• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુમાર વિશ્વાસ કહ્યું મને કોઇ નોટિસ નથી મળી

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કુમાર વિશ્વાસ કહ્યું મને કોઇ નોટિસ નથી મળી

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ અને તેમની પત્નીને આજે આપની એક મહિલા કાર્યકર્તાને માનભંગ મામલે મહિલા આયોગ સમક્ષ હાજર થવાનું ફરમાન મહિલા આયોગે કર્યું છે. જો કે આ મામલે કુમાર વિશ્વાસનું કહેવું છે કે તેમને આવી કોઇ નોટિસ નથી મળી.

દિલ્હીમાં બીજેપીએ કર્યું કેજરી-વિશ્વાસ વિરુદ્ધ પ્રદર્શન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે બીજેપી મહિલા કાર્યકર્તાઓએ આજે કુમાર વિશ્વાસ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કુમાર વિશ્વાસ હાય હાયની માંગ સાથે આ કાર્યકર્તાઓએ કેજરીવાલને વિશ્વાસ પર સખત પગલા લેવાની માંગ કરી.

પોલિસ પથારી પર દર્દી જમીન પર

ઉત્તર પ્રદેશની પોલિસ બબરતા. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પોલિસ કર્મીઓ પથારી પર સૂતેલા અને બિમાર દર્દીઓ નીચે જમીન પર સૂતેલા તેવો વિડિયો બહાર આવ્યો છે. જે બાદ તંત્ર અને પોલિસ ખરા અર્થમાં ઊંધમાંથી સફાળી જાગી છે.

આજે કુમાર વિશ્વાસ મહિલા આયોગ સામે રજૂ થશે

આજે કુમાર વિશ્વાસ મહિલા આયોગ સામે રજૂ થશે

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ પર આપની મહિલા કાર્યકર્તાએ લગાવેલા આરોપ હેઠળ તે આજે બપોરે મહિલા આયોગની મુલાકાત લેશે. નોંધનીય છે કે મહિલા આયોગે કુમારને કાલે નોટિસ ફટકારી હતી. તેમની પર એક મહિલાને બેઆબરૂ કરવાનો આરોપ છે. જેના ચલતા તેમની પત્ની અને કુમાર બન્ને આજે મહિલા આયોગ સમક્ષ રજૂ થશે. જો કે આ મામલે કુમારે પહેલા જ સફાઇ આપતા કહ્યું છે કે તેમની લાગેલા તમામ આરોપો ખોટા છે.

સંસદમાં આજે ગરમાશે

સંસદમાં આજે ગરમાશે

બજેટ સત્રના છેલ્લા અઠવાડિયામાં એક તરફ જ્યાં શાસક સરકાર કંઇ ખાસ ઉકાળી નથી શકી તો બીજી તરફ વિપક્ષ પણ છેલ્લા અઠવાડિયામાં આક્રમક બની વધુ કોઇ પણ બિલ પસાર ન કરવાના મૂડમાં છે.

કોલકત્તાની કેમિકલ ફેક્ટરીમાં આગ

કોલકત્તાના ટોપસીઆ વિસ્તારમાં ગત રાતે એક કેમિકલ ફેક્ટ્રરીમાં ભીષણ આગ લાગતા 10 ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ધટના સ્થળે આગને કાબુમાં લેવા પહોંચી હતી.

મધ્યપ્રદેશમાં ભીષણ બસ અકસ્માત

મધ્યપ્રદેશમાં ભીષણ બસ અકસ્માત

મધ્યપ્રદેશના પન્નામાં એક બસ પુલ પરથી નીચે ફસડાઇ પડી. અને બસે પડતાં જ આગ પકડતા બસમાં મુસાફરી કરતા 50 મુસાફરો જીવતા બળી ગયા. બસ પલટી ખાતાં ડીઝલ ટેન્ક ફાટતા આ આગ લાગી. નોંધનીય છે કે આ બસમાં 63 લોકો સવાર હતા જેમાંથી માત્ર 13 લોકો જ પોતાનો જીવ બચાવી શક્યા.

મોદી કરી Weibo પર ધમાકેદાર એન્ટ્રી

મોદીએ ચાઇનીઝ સોશિયલ મિડિયા પેલ્ટફોર્મ Weibo પર સોમવારે તેમનું અકાઉન્ટ ખોલ્યું. ગણતરીના કલાકોમાં જ 25,000 ફોલોવર્સ અને હજારો લાઇક્સ અને કોમેન્ટ દ્વારા ટ્વિટર, ફેસબુક બાદ મોદી અહીં પણ છવાઇ ગયા.

મોગા છેડછાડ પર આપ અને ક્રોંગ્રેસનો ઉગ્ર વિરોઘ

મોગા છેડછાડ પર આપ અને ક્રોંગ્રેસનો ઉગ્ર વિરોઘ

મોગા બસ છેડછાડ મામલે સોમવારે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓએ જંતર મંતર ખાતે પંજાબ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવ કર્યો હતો ત્યાં જ બીજી તરફ પંજાબમાં પણ ક્રોંગ્રેસ બાદલ સરકારના રાજીનામાંની વાત કરી હતી.

કોઇમ્બતુરમાં 5 માઓવાદી પકડાયા

સોમવારે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પોલિસના જોઇન્ટ ઓપરેશ કરી કોઇમ્બતુર પાસેના એક ગામમાંથી 5 માઓવાદીઓને પકડ્યા.

પાસવાને કરી બિહારના ભૂકંપ પીડિતોની મુલાકાત

પાસવાને કરી બિહારના ભૂકંપ પીડિતોની મુલાકાત

સોમવારે, બિહારના મોતીહારીની સરકારી હોસ્પિટલમાં ગ્રાહક મામલાના કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ભૂંકપ પીડિતોની મુલાકાત લીધી.

મમતાએ નેપાળ મોકલી રાહત સામગ્રી

મમતાએ નેપાળ મોકલી રાહત સામગ્રી

સોમવારે સિલિગુરીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નેપાળ ભૂકંપ પીડિતોને રાહત સામગ્રી મોકલી.

ભક્તોએ ભગવાનને ન્હાઇ ન્હાઇ કરાઇ

ભક્તોએ ભગવાનને ન્હાઇ ન્હાઇ કરાઇ

સોમવારે, મદુરાઇમાં ચીથરાઇ ઉત્સવની ઉજવણી થઇ. જેમાં ભગવાન કલ્લાઝગરની મૂર્તીને ભક્તોએ વૈગઇ નદીના પાણીથી નવડાવીને, ભગવાનને પવિત્ર સ્નાન કરવાનું સુખ મેળવ્યું.

અરુણાચલ પ્રદેશમાં

અરુણાચલ પ્રદેશમાં "ફેશન કા ઝલવા"

અરુણાચલ પ્રદેશમાં 2015 તવાંગ ઉત્સવ દરમિયાન સ્થાનિક છોકરીઓએ રેમ્પ વોક કર્યું.

English summary
5 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more