For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ વધુ ચૂકવવી પડશે

આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ વધુ ચૂકવવી પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા બાદમાં હિન્દુવર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ હવે ટૂંક સમયમાં જ આવશે ત્યારે ભારતીય રેલવેએ તહેવારોને ધ્યાનમાં રાખી આજથી 392 સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે જે આગામી 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જણાવી દઈએ કે આ ટ્રેનનું ભાડું સામાન્યથી થોડું વધુ હશે. ટ્રેન કોચ મુજબ ભાડું 10 ટકાથી 30 ટકા સુધી વધુ હોય શકે છે.

રેલવેએ સ્પેશિયલ ટ્રેનનું ટાઈમટેબલ જાહેર કર્યું

રેલવેએ સ્પેશિયલ ટ્રેનનું ટાઈમટેબલ જાહેર કર્યું

ભારતીય રેલવેએ કેટલીય પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારી કરી લીધી છે. રેલવેએ તહેવાર સ્પેશિયલ ટ્રેનોનું શિડ્યૂઅલ જાહેર કીર દીધું છે. આ કડીમાં પૂર્વોત્તર રેલવેએ પણ સ્પેશિયલ ટ્રેનોની યાદી જાહેર કરી દીધી છે. પૂર્વોત્તર રેલવેએ જાહેર કરેલી યાદી મુજબ ગોરખપુરથી જમ્મૂતવી વચ્ચે ટ્રેન નંબર 02587/02588 ચાલશે, જેની શરૂઆત 26 ઓક્ટોબરથી થશી. આ ટ્રેન સોમવારથી ચાલશે, જ્યારે શનિવારે વાપસી કરશે.

આ ટ્રેનો ચાલશે

આ ટ્રેનો ચાલશે

ટ્રેન નંબર 02581 મુંડવાડીહથી દિલ્હી વચ્ચે ચાલશે. આ ટ્રેન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દરરોજ ચાલશે. જ્યારે ટ્રેન નંબર 02582 વાપસીની ટ્રેન હશે. અને ટ્રેન નંબર 05115/05116 નવી દિલ્હીથી છપરા વચ્ચે ચાલશે. આ ટ્રેન 20 ઓક્ટોબરથી ચાલશે, જે સાપ્તાહિક હશે. ટ્રેન શનિવારે છપરાથી ચાલશે અને રવિવારે નવી દિલ્હીથી નિકળશે.

ટાઈમિંગ શું છે

ટાઈમિંગ શું છે

ટ્રેન સંખ્યા 05101/05102 છપરાથી છત્રપતિ શિવાજી ટર્મિનલ વચ્ચે ચાલશે. આ ટ્રેનની શરૂઆત 20 ઓક્ટોબરે થશે, જે માત્ર અઠવાડિયામાં એક દિવસ મંગળવારે જ ચાલશે. છપરાથી આ ટ્રેન રાત્રે 9.15 વાગ્યે ચાલશે અને 30કલાકનો સફર ખેડી છત્રપતિ શિવાજી ટર્મિનલ પહોંચશે. જણાવી દઈએ કે રેલવે તરફથી 20 ઓક્ટોબરથી 392 ટ્રેન ચાલશે.

દેશના આ 7 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, IMDએ જારી કરી હાઈ એલર્ટદેશના આ 7 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, IMDએ જારી કરી હાઈ એલર્ટ

English summary
From today 392 festival special trains will run, ticket rates higher by 10-30 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X