For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરપુરમાં બાળકોના મોતનું કારણ લીચી નથી, આ છે સાચું કારણ

બિહારના મુઝફ્ફરપુરમાં અને આસપાસના વિસ્તારમાં એક્યુટ ઈન્સેફ્લાટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવને કારણે અત્યાર સુધીાં 130 બાળકો મૃત્યુ પામી ચૂક્યા છે તો 300થી વધુ ગંભીર રીતે બીમાર છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુરમાં અને આસપાસના વિસ્તારમાં એક્યુટ ઈન્સેફ્લાટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવને કારણે અત્યાર સુધીાં 130 બાળકો મૃત્યુ પામી ચૂક્યા છે તો 300થી વધુ ગંભીર રીતે બીમાર છે. જ્યારથી આ મામલો સામે આવ્યો છે ત્યારથી કહેવાઈ રહ્યું છે કે લીચી ખાવાથી બાળકો મરી રહ્યા છે. આ ચર્ચા શરૂ થયા બાદ દેશના કરોડો લોકો લીચી ખાવાથી ગભરાઈ રહ્યા છે. બધાના મનમાં લિચીને લઈ શંકા પેદા થઈ છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ મગજના તાવના કારણે બાળકોના મોતનું સાચું કારણ લીચી નહીં પણ કુપોષણ છે.

જી હાં, મુઝફ્ફરનગરના બાળ વિશેષજ્ઞ અરુણ શાહાએ આ સિન્ડ્રોમ પરના એક રિસર્સ રિપોર્ટમાં કહ્યું કે લીચી ખાવાથી નહીં પરંતુ આ વિસ્તારમાં એક્યુટ ઈન્સેફ્લાીટિસ સિન્ડરોમતી મરનાર બાળકોના મોતનું કારણ કુપોષણ છે.

આ પણ વાંચો: ચમકી ફિવરઃ બિહાર બાદ હવે ઓરિસ્સામાં અલર્ટ, લીચીના સેમ્પલ એકઠાં કરાશે

કુપોષણની ભયાનક સ્થિતિ

કુપોષણની ભયાનક સ્થિતિ

મુઝફ્ફરનગરના વરિષ્ઠ બાળ વિશેષજ્ઞ ડૉ અરુણ સાહા આ સિન્ડ્રોમ પર રિસર્ચ પ્રમાણે બિહારના મુઝફ્ફરપુર અને આસપાસના વિસ્તારોમાં કુપોષણની ગંભીર સ્થિતિની પણ સામે આવી છે. કુપોષણનો શિકાર થવાને કારણએ શરીરમાં આર્યન ઘટી જાય છે. આ પણ આ વિસ્તારની મોટી સમસ્યા છે, જેને નજરઅંદાજ કરવામાં આવે છે. ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સની વાત માનીએ તો અત્યાર સુધીમાં એક્યુટ ઈન્સેપ્લાઈટિસ સિન્ડ્રોમ AES જેમાં બાળકોની મોત થઈ કે પચી જે બાળકોનો ઈલાજ ચાલતો હતો, તેમનું બેકગ્રાઉન્ડ જોઈએ તો સામે આવે છે મોટા ભાગના લોકો ગ્રામીણ અને ગરીબ છે.

કુપોષણથી આ રીતે વધે છે હાઈપોગ્લાઈસીમિયા

કુપોષણથી આ રીતે વધે છે હાઈપોગ્લાઈસીમિયા

ડ઼ૉ. અરૂણ સાહાનું કહેવું છે કે સામાન્ય બાળકોના લીવરમાં ગ્લૂકોઝ હોય છે, જ્યારે કુપોષિત બાળકોના લિવરમાં ગ્લાઈકોઝાઈન ફેક્ટર નથી રહેતું. આ ગ્લાઈકોઝિન ફેક્ટરનું કામ શરીરમાં ગ્લૂકોઝ ઘટવા પર તેનું પ્રમાણ જાળવવાનું હોય છે. સામાન્ય બાળકોમાં જ્યારે હાઈપો ગ્લાઈસેમિયાનો હુમલો થાય ત્યારે ગાઈકોઝિન ફેક્ટર તેની અછત પૂરી કરે છે, પરંતુ કુપોષિત બાળકોમાં આ કમી પૂરી નથી થતી, પરિણામે તે મૃત્યુ પામે છે.

