For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુંછમાં ભારતીય ચોકી પર હુમલામાં 5 જવાન શહીદ, મોદીના કેન્દ્ર પર પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઑગસ્ટ: જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આવેલી ભારતીય ચોકીઓ પર કથિત રીતે પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો છે. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર ચકન દા બાગમાં ભારતીય ચોકી પર થયેલા આ હુમલામાં પાંચ ભારતીય જવાનો શહીદ થઇ ગયા છે. આ હુમલામાં માર્યા ગયેલા જવાનોમાં એક સુબેદારનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવે છે કે આ હુમલો ગઇકાલે રાત્રે કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાના પગલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મોદીએ કરેલા ત્રણ ટ્વિટમાં શહિદો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રની યુપીએ સરકાર પર આ અંગે પ્રહારો કરતા જણાવ્યું કે ભારતીય સરકાર સરહદ પર સુરક્ષાના મામલે નિષ્ફળ નિવડી છે. તેમણે એવો સવા કર્યો છે કે યુપીએ સરકાર આખરે ક્યારે જાગશે?

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સરહદ પર જે સ્થળે કાંટાળી તાર લગાવવામાં નથી આવી, એટલે જ્યાં ક્રોસિંગ હોય છે, ત્યાં ભારતીય સીમામાં ઘુસીને પાકિસ્તાની સેના તરફથી ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે ગયા એક-દોઢ મહીનામાં પાકિસ્તાની સેના તરફથી આ પ્રકારની આ 15મી ઘટના છે.

સૂત્રો જણાવી રહ્યા છે કે હુમલો ત્યારે થયો જ્યારે ભારતીય સૈનિક સીમા પર એલઓસીની દેખરેખ કરી રહી રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઘટના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને સવારે જાણકારી મળી કે સીમા પર હુમલામાં પાંચ જવાનો શહીદ થઇ ગયા છે. તેમણે શહીદોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે.

સૂત્રોનું કહેવું છે કે આ હુમલાથી બંને દેશો વચ્ચે જારી વાર્તા પર અસર પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે હુમલો કરવાની પાછળ આતંકીઓને ઘુસણખોરી કરવામાં મદદ કરવાનું માનવામાં આવે છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં સંસદના સત્રનો આરંભ થઇ ગયો છે એવામાં હુમલાની અસર વધારે હોય છે.

હુમલા પર ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું

રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઘટના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને સવારે જાણકારી મળી કે સીમા પર હુમલામાં પાંચ જવાનો શહીદ થઇ ગયા છે.

મુખ્યમંત્રીની શહીદોના પરિવારો માટે સંવેદના

રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઘટના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને સવારે જાણકારી મળી કે સીમા પર હુમલામાં પાંચ જવાનો શહીદ થઇ ગયા છે. તેમણે શહીદોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે. આ હુમલાથી બંને દેશો વચ્ચે જારી વાર્તા પર અસર પડી શકે છે.

મોદીએ કહ્યું અનિચ્છનિય ઘટના

આ ઘટનાને પગલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાના પગલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મોદીએ કરેલા ત્રણ ટ્વિટમાં શહિદો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ

આ ઘટનાને પગલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાના પગલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મોદીએ કરેલા ત્રણ ટ્વિટમાં શહિદો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી.

યુપીએ સરકાર આખરે ક્યારે જાગશે?

આ ઉપરાંત તેમણે કેન્દ્રની યુપીએ સરકાર પર આ અંગે પ્રહારો કરતા જણાવ્યું કે ભારતીય સરકાર સરહદ પર સુરક્ષાના મામલે નિષ્ફળ નિવડી છે. તેમણે એવો સવા કર્યો છે કે યુપીએ સરકાર આખરે ક્યારે જાગશે?

રાજ્યસભા સ્થગિત

રાજ્યસભા સ્થગિત

આ ઘટનાને પગલે સવારે 11 વાગ્યાની આસપાસ રાજ્ય સભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ ઘટના અંગે સરકાર સામે ભારે સવાલો ઉઠાવ્યા અને વિરોધ પણ નોંધાવ્યો. ભારે હોબાળો મચતા રાજ્યસભા સ્થગિત કરી દેવામાં આવી હતી.

English summary
Pakistani troops attacked an Indian post along the Line of Control in the Poonch sector in Jammu and Kashmir late last night, killing five Indian soldiers. Defence sources today said the Pakistani soldiers intruded into the Indian territory past midnight and ambushed the Sarla post on the Indian side of the LoC. Five Indian soldiers were killed, the sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X