ભારતમાં કોરોનાએ પકડ્યો વેગ, દેશમાં આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ 35,871 નવા કેસ, 172 મોત
કોરોના વાયરસ ભારત અપડેટઃ ભારતમાં કોરોના વાયરસના આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ 35,871 નવા કેસ સામે આવ્યા છે અને 172 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે (17 માર્ચ) ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 28,903 નવા કેસ સામે આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી ગુરુવારે (18 માર્ચ)ના સવારે આઠ વાગે જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 35,872 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કુલ કોરોના પૉઝિટીવ કેસની સંખ્યા 1,14,74,605 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત 172 લોકોના મોત થયા છે ત્યારબાદ મોતની સંખ્યા 1,59,216 થઈ ગઈ છે.

દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 2,52,364
હાલમાં દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 2,52,364 છે. જે કુલ કેસોના 2.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 17,741 દર્દી રિકવર થયા છે. જે બાદ કોરોનાથી રિકવર થઈને ડિસ્ચાર્જ થયેલ લોકોની કુલ સંખ્યા 1,10,63,025 થઈ ગઈ છે. દેશમાં સતત 7માં દિવસે કોરોના વાયરસના નવા કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. આ પહેલા 13 ડિસેમ્બર 2020એ 24 કલાકમાં કોવિડ-19ના 30,254 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનાના વધતા કેસો વચ્ચે દેશમાં વાયરસ સંક્રમિત દર્દીઓના ઠીક થવાના રાષ્ટ્રીય દરમાં ઘટાડો થયો છે. હવે દેશમાં રિકવરી રેટ 96.56 ટકા છે. વળી, કોવિડ-19થી દેશમાં મૃત્યુદર 1.39 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી જે લોકોના દેશમાં કોરોનાથી મોત થયા છે તેમાંથી 70 ટકાથી વધઉ દર્દી અન્ય બિમારીઓથી પીડિત હતા.

દેશમાં અત્યાર સુધી કેટલા લોકોને લગાવાઈ કોરોના વેક્સીન
દેશમાં કુલ 3,71,43,255 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. ભારતમાં 1 માર્ચ, 2021થી કોરોના વેક્સીનેશન અભિયાન રાઉન્ડ-2ની શરૂઆત થઈ હતી. જે હેઠળ 60 વર્ષની ઉપરના અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો જે કોઈ ગંભીર બિમારીથી પીડિતછે તેમનુ રસીકરણ કરવામા આવી રહ્યુ છે. આ પહેલા દેશમાં 16 જાન્યુઆરી, 2021થી કોરોના રસીકરણ અભિયાનના પહેલા રાઉન્ડની શરૂઆત થઈ હતી. જેમાં હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ લીધી હતી કોરોના પર સમીક્ષા બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અમુક ભાગોમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા બુધવારે ચિંતા વ્યક્ત કરી હદતી. પીએમ મોદીએ કોવિડ-19 ને ફેલાતો રોકવા માટે રાજયોને તીવ્ર અને નિર્ણાયક પગલા લેવા માટે આહ્વાન કર્યુ છે. પીએમ મોદીએ આ માટે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે કોરોના મહામારીએ દુનિયાને જણાવ્યુ છે કે કુદરતી આફતોની અસર આખા વિશ્વમાં ત્વરિત ફેલાઈ શકે છે. વળી, બીજી તરફ એ પણ શીખવ્યુ છે કે કેુદરતી આફતો સામે લડવા માટે કઈ રીતે એકજૂટ થવાનુ છે.