લો બ્લડ શુગરથી હાઈપોગ્લાઈસીમિયા

લો બ્લડ શુગરથી હાઈપોગ્લાઈસીમિયા

ધ લેન્સેન્ટ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચની માનીએ તો લીચીમાં કુદરતી રીતે મળતા ટોક્સિન પદાર્થ હોય છે જેને hypoglycin A અને methlenecyclopropylglycine (MPCG) કહેવામાં આવે છે. તે શરીરમાં ફેટી એસિડ મેટાબોલિઝમ બનવામાં અડચણ પેદા કરે છે. જેના કારણે બ્લડ શુગર લો લેવલમાં પહોંચ છે, તેને હાઈપોગ્લાઈસીમિયા પણ કહેવામાં આવે છે. અને મસ્તિષ્ક સંબંધી મુશ્કેલી શરૂ થાય છે.

સડેલી અને કાચી લીચીના કારણે પણ બાળકો પડે છે બીમાર

સડેલી અને કાચી લીચીના કારણે પણ બાળકો પડે છે બીમાર

ગરમીની સિઝન એ લિચીની સિઝન છે અને ગરીબ પરિવારના કુપોષિત બાળકો દિવસભર ભીષણ ગર્મીમમાં પણ લીચીના બાગમાં જાય છે અને અડધી કાચી, સડેલી જેવી પણ મળે તેવી લીચી મોટા પ્રમાણમાં ખાય છે. સાંજે ઘરે આવીને જમ્યા વિના જ સુઈ જાય છે. પૌષ્ચિક ભોજનનો અભાવ અને લિચીમાં રહેલા hypoglycin A અને methlenecyclopropylglycineના વધુ પ્રમાણને કારણે બાળકોમાં અક્યૂટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમના ગંભીર લક્ષણ દેખાઈ રહ્યા છે.

મરનાર બાળકોમાં યુવતીઓની સંખ્યા વધુ

મરનાર બાળકોમાં યુવતીઓની સંખ્યા વધુ

મઝફ્ફરપુરના બે મોટા હોસ્પિટલોમાં દાખલ અને મરનાર બાળકોમાં 60થી 70 ટકા દીકરીઓ છે. આ વિસ્તારના આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ રોગનું મૂળ કારણ કુપોષણ અને ગરમીમાં બાળકોનું ભૂખ્યા સઈ જવું છે. આંકડા પ્રમાણે આ રોગથી પીડીત અને મૃત્યુ પામનાર મોટી સંખ્યામાં દીકરીઓ છે, જેનો અર્થ એ પણ છે કે બાળકીઓમાં કુપોષણ વધુ છે. આ ઉપરાંત એક માનસિક્તા એ પણ છે કે બાળકીઓને લોકો ઝડપથી સારવાર માટે હોસ્પિટલ નથી લઈ જતા. સારવાર મોડેથી મળવાને કારણે પણ મૃત્યુ પામનારની સંખ્યામાં બાળકીઓ વધુ છે.

યોગ્ય સમયે ઈલાજ શક્ય

યોગ્ય સમયે ઈલાજ શક્ય

જો યોગ્ય સમયે સારવાર મળે તો મૃત્યુ અટકાવી શકાય છે, જો શરૂઆતના ચાર કલાકમાં એક્યુટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમના લક્ષણ જેમ કે બેહોશી, તાવ, લો બ્લડ પ્રેશર ઓળકી શકાય તો યોગ્ય સમયે બાળોકને ડેક્સ્ટરોઝ આપીને બચાવી શકાય છે. જો કે એક્યુટ ઈન્સેફ્લાીટિસ સિન્ડ્રોમના મોટા ભાગના કિસ્સા બિહારના અંતરિયાળ ગામોમાં છે. જેને કારણે તેમને હોસ્પિટલ પહોંચતા મોડું થાય છે અને સારવાર મોડી મળતા બાળકો મૃત્યુ પામે છે.

English summary
bihar reason behind childrens death is not litchi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X