કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં 42 ટકાનો ઘટાડો, અધધ આતંકવાદીઓ ઠાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ જમ્મુ-કાશ્મીરમાં હશે. કલમ 370 નાબૂદ થયા બાદ વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. મોદી અહીં સાંબા જિલ્લાના પલ્લી ગામમાં પંચાયતી રાજ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
વડાપ્રધાનની મુલાકાતના બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ચથા કેમ્પ પાસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) થી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ઘટના સમયે CISF બસમાં 15 જવાન ફરજ પર હતા.
આ હુમલામાં એક CISF જવાન શહીદ થયો હતો, જ્યારે છ અન્ય જવાનો ઘાયલ થયા હતા. જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. શુક્રવારના રોજ જ જમ્મુ-કાશ્મીરના સુજવાનમાં સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચાર આતંકીઓ પણ માર્યા ગયા હતા. આ રીતે સુરક્ષાદળોએ એક જ દિવસમાં છ આતંકીઓને ઠાર કર્યા છે.

કલમ 370 નાબૂદ થયા બાદ આતંકવાદી ઘટનાઓ વધી કે ઘટી?
ગયા ડિસેમ્બરમાં, સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટ, 2019 પછી ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. કલમ 370 5 ઓગસ્ટ, 2019 ના રોજદૂર કરવામાં આવી હતી.
અગાઉના 841 દિવસમાં 843 આતંકવાદી ઘટનાઓ બની હતી. એટલે કે કલમ 370 હટાવ્યા પહેલા સરેરાશ દરરોજ એક આતંકવાદી ઘટનાબની હતી.
370 નાબૂદ કર્યા પછીના 841 દિવસમાં, ઘાટીમાં માત્ર 496 આતંકવાદી ઘટનાઓ બની છે. આ સંદર્ભમાં, ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં લગભગ 42ટકાનો ઘટાડો થયો છે.
2 ફેબ્રુઆરી, 2022ના રોજ પણ, સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 5 ઓગસ્ટ 2019 થી 26 જાન્યુઆરી, 2022 સુધીમાં ઘાટીમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ બનીહતી.
આ ઘટનાઓમાં 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલામાં આપણા 98 જવાન શહીદ થયા હતા. આ સાથે 109 નાગરિકો પણ મૃત્યુ પામ્યાહતા.
લગભગ રૂપિયા 5.3 કરોડની ખાનગી સંપત્તિને પણ નુકસાન થયું હતું. ડિસેમ્બર 2020 થી નવેમ્બર 2021 સુધી, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાંથી 12આતંકવાદીઓને જીવતા પકડ્યા, જ્યારે 165 માર્યા ગયા હતા.

કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં કેટલું પરિવર્તન આવ્યું?
- આતંકવાદી ઘટનાઓ - 541
- આતંકવાદીઓ માર્યા ગયા - 439
- સામાન્ય લોકો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો - 98
- શહીદ જવાન - 109

સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે નારાજ આતંકવાદીઓ
કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદીઓ ગુસ્સે ભરાયા છે. આ રોષમાં સામાન્ય લોકોને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે 2017 થી 4 ઓગસ્ટ, 2019સુધીના ત્રણ વર્ષમાં આતંકવાદી હુમલામાં 86 લોકોના મોત થયા છે, જ્યારે કલમ 370 નાબૂદ થયા બાદ, એટલે કે 5 ઓગસ્ટ, 2019 થી 26 જાન્યુઆરી, 2022 સુધીમાંઆ ઘટનાઓમાં 109 લોકો માર્યા ગયા હતા.