For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં મોટો અકસ્માત, બાળકને બચાવવા જતા પરિવારના 5 સભ્યો ડૂબ્યા

મહારાષ્ટ્રમાં એક ખાણમાં મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં, ડોમ્બિવલીમાં પાણીથી ભરેલી ખાણમાં પડી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 08 મે : મહારાષ્ટ્રમાં એક ખાણમાં મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં, ડોમ્બિવલીમાં પાણીથી ભરેલી ખાણમાં પડી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ મીરા ગાયકવાડ (55), તેની પુત્રવધૂ અપેક્ષા અને ત્રણ પૌત્રો મયુરેશ, મોક્ષ અને નિલેશ તરીકે કરવામાં આવી છે.

drown

પરિવારનું એક બાળક આકસ્મિક રીતે લપસીને આ ખાણમાં પડી ગયું હતું

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના શનિવારની સાંજે લગભગ 4 કલાકે સંદીપ ગામમાં બની હતી. ઉલ્લેખનીય છે કે, પરિવારનું એક બાળક આકસ્મિક રીતે લપસીને આ ખાણમાં પડી ગયું હતું, જેને બચાવવા પરિવારના સભ્યો તેમાં કૂદી પડ્યા હતા.

એક બાળક લપસીને પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે પરિવારના સભ્યો એક પછી એક કૂદી પડ્યા

ગ્રામજનોએ જણાવ્યું કે, ગામમાં પાણીની અછત હોવાથી પરિવારના સભ્યો અહીં કપડાં ધોવા ગયા હતા. અહીં બે મહિલાઓ કપડા ધોવા ગઈ હતી, આ દરમિયાન એક બાળક તેમાં પડી ગયું, જેને બચાવવા માટે મહિલા અંદર કૂદી પડી અને આ અકસ્માતમાં તમામ 5 લોકોના મોત થયા હતા.

બાળકને બચાવવા ચાર લોકો તેમાં કૂદી પડ્યા હતા, પરંતુ આ તમામ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીં એક મહિલા અને તેની પુત્રવધૂ કપડાં ધોતા હતા. મહિલાના ત્રણ બાળકો અહીં નજીકમાં બેઠા હતા. આ દરમિયાન એક બાળક લપસીને પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે પરિવારના સભ્યો એક પછી એક કૂદી પડ્યા અને તેમાં ડૂબીને જીવ ગુમાવ્યો હતો. બાળકને બચાવવા ચાર લોકો તેમાં કૂદી પડ્યા હતા, પરંતુ આ તમામ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

આ કેસ ડોમ્બિવલિ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે અને તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે

આ ઘટના બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ડોમ્બિવલિ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમના મૃતદેહને શાસ્ત્રીનગર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ જે રીતે આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા છે, તે પછી ગામમાં શોકનો માહોલ છે. એક સાથે 5 મોત થતા ગામ હિબકે ચડ્યું છે.

English summary
5 members of a family drowned while trying to rescue a child in a major accident in Dombivali, Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X