For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ડૉ. કલામનો પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યો

ડૉ. કલામનો પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યો

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનો પાર્થિવ દેહ આજે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો. અહીં રક્ષા પ્રધાન મનોહર પર્રિકર, ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમુખોની હાજરીમાં તેમના પાર્થિવ દેહને દિલ્હી પર ઉતારવામાં આવ્યો. વધુમાં દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ એરપોર્ટ પર પહોંચ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા દિલ્હી એરપોર્ટ પર

ડૉ. અબ્દુલ કલામના પાર્થિવ દેહને દિલ્હી હવાઇ મથક પર લાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ હમિદ અંસારીએ દિલ્હી એરપોર્ટ પર પહોંચી અબ્દુલ કલામના પાર્થિવ દેહને શ્રદ્ધાજંલિ અર્પી. વધુમાં એરપોર્ટ પર ડૉ.કલામને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા.

સાંજે ચાર વાગે લોકો કરી શકશે ડૉ. કલામના પાર્થિવ દેહના દર્શન

દિલ્હી એરપોર્ટ પરથી ડૉ.કલામના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના સરકારી આવાસ પર લઇ જવામાં આવશે. બપોરે ચાર વાગે તેમના પાર્થિવ શરીરને આમ જનતાના દર્શન માટે મુકવામાં આવશે. બુધવારે રામેશ્વરમાં તેમના પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પંજાબ આંતકી હુમલામાં GPSનું પાક. કનેક્શન

પંજાબ આંતકી હુમલામાં GPSનું પાક. કનેક્શન

પંજાબના ગુરદાસપુરમાં થયેલા આતંકી હુમલા બાદ આંતકીઓની તલાશી લેવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી મળેલા GPS મશીનમાં પાકિસ્તાનના શકરગઢ વિસ્તારનું લોકેશન જોવા મળ્યું છે. જો કે આ જીપીએસ મશીનને વધુ તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યું છે. જો જીપીએસ દ્વારા યોગ્ય લોકેશન પ્રાપ્ત થઇ જશે તો ભારત આ પુરાવા સાથે પાકિસ્તાન પર આંતરાષ્ટ્રિય સ્તરે દબાવ વધારી શકશે.

યાકુબ મેમણની ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટે મુક્યો સ્ટે

યાકુબ મેમણની ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટે મુક્યો સ્ટે

સુપ્રિમ કોર્ટના ત્રણ જજો બેન્ચે આજે વર્ષ 1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકૂબ મેમણની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. ત્રણ જજોમાંથી બે જજો વચ્ચે આ સજાને લઇને વૈચારિક મતભેદ હોવાના કારણે તેમણે અન્ય જજોને આ નિર્ણયમાં સામેલ કરીને પછી ફાંસી પર નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે. જે જોતા નજીકના ભવિષ્યમાં યાકૂબ મેમણને ફાંસી નહીં મળે.

ડૉ.કલામના નામ પર પડ્યું રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાનનું નામ

ડૉ.કલામના નામ પર પડ્યું રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાનનું નામ

મંગળવારે, દિલ્હીમાં કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જાણકારી આપી કે રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાનનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રિય અવિષ્કાર અભિયાન કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે ડૉ.કલામ તેમની મૃત્યુના બે દિવસ પહેલા જ તેમના હસ્તે આ અભિયાનની શરૂઆત કરી હતી.

મુંબઇના બાળકોએ આપી કલામને શ્રદ્ધાજંલિ

મુંબઇના બાળકોએ આપી કલામને શ્રદ્ધાજંલિ

મંગળવારે, મુંબઇની શાળાના ભૂલકાઓએ લોકપ્રિય રાષ્ટ્રપતિ એવા ડૉ. અબ્દુલ કલામને શ્રદ્ધાજંલિ આપી.

લોકસભામાં પણ ડૉ.કલામની યાદમાં રાખવામાં આવ્યું મૌન

લોકસભામાં પણ ડૉ.કલામની યાદમાં રાખવામાં આવ્યું મૌન

મંગળવારે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના નિધન બાદ લોકસભામાં પણ 2 મિનિટનું મૌન પાળીને સંસદના તમામ સભ્યોએ તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી.

મુરાદાબાદમાં કલામની યાદમાં કેન્ડલ લાઇટ માર્ચ

મુરાદાબાદમાં કલામની યાદમાં કેન્ડલ લાઇટ માર્ચ

સોમવારે, મુરાદાબાદમાં ડૉ. અબ્દુલ કલામના નિધનના ખબર મળ્યા બાદ અહીંના રહેવાસીઓએ ડૉ. કલામની યાદમાં કેન્ડલ લાઇટ માર્ચ નીકાળીને તેમને શ્રદ્ઘાજંલિ અર્પી.

દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણી મળ્યા કેજરીવાલને

દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણી મળ્યા કેજરીવાલને

સોમવારે, દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીને તેમના નિવાસસ્થાને મળવા ગયા.

પંજાબમાં પ્રકાશસિંહ બાબલે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી

પંજાબમાં પ્રકાશસિંહ બાબલે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી

સોમવારે, અમૃતસરના ગુરુ નાનક હોસ્પિટલમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ગુરદાસપુરના દીનાનગર આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી.

