Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

30 August Covid Update : કોરોના સંક્રમણમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,439 પોઝિટિવ કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 5,439 પોઝિટિવ કેસ છે. આ સાથે કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,44,21,162 થઈ છે.

30 August Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 5,439 પોઝિટિવ કેસ છે. આ સાથે કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,44,21,162 થઈ છે. મંગળવારના રોજ નવા નોંધાયેલા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ હોવાના કારણે સક્રિય કેસ ઘટીને 65,732 થઈ ગયા છે.

રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ વધીને 98.66 ટકા

રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ વધીને 98.66 ટકા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.15 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ વધીને98.66 ટકા થયો છે.

 ડેઇલી રિકવરી રેટ - 1.70 ટકા

ડેઇલી રિકવરી રેટ - 1.70 ટકા

મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી રિકવરી રેટ 1.70 ટકા અને વીકલી રિકવરી રેટ 2.64 ટકા પર નોંધવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,38,25,024 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.19 ટકા નોંધાયો હતો.

કોવિડ રસીના 212.71 કરોડ ડોઝ આપવામાં આવ્યા

કોવિડ રસીના 212.71 કરોડ ડોઝ આપવામાં આવ્યા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 212.71 કરોડ ડોઝઆપવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 158 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 243 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે અમદાવાદમાં એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું હતું.

રાજ્યમાં કુલ 11,007 લોકોના મોત

રાજ્યમાં કુલ 11,007 લોકોના મોત

આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,007 લોકોએ કોરોનાસંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1867 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1867 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,007 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,56,970 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1867 થઇ છે. જેમાંથી 13 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,32,09,195 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 12,32,09,195 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કુલ 12,32,09,195 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.

1,88,347 કોરોના વેક્સિનના ડોઝ અપાયા

1,88,347 કોરોના વેક્સિનના ડોઝ અપાયા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.99 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 1,88,347 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X