ઉભેલા શિકારા આ તસવીરમાં જોઇ શકાય છે.

બાળકો શીખ્યું ભૂકંપ સામે ઝઝૂંમવું

બાળકો શીખ્યું ભૂકંપ સામે ઝઝૂંમવું

નેપાળ અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આવેલા ભયાનક ભૂંકપ બાદ પશ્ચિમ બંગાળના જલપાઇગુડ્ડી સ્કૂલમાં બાળકોને ભૂકંપની પરિસ્થિતિથી પ્રશિક્ષિત કરવા એક ડ્રીલ કરી માહિતી આપવામાં આવી. જેમાં બાળકોએ હોશભેર ભાગ લઇ ભૂંકપ સામે કેમ ઝઝૂંમવું તે શીખ્યું.

કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા ફોટોગ્રાફર

કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા ફોટોગ્રાફર

સોમવારે, બેંગ્લોરમાં "ફ્રોઝન મેમરિઝ 2015" નામના કાર્યક્રમનું ઉદ્ધાટન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને બોલીવૂડ અભિનેત્રી જેનીફર કોઠવાલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રીએ કેમેરા પર પોતાનો હાથ અઝમાવી ત્યાં ઉપસ્થિત લોકોને અચરજમાં મૂકી દીધા.

ફેશન કા હૈ યે ઝલવા

ફેશન કા હૈ યે ઝલવા

ચેન્નઇમાં યોજાયેલા એક ફેશન શોમાં અભિનેત્રી અને પૂર્વ મિસ ઇન્ડિયા પાર્વતીએ કર્યું રેમ્પ વોક.

સ્વરાજ સંવાદ લેશે 20 શહેરોની મુલાકાત

સ્વરાજ સંવાદ લેશે 20 શહેરોની મુલાકાત

આપ પાર્ટીમાંથી નીકાળેલા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ દ્વારા રચવામાં આવેલ સ્વરાજ સંવાદને એક રાજનિતિક વિકલ્પ બનાવા માટે પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે જે અંતર્ગત તે 29 એપ્રિલથી બેંગ્લોરથી ભારતના 20 મોટા શહેરામાં પોતાની યાત્રા શરૂ કરશે અને લોકો સાથે પોતાનો સંવાદ વધારશે.

સંસદમાં નારો

સંસદમાં નારો "વડાપ્રધાન હોશમાં આવો"

રાજ્યસભામાં આજે વિપક્ષે કર્યો જોરદાર હંગામો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર વિપક્ષે શાસક પક્ષ પર ગરજાવી ગાજ. એટલું જ નહીં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ સરકારનો પક્ષ પણ રાખવાનો પ્રયાસ કર્યો પણ વિપક્ષે વડાપ્રધાન હોશમાં આવો ના નારા લગાવતા રાજ્યસભા સ્થગિત કરવામાં આવી.

કોલકત્તા પર ફરી તીણમૂલ છવાયું

કોલકત્તા પર ફરી તીણમૂલ છવાયું

કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની 144 બેઠકો પર આજે મતગણના શરૂ થઇ. જેમાં 115 બેઠકો પર ટીએમસી, 14 પર લેફ્ટ અને 7 બેઠકો પર બીજેપી તથા 5 બેઠકો પર ક્રોંગ્રેસ આવી છે. ત્યારે જીત બાદ કંઇક આ રીતે કોલકત્તાના મતદાતાઓએ પોતાના લીડરની જીતની ખુશી મનાવી.

જિતેન્દ્રએ કહ્યું કોર્ટેમાં સાબિત કરીશ

વિશ્વવિદ્યાલય દ્વારા કોર્ટમાં દિલ્હીના કાનૂન મંત્રી જિતેન્દ્ર સિંહ તોમરની ડિગ્રીને ખોટી કરાર કરતા એક તરફ જ્યાં વિપક્ષે તોમરના રાજીનામાંની વાત કરી છે ત્યાં જ બીજી તરફ આપ અને તોમરેનું આ મામલે પેટનું પાણી પણ નથી હલ્યું. તોમરે આ મામલે બોલતો કહ્યું કે જે પણ હશે તે કોર્ટેમાં કહીશ અને કોર્ટમાં હું મારી જાતને સાચી સાબિત કરીને રહીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X