પટનામાં લાલુ યાદવે નીકાળી રોડ રેલી

પટનામાં લાલુ યાદવે નીકાળી રોડ રેલી

સોમવારે, બિહાર બંધનું એલાન કર્યા બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદે યાદવે રોડ રેલી નીકાળીને કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. આરજેડીની માંગ હતી કે કેન્દ્ર સરકાર જાતિ આધારીત વસ્તી ગણતરીના આંકડાને જાહેર કરવામાં પાછીપાની કરી રહી છે.

દિલ્હીમાં થયો યાકૂબ મેમણની ફાંસીનો વિરોધ

દિલ્હીમાં થયો યાકૂબ મેમણની ફાંસીનો વિરોધ

સોમવારે, દિલ્હીમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના ના કાર્યકર્તાઓએ મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણની ફાંસીની સજાનો વિરોધ કરીને ન્યાય માંગ્યો હતો.

દિલ્હીમાં યુથ ક્રોંગ્રેસે આંતકી હુમલા બાદ મોદીનું પૂતળું બાળ્યું

દિલ્હીમાં યુથ ક્રોંગ્રેસે આંતકી હુમલા બાદ મોદીનું પૂતળું બાળ્યું

સોમવારે, નવી દિલ્હીમાં યુથ ક્રોંગ્રેસના કાર્યકરોએ પંજાબના ગુરુદાસપુરમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારની અયોગ્યતાનો વિરોધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા બાળ્યા.

ગુરદાસપુર શહીદ એસપી બલજીત સિંહે લીધા છેલ્લો શ્વાસ

ગુરદાસપુર શહીદ એસપી બલજીત સિંહે લીધા છેલ્લો શ્વાસ

સોમવારે, પંજાબના ગુરદાસપુરમાં દીનાનગર પોલિસ સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર એસપી બલજીત સિંહનો આ ફોટો. નોંધનીય છે કે તેમના માથામાં ગોળી વાગી હતી.

ડૉ. અબ્દુલ કલામને રાષ્ટ્રધ્વજે આપી શ્રદ્ધાજંલિ

ડૉ. અબ્દુલ કલામને રાષ્ટ્રધ્વજે આપી શ્રદ્ધાજંલિ

મંગળવારે, દિલ્હી સંસદીય પરિસરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજી અબ્દુલ કલામના નિધન બાદ, રાષ્ટ્રધ્વજને અડધી દાંડીએ ફરકાવાયો.

સૈફ અલી ખાને એસ્પ્લેન્ડ કોર્ટમાં આપી હાજરી

સૈફ અલી ખાને એસ્પ્લેન્ડ કોર્ટમાં આપી હાજરી

સોમવારે, બોલીવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાને વર્ષ 2012માં થયેલા એસ્લ્ડ કેસ મામલે એસ્પ્લેન્ડ કોર્ટમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે એક પાંચ સ્ટાર્ર હોટલમાં સૈફ અને અન્ય એક એનઆરઆઇ વચ્ચે હાથફાઇ થઇ હતી.

પપ્પાની ટીમને સપોર્ટ કરવા પહોંચી આરાધ્યા

પપ્પાની ટીમને સપોર્ટ કરવા પહોંચી આરાધ્યા

સોમવારે, જયપુરમાં કબડ્ડી લીગ મેચમાં પપ્પા અભિષેક બચ્ચનની ટીમ પિન્ક પેન્થરને સપોર્ટ કરવા માટે પિન્ક પેન્થરનું જેકેટ પહેરીને આરાધ્યા મમ્મી ઐશ્વર્યા સાથે જયપુર એરપોર્ટ પર પહોંચી.

પહેલવાન સુશીલ કુમારે કર્યું રેમ્પ વોક

પહેલવાન સુશીલ કુમારે કર્યું રેમ્પ વોક

સોમવારે, દિલ્હીમાં જાણીતા કુસ્તીબાજ સુશિલ કુમારે પ્રો રેશલિંગ લિગને પ્રમોટ કરવા માટે કર્યું રેમ્પ વોક.

પુરીમાં ભગવાન જગન્નાથે કરી નગર યાત્રા

પુરીમાં ભગવાન જગન્નાથે કરી નગર યાત્રા

સોમવારે, પુરીમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાએ સોનાના પોશાક પહેરીને કરી નગર યાત્રા. ત્યારે આ સુંદર નજારાને જોવા માટે લાખ્ખો ભક્તો પહોંચ્યા પુરી.

જ્યારે નોર્થ બ્લોક પર છવાયા કાળા વાદળા

જ્યારે નોર્થ બ્લોક પર છવાયા કાળા વાદળા

સોમવારે, દિલ્હીના નોર્થ બ્લોક પર ઢળતી સાંજે કાળા વાદળોએ આકાશને ધેરી લીધું. ત્યારે પાણીમાં પડતી તેની છબી કંઇક આમ લાગતી હતી.

રામેશ્વરમાં અબ્દુલ કલામના પરિવારજનોમાં છવાયો શોક

રામેશ્વરમાં અબ્દુલ કલામના પરિવારજનોમાં છવાયો શોક

રામેશ્વરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટા ભાઇ અને તેમના પરિવારજનોએ અબ્દુલ કલામના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. નોંધનીય છે કે બુધવારે તેમના પાર્થિવ દેહને રામેશ્વરમાં અંતિમ સંસ્કાર આપવામાં આવશે.

રડી રડી વિદા કર્યા બાળકો તેમના લાડલા રાષ્ટ્રપતિને

રડી રડી વિદા કર્યા બાળકો તેમના લાડલા રાષ્ટ્રપતિને

ચેન્નઇમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમના લાડલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને કંઇક આ રીતે શ્રદ્ધાજંલિ આપી.

English summary
28 July: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X