જમ્મુ કાશ્મીરમાં ભુકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 5.1ની તિવ્રતા

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. બપોરે 1.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટ

જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. બપોરે 1.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ભૂકંપના આંચકાથી કોઈ મોટું નુકસાન થયું નથી.

Jammu kashmir

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું. જો કે ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ 11 જૂને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા એટલે કે સોમવારે મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. સોમવારે સવારે 6.32 કલાકે અચાનક ધરતી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તુરા ખાતે હતું, જે રાજ્યના પૂર્વ-ઉત્તરપૂર્વમાં 43 કિમી દૂર સ્થિત છે. જો કે, સદનસીબે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X