મમતા બેનરજી સાથે ગેરવર્તણૂકઃ પાંચની ધરપકડ

એસએફઆઇ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી(માકપા)ની વિદ્યાર્થી શાખા છે. અધિકારીએ કહ્યું, આ મામલે બે મહિલાઓ સહિત એસએફઆઇના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ત્યારબાદ સ્થાનિક ન્યાયાલયમાં રજૂ કરવામાં આવશે.
મમતા અને મિત્રા સાથે એસએફઆઇના કાર્યકર્તાઓએ એ સમયે ગેરવર્તણૂક કરી હતી, જ્યારે નવ એપ્રિલે તેઓ દિલ્હી સ્થિત યોજના આયોગના કાર્યાલયે પોતાના રાજ્યની યોજનાઓને અંતિમ રૂપ આપવા જઇ રહ્યાં હતા.
આ ઘટના બાદ મમતા કોલકતા પરત જતા રહ્યાં હતા અને તેમણે પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથેની પોતાની મુલાકાત રદ કરી હતી. તેમમે બાદમાં દિલ્હી અસુરક્ષિત હોવાની વાત કરી હતી. કોલકતા પરત ફર્યા બાદ સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
