For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી 590ના મોત, 18601 સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 47ના મોત

ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આજે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 18 હજારને પાર કરી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આજે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 18 હજારને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1336 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 47 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થઈ ગયા છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 18601 સુધી પહોંચી ગઈ છે જેમાં 14759 સક્રિય કેસ છે જ્યારે 3252 લોકોનો સફળ ઈલાજ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતમાં 590 લોકોની કોરોના સંક્રમણના કારણે મોત થયા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 705 દર્દી રિકવર થયા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણથી શર્વાધિક 47 લોકોના મોત થઈ ગયા છે.

coronavirus

ભારતમાં કોરોના સંક્રમણના ખતરાને રોકવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. દેશભરમાં લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. 3 મે સુધી માટે દેશમાં લૉકડાઉન છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે. વળી, વિશ્વ આરોગ્ય સંગઠને (ડબ્લ્યુએચઓ)ના પ્રમુખે કોરોના વાયરસ મહામારી વિશે ચેતવણી આપતા કહ્યુ છે કે આનાથી પણ ખરાબ સમય આવવાનો છે. આવી સ્થિતિ પેદા થવાના સંદર્ભમાં તેમણે કહ્યુ કે અમુક દેશ એવા છે જેમણે હવે પ્રતિબંધો લગાવવા શરૂ કર્યા છે.

ડબ્લ્યુએચઓના નિર્દેશક ટેડ્રોસ એડેહનમ ગ્રેબ્રેયેસુસે જો કેએ નથી જણાવ્યુ કે તેમને આવુ કેમ લાગે છે કે સ્થિતિ આવનારા સમયમાં વધુ કથળવાની છે. દુનિયાભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરમાં વાયરસના કારણે 1 લાખ 58 હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 24 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ હવે શું કરીશુ? પાણીમાં પણ મળ્યો કોરોના વાયરસઆ પણ વાંચોઃ હવે શું કરીશુ? પાણીમાં પણ મળ્યો કોરોના વાયરસ

English summary
47 people died of coronavirus in India in last 24 hour total infected crosses 18000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X