Oparation Kaveri: સુદાનથી જેદ્દાહ માટે નીકળ્યા બે વધુ ભારતીય દળ, અત્યાર સુધીમાં 5 જથ્થા થયા રવાના
સુદ્દાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે સરકારે ત્યાં ફસાયેલા પોતાના લોકોને કાઢવા માટે કામ ઝડપી ગતિએ કરી રહી છે. બુધવારે રાત્રે 360 ભારતીય નાગરીકોના પહેલા દળને સાઉદી અરબના શહેર જેદ્દાહથી દિલ્હી પહોચાડવામાં આવ્યા હતા. હવે ભારતીય નાગરીકોના ચૌથા અને પાંચમાં જથ્થાને પોર્ટ સુદાનથી જેદાહ માટે રવાના કરી દેવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિદમ બાગચીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, સુદ્દાનમાં ફસાયેલા ભારતીયોના ચોથા જથ્થાને સુદાનથી જેદ્દાહ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના C-130j વિમાન થી 136 યાત્રીઓને લઇને ઉડાન ભરી છે.
આ સાથે તેમણે કહ્યુ કે, આઇએનએસ તેગ પણ પોર્ટ સુડાનથી 397 યાત્રીઓને લઇને જદ્દાહ માટે રવાના થઇ ચૂક્યુ છે. જે ભારતીયોનો પાંચમો જથ્થો છે.
આ પહેલા વિદેશ મંત્રી રાજ્ય મંત્રી વી મુરલીધરણે બુધવારે જેદ્દાહ એરપોર્ટ પર પહોચીને ભારતીય લોકોનું સ્વાગત કર્યુ હતુ. જણાવી દઇએ કે, નૌસેનાના પોત આઇએનએસ સુમેધા પણ 278 ભારતીય ને લઇને જેહાદ પરો્ટ પહોચ્યુ હતુ. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ઓપરેશન કાવેરી અનુસર 135 યાત્રીઓને સુરક્ષીત કાઢવામાં આવ્યા છે. જે ત્રીજો જથ્થો હતો.
ઉલ્લેનીય છે કે, સુદ્દાનની રાજધાની ખાર્તુમામા સેના અને અર્ધસૈનિકો સમુહો વચ્ચે લાડાઇ તેજ થતા વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે જાણકારી આપી હતી, યુદ્ધગ્રસ્ત દેશથી આપણા નાગરીકોને કાઢવા માટે ઓપરેશન કાવેરી ચલાવામાં આવી રહ્યુ છે. જેના માટે લગભગ 500 પાોર્ટ સુડાન પહોય્યા છે.












Click it and Unblock the Notifications
