જમ્મૂ કાશ્મીરના માછિલમાં ત્રણ જવાન શહીદ, મૃતદેહ સાથે બર્બરતા
જમ્મૂ કાશ્મીરના માછિલ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણમાં ત્રણ જવાન શહીદ. એક જવાનના મૃતદેહ સાથે આતંકવાદીઓએ કરી બર્બરતા...
જમ્મૂ કાશ્મીરના માછિલ સેક્ટરથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. અહીં આતંકવાદીઓ સાથે અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર છે.

નોર્ધન કમાંડે જાણકારી આપી છે કે એક જવાનના મૃતદેહ સાથે આતંકવાદીઓએ બર્બરતા કરી છે. નોર્ધન કમાંડે કહ્યુ કે ઇંડિયન આર્મી આનો બદલો જરુર લઇને રહેશે. આ ઘટના પહેલા જમ્મૂ કાશ્મીરના બાંદીપુરના હાજિનમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા હતા.












Click it and Unblock the Notifications
