ભારતમાં કોરોનાની 3 વેક્સીન એડવાન્સ સ્ટેજમાં, 1750 લોકો પર ચાલી રહી છે ટ્રાયલ
આઈસીએમઆરે દેશમાં કોરોના વેક્સીન માટે ચાલી રહેલ ટ્રાયલ વિશે મહત્વની માહિતી આપી છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ વેક્સીન વિશે ભારતમાં અલગ અલગ શોધ ચાલી રહી છે. લોકોને કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આઈસીએમઆરે દેશમાં કોરોના વેક્સીન માટે ચાલી રહેલ ટ્રાયલ વિશે મહત્વની માહિતી આપી છે. આઈસીએમઆર તરફથી કહેવામાં આવ્યુ છે કે વર્તમાન સમયમાં કોરોનાની ત્રણ અલગ અલગ વેક્સીનની ટેસ્ટિંગ એડવાંસ સ્ટેજ પર ચાલી રહી છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યુ કે કોરોનાની વેક્સીન બનાવવાની રેસમાં ભારતમાં ત્રણ મુખ્ય દાવેદાર આગળ ચાલી રહ્યા છે. જેમાંથી બે ખુદ ભારત દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને તે અલગ અલગ તબક્કામાં છે.

આ છે ત્રણ મહત્વની વેક્સીન
ત્રણ મહત્વની કોરોના વેક્સીનની આઈસીએમઆરે વાત કરી છે તેમાં પહેલી વેક્સીન ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની વેક્સીન જેને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા તૈયાર કરી રહી છે. બીજી ભારત બાયોટેકની કોવાક્સિન અને ત્રીજી વેક્સીન ઝાયડસ કેડિલાની ZyCoV-D છે. આ ત્રણે વેક્સીન પોતાના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે. ડૉક્ટર ભાર્ગવે જણાવ્યુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટની વેક્સીન બીજા તબક્કામાં છે અને આના ત્રીજા તબક્કાની ટ્રાયલ 1700 લોકો પર ચાલી રહી છે. વળી, ભારત બાયોટેક પોતાના બીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીને બીજા તબક્કાની ટ્રાયલ 50 લોકો પર પૂરી કરી લીધી છે.

ત્રણ તબક્કામાંથી પસાર થાય છે વેક્સીન
તમને જણાવી દઈએ કે વેક્સીનને ક્લીનિકલી ડેવલપ કરવા માટે તેને ત્રણ તબક્કામાંથી પસાર થવુ પડે છે. પહેલા તબક્કામાં ઓછા લોકો પર આ વેક્સીનની ટ્રાયલ કરવામાં આવે છે. બીજા તબગક્કામાં પહેલા તબક્કાની તુલનામાં વધુ લોકો પર ટ્રાયલ કરવામાં આવે છે. આ તબક્કામાં એ લોકોને વેક્સીન આપવામાં આવે છે જેમની ઉંમર વધુ હોય કે પછી તેમને આરોગ્ય સંબંધિત સમસ્યા હોય. ત્રીજા તબક્કામાં હજારો લોકોને આ વેક્સીન આપવામાં આવે છે જેથી એ નક્કી કરી શકાય કે આ વેક્સીન કેટલી સુરક્ષિત અને લાભકારી છે.

આવનારા દિવસોમાં વધુ લોકો પર થશે ટ્રાયલ
ભારતમાં હાલમાં 1750 લોકો પર આ વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ સંખ્યા વધશે જ્યારે કોવાક્સિન તેમજ ઝાયડસ ટ્રાયલ શરૂ થશે અને વધુ લોકો આમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ઘણી કોરોના વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. આમાં સૌથી એડવાન્સ સ્ટેજ પર રશિયાની સ્પૂતનિક V છે જે હાલમાં જ છવાઈ હતી. આ વેક્સીનને મૉસ્કોએ પોતાની મંજૂરી આપી દીધી છે. જો કે આ વેક્સીને પોતાના ત્રણે તબક્કા પૂરા કર્યા નથી.












Click it and Unblock the Notifications
