ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

મુંબઇ
યમનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ અવિરત રીતે ભારતીય લશ્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે. શુક્રવાર, રાતે મુંબઇ એરપોર્ટ પર એરફોર્સના વધુ બે વિમાનો દ્વારા 334 ભારતીયોને ભારત પરત લાવામાં આવ્યા.

લુધિયાણા
પંજાબ પોલિસે કોલકત્તા નન ગેંગરેપના આરોપીઓને શુક્રવારે લુધિયાણા કોર્ટમાં રજૂ કર્યા.

હૈદરાબાદ
હૈદરાબાદમાં હનુમાન જયંતી નિમિત્તે શુક્રવારે સુરક્ષાકર્મીઓએ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી.

મેરઠ
શુક્રવારે મેરઠમાં મુસ્લિમોએ 1987 હાશીપુરા હત્યાકાંડ કેસમાં ન્યાયની માંગણી સાથે નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું.

શ્રીનગર
પાછલા એક અઠવાડિયાથી ભારે વરસાદ અને પૂરની પરીસ્થિતિથી જૂજતી કાશ્મીર વેલીનો એરિયલ વ્યૂ.

મુંબઇ
8 એપ્રિલે આઇપીએલ ટૂરનામેન્ટ શરૂ થવાની છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન મુંબઇ ઇન્ડિયનની ટીમ તેના ઓનર નીતા અંબાણી.

નવી દિલ્હી
નવી દિલ્હીમાં ક્રિકેટર સુરેશ રેનાના લગ્નમાં હાજરી આપવા કુસ્તીબાજ સુશીલ કુમાર, ક્રિકેટર મોહિત શર્મા, સ્ટીફન ફ્લેમિંગ અને ડ્વોયન બ્રાવો દિલ્હી પહોંચ્યા.

મુંબઇ
મરીયન આસિફ સિદ્દિકી નામની એક મુસ્લીમ વિદ્યાર્થીએ ઇસ્કોન દ્વારા આયોજીત ભગવત ગીતા પર આધારિત "ગીતા ચેમ્પિયન લિંગ" માં પ્રથમ ઇનામ જીત્યું.

તિરૂપતિ
પેપ્સિકોના સીઇઓ ઇન્દ્રા નૂયી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ શુક્રવારે તિરૂમાલા ખાતે ભગવાન વેંકટેશ્વરાના પવિત્ર સોનેરી રથને ખેંચી ધન્યતા અનુભવી.

પણજી
પણજીમાં કેન્દ્રિય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ફેબઇન્ડિયામાંથી ખૂફિયા કેમેરો મળી આવ્યા બાદ આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે. વધુમાં આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે અને પ્રદેશના તમામ શોરુમમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

કોલ્હાપુર
કોલ્હાપુરમાં જ્યોતિબા હિલ ખાતે જ્યોતિબા યાત્રામાં ભાગ લેવા ઉમટ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ. આ ઉત્સવ નિમિત્તે આખું મંદિર ગુલાલથી રંગાઇ ગયું.

મૈસૂર
બ્લુ ટેલ પ્રજાતિનું પક્ષી તેના બાળકને ચાંચમાં ચાંચ નાખીને ખાવાનું ખવડાવી રહ્યું છે.

હરિદ્વાર
હરિદ્વારના પ્રસિદ્ધ બેલૂર મઠ ખાતે એક ઓછી સંવેદનશીલતા વાળો વિસ્ફોટ ફૂટતા લોકોમાં નાસભાગ થઇ ગઇ હતી. શુક્રવારે સાંજે થયેલા આ વિસ્ફોટે કોઇ જાનહાનિ નહતી થઇ. ત્યારે હાલ પોલિસે આ મામલે તપાસ આદરી છે.

બેંગ્લોરમાં ભાજપાની રાષ્ટ્રિય કાર્યકારણીની બેઠક
આજે આર્થિક પ્રસ્તાવ થશે રજૂ. વધુમાં જમીન સંપાદન બિલનો મુદ્દો રહેશે મહત્વપૂર્ણ. આ મુદ્દા પર કાર્યકર્તાઓને એક પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન પણ આપવામાં આવશે. વધુમાં છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને સંબોધિત કરશે.

બીજેપી
બીજેપી કાર્યકારણી બેઠકના બીજા દિવસે મોદીએ કરી સભાને સંબોધિત. મોદી કહ્યું પોતાના ફાયદા માટે આવતા સાંસદોએ સમિતિ છોડી દેવી જોઇએ. નવા જોડાયેલા સદસ્યો જોડે સંવાદ વધારવાની વાતને મોદીએ જોર આપ્યું. વધુમાં આજે અમિત શાહે ભાજપના નેતાઓને સબસીડી છોડવાની અપીલ કરી. તો બીજી તરફ ગૃહપ્રધાન રાજનાથ સિંહે પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણીજી અને વાજપાઇના વખાણ કર્યા હતા.

જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરના નૌશહરા સેક્ટરમાં એક બ્લાસ્ટમાં ત્રણ લોકોની મોત થઇ છે અને બે લોકો ધાયલ છે. એલોસી પાસે આવેલા વિસ્તારમાં માટી ખોદતી વખતે લેન્ડ માઇન બ્લાસ્ટ થતા આ હાદસો થયો છે. જો કે આ મામલે હાલ તપાસ ચાલુ છે

કોચી
યમનથી ભારત પરત ફરેલા યાત્રીઓ આજે સવારે આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર ઉતર્યા. ત્યારે કેરલાની એક નર્સ તેના પરિવારજનોને જોઇને રડી પડી.












Click it and Unblock the Notifications
