For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેતરમાં કામ ના અટકે એટલા માટે 4605 મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખ્યું

મહારાષ્ટ્ર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી એકનાથ સિંધે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટનાની તપાસ માટે સરકારે એક પેનલ ગઠિત કરી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 4605 મહિલાઓના ગર્ભાશય કાઢવા મામલે સરકાર જાંચ કરાવશે. મહારાષ્ટ્ર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી એકનાથ સિંધે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટનાની તપાસ માટે સરકારે એક પેનલ ગઠિત કરી છે. વિધાન પરિષદમાં તેમને જાણકારી આપી કે સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પેનલ બે મહિનામાં પોતાની રિપોર્ટ સરકારને આપશે.

આ પણ વાંચો: મુઝફ્ફરપુરમાં બાળકોના મોતનું કારણ લીચી નથી, આ છે સાચું કારણ

કામ અટકે નહીં એટલા માટે મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખ્યું

કામ અટકે નહીં એટલા માટે મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખ્યું

મહારાષ્ટ્રના બીડમાં 4605 મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખવાનો મામલો લગભગ 3 મહિના પહેલા આવ્યો હતો. કથિત રીતે ગરીબ મહિલાઓ સાથે આવું એટલા માટે કરવામાં આવ્યું કારણકે મહિલાઓ ગર્ભ ધારણ નહીં કરી શકે. મહામારી દરમિયાન પણ તેમના કામ પર અસર નહીં થાય અને તેઓ ખેતરમાં કાપણીનું કામ કરી શકે. આ મામલો સામે આવ્યો અને વિધાનસભામાં તેને ઉઠાવ્યા પછી તેની જાંચ માટે પેનલ બનાવવામાં આવી છે.

શિવસેનાની મહિલા વિધાયકોએ મામલો ઉઠાવ્યો

શિવસેનાની મહિલા વિધાયકોએ મામલો ઉઠાવ્યો

શિવસેનાની બે મહિલા સદસ્ય નીલમ ગોરે અને મનીષા કાયદે ઘ્વારા વિધાનસભા પરિષદમાં આ મામલો ઉઠાવવામાં આવ્યો છે. નીલમ ગોરે ઘ્વારા વિધાનસભા પરિષદમાં આ મુદ્દો ઉઠાવતા કહેવામાં આવ્યું કે બીડ જિલ્લામાં શેરડીના ખેતરમાં કામ કરનારી મહિલાઓના ગર્ભાશય કાઢી લેવામાં આવ્યા, જેથી મહામારી સમયે તેમના કામમાં ઢીલાશ ના આવે. સ્વાસ્થ્ય મંત્રી શિંદે ઘ્વારા જણાવવામાં આવ્યું કે જાંચ માટે સમિતિ બનાવવામાં આવી છે.

એપ્રિલમાં આ મામલો સામે આવ્યો હતો

એપ્રિલમાં આ મામલો સામે આવ્યો હતો

સ્વાસ્થ્ય મંત્રીએ વિધાનસભા પરિષદમાં જણાવ્યું કે મરાઠાવાડાના બીડ જનપથમાં 4605 મહિલાઓના ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યા. સમિતિની રિપોર્ટ અનુસાર બીડમાં 99 પ્રાઇવેટ હોસ્પિટલોમાં 2016-17 થી 2018-19 સમયગાળા વચ્ચે 25 થી 30 વર્ષની ઉંમરની મહિલાઓનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, જેથી તેઓ ગર્ભ ધારણ નહીં કરી શકે અને તેમની પાસેથી કાપણીનું કામ લઇ શકાય.

English summary
4605 women uterus removed, Government Panel To Probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X