પીક અપ ટ્રક 200 ફુટ ઉંડા ખાડામાં ખાબકી, 3 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક પીકઅપ ટ્રક રસ્તા પરથી સરકી ગઈ અને ચંબાના તીસા નજીક ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

શિમલા : હિમાચલ પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક પીકઅપ ટ્રક રસ્તા પરથી સરકી ગઈ અને ચંબાના તીસા નજીક ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકો સફરજનના વેપારી હતા અને અમૃતસરથી પરત ફરી રહ્યા હતા. ચંબાના એસપી અરુણ કુમારે લોકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

accident

મૃતદેહ સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યા

આ અકસ્માત બુધવારની મોડી રાત્રે ચંબા-ટીસી રોડ પર થયો હતો. અકસ્માતમાં પીકઅપ ટ્રક 200 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. પીકઅપ ટ્રકમાં સવાર 3 લોકોના મોત થયા છે. લાંબા સર્ચ ઓપરેશન બાદ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. ડ્રાઇવર સહિત કુલ ત્રણ લોકો ટ્રકમાં હતા અને ત્રણેયના મોત થયા હતા. સર્ચ ઓપરેશન બાદ પીકઅપ ટ્રકમાં રહેલા લોકોના મૃતદેહ સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યા હતા.

ચંબાનો તીસા રોડ સિંગલ લેન છે

અકસ્માત એટલો મોટો હતો કે, પીકઅપ ટ્રકના કુરચા ઉડી ગયા હતા. મહત્વની વાત એ છે કે, ચંબાનો તીસા રોડ સિંગલ લેન છે અને આ જ કારણ છે કે, અહીં અવારનવાર અકસ્માતો થતા રહે છે. આ પહેલા ગુરુવારના રોજ શિમલમાં એક માર્ગ અકસ્માતમાં એક યુવક અને યુવતીનું મોત થયું હતું. આ અકસ્માતમાં કાર ખાડામાં પડી હતી, જેમાં યુવક અને યુવતી બંનેના મોત થયા હતા. અકસ્માતના બે દિવસ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X